અમરેલી ગામમાં ખુલ્લામાં સૂતા બાળકને ઉઠાવી ગયો દીપડો, ઘટનાથી આખા ગામમાં ફફડાટ

અમરેલીનાં પચપચીયા ગામની સીમમાં દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો. ખેતરમાં પરિવાર સાથે ખુલ્લામાં ઉંઘી રહેલા બાળકને

દીપડો ઉઠાવી ગયો હતો. માનવભક્ષી દીપડાને પકડવા ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા મુકાયા હતા.અમરેલીનાં પચપચીયા ગામની સીમમાં

દીપડાએ બાળક ઉપર હુમલો કરી લઈ ગયો હતો. ત્યારે ખેતરમાં પરિવાર સાથે ખુલ્લામાં સૂઈ રહેલ બાળકને દીપડો ઉઠાવી ગયો હતો.

વન વિભાગને બાળકનાં શરીરનાં અવશેષ મળ્યા હતા. બાળકનાં મૃતદેહને ખાંભા હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક બાળક મયુર સોરઠીયા

સબંધીને ત્યાં રોકાવા આવ્યો હતો. વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા માટે 4 પાંજરા મુકવામાં આવ્યા છે.સમગ્ર પરિવાર સૂઈ

રહ્યો હતો. તે દરમ્યાન દીપડો અંઘારાનો ફાયદો ઉઠાવીને બાળકને ઉઠાવીને લઈ ગયો હતો. ત્યારે શોધખોળ બાદ પરિવારજનોને બાળકનાં

માત્ર હાથ-પગનં અવશેષો મળી આવ્યા હતા. જેને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્ય છે. ત્યારે આ સમગ્ર બાબતની જાણ વન વિભાગને

થતા વન વિભાગ દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોચી માનવભક્ષી દીપડાને પકડવા પાંજરા મુક્યા હતા.

 

READ MORE :

Gold Price Today : સોના-ચાંદીના ભાવ ફરી ગગડ્યા! જુઓ આજના અપડેટેડ રેટ અહીં

ગ્રામજીવનનું ભયજનક વાતાવરણ

ખાંભા તાલુકાનાં પચપચીયા ગામની સીમમાં 10 વર્ષીય બાળક મયુર જીતુભાઈ સોરઠીયા સૂતો હતો. તે દરમ્યાન ધીમા પગલે આવેલ દીપડો બાળકને

ઉપાડીને બાવળની ઝાડીમાં લઈ ગયો હતો. તેમજ બાળકનો શિકાર કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ખાંભા રેન્જ વન વિભાગને થતાં વન વિભાગની

ટીમે ઘટનાં સ્થળે પહોંચી બાળકનાં મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો હતો. તેમજ સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

વન વિભાગનાં ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ખાંભા તુલશીશ્યામ રેન્જને દીપડો પકડવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ

હાલ દીપડાને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને

પાંજરા ગોઠવવામાં આવ્યા છે. તેમજ ખેતરમાં ખુલ્લામાં સુતા લોકોએ વિનંતી છે કે તેઓએ ખુલ્લામાં સુવું નહી.

READ MORE : 

Indian students : ભારતીય વિદ્યાર્થીઓના યુએસ વિઝામાં ગોટાળામાં 200 કેનેડિયન કોલેજો સામેલ, EDએ તપાસ શરૂ કરી

વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં સરકારનો ઘટાડો, જાણો ગુજરાતીઓ માટે કેટલો લાભદાયક

 
Share This Article
Exit mobile version