India News : ફાર્મ કાયદા અંગે કંગનાની માફી પાછળનું સત્ય ?

ફાર્મ કાયદા અંગે કંગનાની માફી

અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રણૌતે કૃષિ કાયદા પાછા લાવવા જોઈએ તેવું તેનું નિવેદન પાછું ખેંચ્યું છે અને દિલગીરી વ્યક્ત કરી છે.

કંગનાએ ૨૦૨૧માં રદ કરાયેલા આ કાયદા પાછા લાવવા જોઈએ તેવી માગણી કરી હતી.

જોકે, હરિયાણા વિધાનસભા ચૂંટણી ટાણે જ આ નિવેદનથી ભારે વિવાદ થયો હતો અને ભાજપે પણ આ કંગનાનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય છે અને પાર્ટીને તેની સાથે કશું લાગતું વળગતું નથી તેમ જણાવ્યું હતું.

 

કંગના  રણૌત  ની  કૃષિ કાયદા ફરી લાવવાની માંગ

કંગના રણૌતે કૃષિ કાયદા ફરી લાવવાની માંગ કર્યા બાદ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો હતો કે તમે કંગનાના નિવેદનથી વિરુદ્દ છો કે પછી કોઈ  તોફાની હિલચાલ  છે ?

તેમણે મોદીને આ બાબતે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.  રાહુલ ગાંધીેએ કહ્યું હતું કે ૭૦૦ ખેડૂતોના મોતથી પણ ભાજપને ધરવ થયો નથી એમ લાગે છે.

જો ભાજપ ખરેખર કંગનાના નિવેદન સાથે સંમત ન હોય તો તેને પાર્ટીમાંથી  કાઢી નાખવી જોઈએ એમ તેમણે કહ્યું હતું.

ભાજપની નીતિ કોણ નક્કી કરે છે, વડાપ્રધાન મોદી કે પછી પાર્ટીના એક સાંસદ તેવો સવાલ રાહુલે કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે જો ભાજપ ફરી ખેડૂતોને નુકસાન કરવાની કોઈ  હિલચાલ કરશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી તે માટે માફી માગવી પડશે.

 

કંગના રણૌત નુ   સ્મૃતિનું ‘રીપ્લેસમેન્ટ’, મોદી સાથેની નિકટતાના કારણે કશું થતું નથી

કંગના  રણૌત એક પછી એક વિવાદાસ્પદ નિવેદનો આપીને ભાજપને નુકસાન કરી રહી હોવા છતાં ભાજપ દ્વારા કેમ તેનો ખુલાસો માગવામાં આવતો નથી કે શો કોઝ નોટિસ આપવામાં નથી આવતી એ સવાલ ભાજપના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યો છે.

સૂત્રોનું કહેવું છે કે, નરેન્દ્ર મોદી સાથેની નિકટતાના કારણે કંગનાને કશું થતું નથી.

મોદી સાથેની નિકટતાના કારણે જ સંગઠનના વિરોધ છતાં કંગનાને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ અપાઈ હતી.

કંગના સ્ટારડમના કારણે જીતી પછી પક્ષની શિસ્તમાં રહેવાના બદલે બેફામ નિવેદનો કરે છે છતાં કશું થતું નથી.

ભાજપના કાર્યકરો કંગનાને સ્મૃતિ ઈરાનીનું ‘રીપ્લેસમેન્ટ’ ગણાવે છે.

સ્મૃતિ ઈરાની પણ મોંમાથા વિનાનાં નિવેદનો આપ્યા કરતાં હતાં છતાં કશું થતું નહોતું કેમ કે મોદીની નજીક હતાં. આ નિકટતાના કારણે સ્મૃતિને કેબિનેટ મંત્રી બનાવાયેલાં.

 

કંગના કહે છે કે તે  માત્ર એક કલાકાર જ નથી પરંતુ ભાજપ પક્ષની એક સભ્ય પણ છું

 

મારા કોઈ વ્યકિતગત અભિપ્રાયો ઉચ્ચારવા ન જોઈએ પરંતુ પક્ષનાં વલણ અને નીતિ અનુસાર જ બોલવું જોઈએ.

કંગનાએ મંડી ખાતે એક સમારંભમાં કહ્યું હતું કે  કૃષિ  કાયદાઓનો જુજ રાજ્યોમાં જ વિરોધ થયો હતો.

ખેડૂતો ભારતની પ્રગતિના આધારસ્થંભ છે. કેટલાંક રાજ્યોમાં જ આ કાયદાઓનો વિરોધ થયો હતો.

હું  બે હાથ જોડીને અપીલ કરું છું કે ખેડૂતોના હિતમાં આ કાયદા પાછા લાવવા જોઈએ.

દેશ પ્રગતિ કરી રહ્યો છે અને કૃષિ કાયદા ફરી લાગુ કરાશે તો ખેડૂતો સમૃદ્ધ થશે અને તેમને નાણાંકીય સ્થિરતા મળશે. તેને પગલે કૃષિ ક્ષેત્રને સર્વાંગી ફાયદો થશે.

 

 

 

 

Read More :          https://tv1gujarati.com/india-news

 

Share This Article
Exit mobile version