Gold Price Today : સોનું-ચાંદીમાં ધમાકો: હવે તમારા ઘરેણાં વેચીને રોટલી ખાવી પડશે!

26 08

Gold Price Today

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો આગળ વધ્યો હતો.

વિશ્વ બજારના સમાચાર ઘટાડો બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના

ઝવેરી બજારોમાં ઘટતા ભાવોએ આજે વેચનારહા વધુ તથા લેનારા ઓછા જોવા મળ્યા હતા.વિશ્વ બજારમાં

આજે સોનાના ભાવ ઔંશના ૨૭૩૯થી ૨૭૪૦ વાળા નીચામાં ૨૭૧૭ થઈ

૨૭૨૮થી ૨૭૨૯ ડોલર રહ્યા હતા.વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ

૧૦ ગ્રામદીઠ વધુ રૂ.૫૦૦ ઘટી ૯૯.૫૦નાી  રૂ.૮૦૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૦૫૦૦ રહ્યા હતા.

જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ વધુ રૂ.૨૫૦૦ ગબડી રૂ.૯૫૫૦૦ રહ્યા હતા.  વિશ્વ બજારમાં સોના પાછળ

ચાંદીના ભાવ ઔંશદીઠ ૩૪.૦૫ વાળા નીચામાં ૩૩.૦૮ થઈ ૩૩.૪૬થી ૩૩.૪૭ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ફરી ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉંચા મથાળે ફંડોની વેચવાલી વધ્યાની ચર્ચા હતી.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૭૯૩૩ વાળા

રૂ.૭૭૭૦૩ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૮૨૪૬ વાળા રૂ.૭૮૦૧૫  રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૪૯૩ વાળા રૂ.૯૫૮૦૦ રહ્યા હતા. મુંબઈ

સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા  હતા.

દરમિયાન,  વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૧૦૩૫થી ૧૦૩૬ વાળા ઘટી ૧૦૦૪થી ૧૦૧૬થી ૧૦૧૭ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ ૧૧૨૮થી ૧૧૨૯ વાળા જો કે વધુ વધી ૧૧૭૬ થઈ ૧૧૭૫ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૨૦ ટકા નરમ હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી.

બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના નીચામાં ૭૪.૧૭ તથા ઉંચામાં ૭૫.૧૭ થઈ ૭૫.૦૭ ડોલર રહ્યા હતા.

 

Read More  :

ઉત્તર પ્રદેશ પેટાચૂંટણી : સમાજવાદી પાર્ટીએ 9 બેઠકો માટે ઉમેદવારોની ઘોષણા કરી

સોના-ચાંદીના ભાવનાં અગનથી ઘરેણાંની ઝાકઝમાળ ઝાંખી

Aindham Vedham : ઓટીટી પર પૌરાણિક રોમાંચકનો રસપ્રદ પ્લોટલાઇન

Dixon Technologies shares : ડિક્સન ટેક્નોલોજીના શેર રેકોર્ડ ઊંચાઈએ, પછી કમાણી પર બ્રોકરેજના નફા-નોકસાનના અંદાજમાં 13% ઘટ્યા

 

Share This Article
Exit mobile version