અમદાવાદથી નવા રાહનું અમલ
અમદાવાદ એરપોર્ટથી હવે કેરળના કોચીન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને આસામના ગુવાહાટી જવા માટે સીધી ફ્લાઈટ મળી જશે.
જે આજ (10મી ડિસેમ્બર)થી ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવી છે.
આ ચાર શહેરો માટે વિમાન સેવા શરૂ થતા ટુરિઝમ અને વેપારમાં સીધો ફાયદો થશે.
અમદાવાદથી ત્રિવેન્દ્રમની ફ્લાઈટ સોમવાર અને બુધવાર શુક્રવાર અને શનિવારે ઉડાન ભરશે.
જે 4:25 વાગ્યે અમદાવાદથી ઉડાન ભરશે અને સાંજે 7:05 વાગ્યે ત્રિવેન્દ્રમ પહોંચશે.
જ્યારે ત્રિવેન્દ્રમથી આ ફ્લાઈટ સાંજે 7:35 વાગ્યે ઉડાન ઉડાન ભરશે અને અમદાવાદ રાત્રે 9:55 વાગ્યે પહોંચશે.
અમદાવાદથી કોચીન ફ્લાઈટ મંગળવાર, ગુરુવાર અને શનિવારે એમ 3 દિવસ ચાલશે.
જે અમદાવાદ એરપોર્ટ પરથી બપોરે 4:25 વાગ્યે ઉડાન ભરશે અને કોચિન સાંજે 6:45 વાગ્યે પહોંચશે.
જ્યારે કોચિનથી અમદાવાદ આવવા માટે સાંજે 7:15 કલાકે કોચિનથી ઉડાન ભરશે અને રાત્રે 9:50 વાગ્યે અમદાવાદ પહોંચશે.
અમદાવાદથી નવા રાહનું અમલ
READ MORE :
Bhavnagar : ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામમાં ભૂંડ કરડવાના કારણે યુવકનો વિપરીત અંત વીડિયો વાયરલ થયો
દિલ્હી અને મુંબઈ એરપોર્ટ બાદ હવે અમદાવાદ એરપોર્ટ ઉપર પણ પેસેન્જર ટ્રાફિક વધતો જાય છે.
ડોમેસ્ટિક ફ્લાઈટ અને ઈન્ટરનેશનલ ફ્લાઈટની સંખ્યા પણ વધારે છે. હવે પ્રાઇવેટ એરક્રાફ્ટની સંખ્યામાં પણ વધારો થયો છે.
હાલ અમદાવાદ એરપોર્ટ પર 15 જેટલા પ્રાઇવેટ એરક્રાફ્ટ પાર્કિંગ એરિયામાં જોવા મળે છે.
અમદાવાદથી ગુવાહાટી જવા માટેની ફ્લાઈટ રોજ સવારે 8:30 વાગ્યે ઉડાન ફરશે અને સવારે 11:15 કલાકે ગુવાહાટી પહોંચશે.
જ્યારે ગુવાહાટીથી અમદાવાદની ફ્લાઈટ સાંજે 4:55 વાગ્યે ઉડાન ભરશે અને રાત્રે 8:35 વાગ્યે અમદાવાદ પહોંચશે.
અમદાવાદ એરપોર્ટ પરથી કોલકાતા જવા માટેની ફ્લાઈટ રોજ રાત્રે 9:20 વાગ્યે ઉડાન ભરશે અને રાત્રે 11:45 કલાકે કોલકાતા પહોંચાડશે.
જ્યારે કોલકાતાથી અમદાવાદ માટે બપોરે 12:50 વાગ્યે ઉડાન ભરશે અને બપોરે 3:45 કલાકે અમદાવાદ પહોંચાડશે.
READ MORE :
ઉત્તર ભારતના પહાડી વિસ્તારો હિમવર્ષાની ઝપેટમાં, Videosમાં જુઓ અદભુત નજારો
Emerald Tyre Manufacturers IPO allotment today : GMP અને ઑનલાઇન સ્થિતિ તપાસો