હરણી બોટકાંડ વડોદરાના હરણી બોટકાંડના મૃતકોને લઈ વળતર જાહેર કરાયું છે.
વડોદરા સિટી નાયબ કલેક્ટર વી કે સાંભડ દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે.
12 મૃતક બાળકના પરિવારને 31,75,700 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરાઈ છે.
સાથે જ મૃતક શિક્ષિકાઓ માટે પણ વળતરની જાહેરાત કરવામાં આવી છે.
આ ઘટનામાં બને ઇજાગ્રસ્તોને પચાસ હજારનું વળતર આપવાનુ જાહેર કરાયું છે.
વડોદરા સિટી નાયબ કલેક્ટરે તમામને અરજી દાખલ તારીખથી વસૂલ થતા સુધીના સમયગાળા માટે વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે વળતર આપવા આદેશ કર્યો છે.
હરણી લેકઝોન કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
તેમણે કોર્પોરેશન પર આક્ષેપ કરતા જણાવ્યું કે, આ વર્ષે કોર્પોરેશનની ભૂલના કારણે કુલ 30 વ્યક્તિએ જીવ ગુમાવ્યો.
હરણી બોટકાંડ
સમગ્ર ઘટના શુ હતી ?
ગયા વર્ષે વડોદરા શહેરમાં 18 જાન્યુઆરીના રોજ વાઘોડિયા રોડ પર આવેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલનાં બાળકો તેમજ શિક્ષકો હરણી તળાવ ખાતે
બોટમાં બેસી ફરી રહ્યા હતા.
તે દરમ્યાન હોડી પલ્ટી મારી જતા 12 બાળકો તેમજ 2 શિક્ષકોનાં મોત નિપજ્યા હતા.
જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.
ત્યારે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.
તેમજ બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં
આવી હતી.
READ MORE :
હરણી લેક દુર્ઘટના બાદ કડક કાર્યવાહી : નિવૃત્ત કાર્યપાલક ઈજનેરના પેન્શનમાંથી દંડ વસૂલાશે
આ ઘટનાના એક વર્ષ પછી તપાસ કરતાં અધિકારીને લાગ્યું કે ફરિયાદી જ આરોપી છે.
જેથી કોર્પોરેશનના અધિકારી રાજેશ ચૌહાણના પેન્શનમાંથી રૂ. 5000 કપાત કરવાનો કમિશનર હુકમ કર્યો હતો.
આ હુકમ પછી અનેક લોકોએ ઉગ્ર માગ કરતા કહ્યું હતું કે, કમિશનરના હુકમ પરથી જ સાબિત થાય છે કે આ પ્રકરણમાં રાજેશ ચૌહાણ દોષિત છે.
જેથી મ્યુનિસિપલ કમિશનરે તેમની સામે વધારાની પોલીસ ફરિયાદ કરવી જોઈએ.
રાજેશ ચૌહાણ ઉપરાંત ફ્યુચરિસ્ટિક સેલના હેડ, કાર્યપાલક ઇજનેર સહિત તમામ અધિકારીઓને આરોપી બનાવવા જોઈએ.
કોન્ટ્રાક્ટર કોટિયા બંધુએ પેડલ બોટ ચલાવવાની હતી, પરંતુ તેઓ તેના બદલે મોટર બોટ ચલાવતા હતા.
READ MORE :
નાઇજીરીયાની સ્કૂલમાં ભયંકર આગ લાગતા 17 બાળકોએ જીવ ગુમાવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ પ્રવાસ, આજે પાવન સંગમમાં સ્નાન કરશે