Gujarat Weather : ખેડૂતો પર ભારે વરસાદની અસર , વરસાદથી મગફળીના પાકને વ્યાપક અસર, ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો !

24 04

ખેડૂતો પર ભારે વરસાદની અસર ,

વરસાદથી મગફળીના પાકને વ્યાપક અસર, ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો

 નવરાત્રિ બાદ હવે દિવાળી પણ આવી ગઈ, પરંતુ મેઘરાજા જાણે વિદાય લેવાના મૂડમાં જ નથી.

ખેડૂતો માટે તો આ વરસાદ આફત તરીકે વરસી રહ્યો છે. આજ રોજ   જામનગરમાં ફરીથી ભારે વરસાદ વરસ્યો હતો.

જેના કારણે મગફળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. મંગળવારે વરસેલા વરસાદના કારણે જામનગરના કાલાવડ તાલુકાના ખેડૂતોને મોટી સંખ્યામાં નુકસાન વેઠવું પડ્યું છે.

જામનગરના કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં મંગળવારે  સાંજે અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકી દીધાં છે.

ગામના સરપંચ જીગ્નેશભાઈ કમાણીના જણાવ્યા અનુસાર, ગઈકાલે સાંજે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીમાં ગામમાં લગભગ સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ધોધમાર વરસાદને કારણે ગામની નદી બે કાંઠે ફૂટી નીકળી  અને ગામની અંદરના રસ્તાઓ, સેલા અને વોંકળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયાં. 

 

 

 

 

 

ચોમાસાનો કહેર: મગફળીનો પાક ધોવાઈ ગયો, ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું

સરપંચે જણાવ્યું કે  આ વર્ષે મગફળીનો પાક સારો થયો હતો અને ખેડૂતોને સારી આવકની આશા હતી.

પરંતુ આ અચાનક પડેલા વરસાદે ખેડૂતોના આ સપના પર પાણી ફેરવી દીધું છે.

ગામની નદી બે કાંઠે વહેતા ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો અને ગ્રામજનો એકબીજા સાથે સંપર્ક સાધી ન હતાં શકતાં.

આ અચાનક પડેલા વરસાદથી ગામમાં ભારે વિક્ષેપ સર્જાયો હતો.

આ સાથે અનેક ખેડૂતોને પાક ધોવાઈ જતાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ઘણાં ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા છે, જેનાથી તેમને ભારે આર્થિક નુકસાન પણ થયું છે. 

 

READ  MORE  :

 

Weather News : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ : દિવાળી જોખમમાં 7 ઇંચ વરસાદ થી પાકને નુકસાન ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ?

Tata Sons Ipo : ટાટા સન્સનો IPO આવતા વર્ષે આવશે? ટાટા કેમિકલ્સનો શેર અપેક્ષા મુજબ 14% વધ્યો !

સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને મોટો ફટકો: 34 વર્ષ જૂના દારૂબંધીના આદેશને રદ્દ

ગુજરાતમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે મૃત્યુઆંક વધીને 28 થઈ ગયો છે.

દિવસોના અવિરત વરસાદ અને પાણી ભરાઈ જવાને કારણે રાજ્યભરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 17,800 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે

ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલના જણાવ્યા અનુસાર વડોદરામાં 5000 થી વધુ લોકોનું પુનર્વસન કરવામાં આવ્યું છે

અને 12,000 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

 

 

 

 

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને તેમના પાકને ભારે નુકસાન થયું છે. પરિણામે શાકભાજીના ભાવ આસમાને છે.

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં, મોસમી વરસાદ 100% ને વટાવી ગયો છે, અને અમુક વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે,

જેના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે.

ભારે વરસાદને કારણે બજારમાં શાકભાજીની અછત અને ભાવમાં વધારો થયો છે.

ઉદાહરણ તરીકે, ટામેટાંની કિંમત વધીને ₹120 પ્રતિ કિલો થઈ ગઈ છે,

જ્યારે ડુંગળીની કિંમત ₹70, આદુની કિંમત ₹140 અને બટાકાની કિંમત ₹50 પ્રતિ કિલો છે. દિવાળીના તહેવારો પહેલા ભાવમાં વધારો ઘણા ઘરોના બજેટને તોડી નાખે તેવી શક્યતા છે.

આ પહેલા, વેજ થાળીની કિંમત જુલાઈ મહિનામાં 11% વધી હતી કારણ કે ઘટકોના ભાવમાં વધારો થયો હતો.

જો કે, વર્ષ-દર-વર્ષે, જુલાઈમાં પ્રતિનિધિના ઘરે રાંધેલા વેજ થાળીની કિંમતમાં 4%નો ઘટાડો થયો છે.

વેજ થાળીના ખર્ચમાં 11% વધારામાંથી કુલ 7% માત્ર ટામેટાના ભાવને આભારી હોઈ શકે છે.

જે જૂનમાં ₹42 પ્રતિ કિલોથી વધીને 55% મહિને જુલાઈમાં ₹66 પ્રતિ કિલો થઈ ગયો હતો, અને હવે ત્રણ આંકડાનો આંકડો પાર કરી ગયો છે.

આખા ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી શાકભાજીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

 

READ MORE  :

વાવાઝોડા યોગી : મા પાડોશી દેશને ભારત એ રીતે કરી સહાય!

Weather News Today : તમિલનાડુ, કેરળ, આંધ્રમાં ભારે વરસાદ , ઘણા જિલ્લાઓમાં 18 ઓક્ટોબર સુધી ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે !

 
Share This Article
Exit mobile version