સુરત નેશનલ હાઈવે 48 પર ભયાનક અકસ્માત, બસ રોડ સાઈડથી નીચે ઉતરી જતા 15-20 મુસાફરો ઘાયલ

સુરત નેશનલ હાઈવે

સુરતના કોસંબા પાસે ખાનગી બસ રસ્તા ઉપરથી ઉતરીને કોતરમાં ઘૂસી ગઇ હતી.

જોકે આ ઘટનામાં બસમાં ફસાયેલા તમામ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા.

જેમાં 15 થી 20 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી.

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે.

ત્યારે આજે સવારે સુરતમાં અકસ્માત સર્જાયો હતો. શહેરના નેશનલ હાઈવે-48 પર ગમખ્વાર અકસ્માત થયો હતો.

જેમાં કોસંબા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ રોડ નીચે ઉતરી ગઈ હતી.

રોડ નીચે ઉતરીને ખાનગી બસ હાઈવેની બાજુમાં કોતરમાં ઘૂસી ગઈ હતી.

જોકે આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓએ બસમાં મુસાફરી કરતા તમામા મુસાફરોને બચાવ્યા હતા.

 
 
 
 
 
 
Read More :
 
 
 

સુરત નેશનલ હાઈવે

15થી 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ

ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા કોસંબા પોલીસ, ટ્રાફિક પોલીસ,

નેશનલ હાઈવે ઓથોરિટી સહિત ફાયર ટીમ દોડી આવી હતી.

તંત્ર દ્વારા ક્રેનની મદદથી બસને ઊંચી કરીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

જોકે આ ઘટનામાં કોઇના મૃત્યુ નોંધાયા નથી. પરંતુ 15થી 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

જે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

Read More : Rajesh Power Services IPO allotment : તપાસો શેર મળ્યાં કે કેમ, GMP અને અપેક્ષિત લિસ્ટિંગ ગેઇન

edible oil : ઘર માટે તેલનો ડબ્બો લાવતી વખતે વેપારીઓની ચાલાકીથી સાવધાન, નહીંતર થશે મોટું નુકસાન!

Ahmedabad : 24 કલાકમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો અમદાવાદ બંધની ચિમકી

Vadodara : મિત્રોની જન્મદિવસની ઉજવણી મોતમાં ફેરવાઇ, વડોદરામાં તળાવમાં ગરકાવ થઇ કાર

 
Share This Article