India News
દિવાળી બાદ દેશભરમાં હવામાનમાં પલટો આવ્યો છે. સમગ્ર ભારતમાં ઠંડીએ તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે.
આ દરમિયાન બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે.
અનેદરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના રાજ્યોમાં 12 નવેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
સાયક્લોનિક સરક્યુલેશનના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને ચક્રવાત બનશે.
જેના કારણે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પુડુચેરી, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન નિકોબાર ટાપુઓમાં 12
નવેમ્બર સુધી તોફાની પવનો ફૂંકાઈ શકે છે.
તેમજ ભારે વરસાદની પણ શક્યતા છે. મણિપુરના કેટલાક વિસ્તારોમાં કરા પડી શકે છે.
આવી સ્થિતિમાં હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
India News
ગુજરાતમાં હવામાન કેવું રહેશે?
હાલ ગુજરાતમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં દિવસ દરમિયાન લોકો ગરમીથી હેરાન છે તો રાતે થોડી ઠંડી અનુભવે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહી શકે છે.
ગુજરાત ના આ સ્થળોએ સૌથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે.
રાજ્યમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં સૌથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે.
ઉદાહરણ તરીકે, ડીસામાં તાપમાન 39.1 ડિગ્રી, રાજકોટમાં 38.8, વલ્લભ વિદ્યાનગરમાં 37.5, સુરેન્દ્રનગરમાં 37.5, ભુજમાં 37.3,
વેરાવળમાં 37.2 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
જ્યારે કંડલા પોર્ટ 36.6, સુરત 36.5, અમદાવાદ 36.4, નલિયા 36.4, અમરેલી 36, પોરબંદર 36, ભાવનગર 35.7, મહુવા 35.6,
કેશોદ 35.6, વડોદરા 35.2, દ્વારકા 34.3.35 ડિગ્રી રહેશે.
READ MORE :
જર્મની જઈને કામ કરવાની મોટી તક ભારતીયો માટે! વાર્ષિક 90 હજાર લોકોને રોજગારીની મળશે !
કડાણા ડેમ એલર્ટ : ગુજરાતના ત્રીજા નંબરના સૌથી મોટા ડેમના ૧૫ દરવાજા ખોલી ઈમરજન્સી એલર્ટ
India News
આ સ્થળો પર ઠંડી પડી શકે છે
જ્યારે રાજ્યમાં ગાંધીનગરમાં 19.3 ડિગ્રી, મહુવામાં 19.6 ડિગ્રી, વડોદરામાં 20.2 ડિગ્રી, નલિયામાં 20.4 ડિગ્રી, કેશોદમાં 20.4 ડિગ્રી,
રાજકોટમાં 21.2 ડિગ્રી, પોરબંદરમાં 21.6 ડિગ્રી,
ડીસામાં 21.9 ડિગ્રી, અમદાવાદમાં 2.2 ડિગ્રી, સુરતમાં 2.2 ડિગ્રી. ભાવનગરમાં 22.9, વલ્લભ વિદ્યાનગરમાં 23.5, ભુજમાં 23.6,
સુરેન્દ્રનગરમાં 24.2, વેરાવળમાં 24.7, દ્વારકામાં 25, કંડલા પોર્ટમાં 25.5,
ઓખામાં 27.2ની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.
ગુજરાતની સ્થિતી
હવામાન વિભાગે આગામી 7 દિવસ સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરતાં હવે દિવાળીના તહેવારમાં વરસાદ નહીં આવે.
આ સાથે હવામાન વિભાગના જણાવ્યાનુસાર પવનની દિશા ઉત્તર-પશ્ચિમ દિશાથી ઉત્તર દિશામાં ફેરવાઇ છે.
આ તરફ અમદાવાદના વાતાવરણમાં રેકોર્ડબ્રેક ગરમી જોવા મળી છે.
જોકે અંબાલાલની આગાહી મુજબ તારીખ 7 થી 10 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે.
17-18 નવેમ્બરે ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી વધશે.
તો 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે.
જેની અસરથી ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે. જેને લીધે રાજ્યમાં હજુ માવઠું થાય તેવી શક્યતા છે.
જેથી તારીખ 7 થી 14 અને 19 થી 22 નવેમ્બર દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડશે.
તો ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વધશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.
આગાહીઓ સૂચવે છે કે ઉત્તર ભારતના લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી.
જ્યારે મધ્ય અને દક્ષિણ ભારતમાં આગામી સપ્તાહમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.
દરમિયાન, દિલ્હી/એનસીઆરમાં લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં ધુમ્મસ હવાની ગુણવત્તાને અસર કરી રહ્યું છે.
પ્રદૂષણનું સ્તર ઊંચું હોઈ શકે ત્યારે સવાર અને સાંજના કલાકોમાં રહેવાસીઓને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.
વરસાદથી પ્રભાવિત વિસ્તારોના નાગરિકોને જાગ્રત રહેવા અને હવામાન સંબંધિત કોઈપણ સંભવિત વિક્ષેપો માટે તૈયાર
રહેવા વિનંતી કરવામાં આવે છે.
READ MORE :
નોટિસ આપ્યા વગર મકાન તોડવાના મામલે સુરત મ્યુનિ. કોર્પોરેશનને હાઈકોર્ટે ફટકાર્યો