સુપ્રીમ કોર્ટે કોમર્શિયલ ડ્રાઈવરોને લઈને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમે લાઈટ મોટર
વ્હિકલ (એલએમવી) ડ્રાઈવિંગ લાઇસન્સ ધારકોને 7500 કિલો (માલ વગર) સુધીના ટ્રાન્સપોર્ટ
વાહનો ચલાવવાની છૂટ આપી દીધી છે. આ ચુકાદાને પગલે હવેથી વીમા કંપનીઓ ક્લેઇમને
લાઈસન્સના પ્રકારના આધારે નકારી નહીં શકે અને લોકોને પણ અલગથી લાઇસન્સ
કઢાવવાની પ્રશાસનની મંજૂરી મેળવવાની મુશ્કેલીમાંથી રાહત મળશે.
મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ
દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમની બેન્ચે ચુકાદામાં નોંધ્યું હતું કે એલએમવી
અને ટ્રાન્સપોર્ટ વાહનો બન્ને સંપૂર્ણ રીતે અલગ નથી. બંને વચ્ચે અંશતઃ સમાનતા જોવા મળે છે.
જેને પગલે 7500 કિલો (માલ વગર) સુધીના ટ્રાન્સપોર્ટ વાહનોને એલએમવી લાઇસન્સ ધારકો
પણ ચલાવી શકશે. જોકે સુપ્રીમે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, જે વાહનોમાં અતી તીવ્રતાવાળા
જોખમકારક પદાર્થોને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યા હોય તેના માટે વિશેષ લાયકાતની જે
જરૂરિયાત હોય છે તેને હટાવવામાં નહીં આવે.એટલે કે સુપ્રીમનો ચુકાદો જોખમકારક માલ
સામાનની હેરફેર કરતા વાહનોને લાગુ નહીં પડે. તેના માટે અગાઉના નિયમો લાગુ રહેશે.
બેન્ચે આ સાથે જ રોડ અકસ્માતોની પણ નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, રોડ સુરક્ષા વૈશ્વિક
સ્તરે અત્યંત ગંભીર મામલો છે. ભારતમાં રોડ અકસ્માતમાં 1.7 લાખથી વધુ લોકોનો મોત થયાં છે.
read more :
India News : વાવાઝોડાની તબાહીનો ખતરો : 9 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, ગુજરાત પર અસર કેટલી?
આ અકસ્માત પાછળનું કારણ બેફામ રીતે વાહન ચલાવવુ, વધુ પડતી સ્પીડમાં વાહન ચલાવવા,
રોડની ડિઝાઇન અને ટ્રાફિક કાયદાઓનો યોગ્ય રીતે અમલ ના થવો મુખ્ય કારણો છે.
આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો, સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવો
કે હેલમેટ ન પહેરવું વગેરેને કારણે પણ અકસ્માતો થાય છે. આ તમામ કારણોમાં ક્યાંય પણ એ
સાબિત નથી થતું કે એલએમવી લાઇસન્સ ધારકો ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવે તો તેને કારણે અકસ્માતો થાય છે.
કોમર્શિયલ વાહન ચાલકોને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ આદેશ આપ્યો છે કે જેમની
પાસે લાઇટ મોટર વ્હીકલ (LMV) લાઇસન્સ છે તેઓ હવે 7,500 કિલો સુધીના વજનના વાહનો ચલાવી શકશે.
ઉલ્લેખનિય છે કે,આ મામલો ત્યારે ચર્ચાનો વિષય બની ગયો હતો જ્યારે અકસ્માત કેસોમાં વીમા કંપનીઓ
તરફથી વળતરના દાવાને લઈને વિવાદો સામે આવવા લાગ્યા હતા. અગાઉ, પરિવહન વાહનો એલએમવી
ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકો દ્વારા ચલાવવામાં આવતા હતા. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની
હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે આ અંગે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે એલએમવી લાયસન્સ
ધારકો માત્ર 7500 કિલો વજનના વાહનો જ ચલાવી શકે છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની
હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચનો આ નિર્ણય વીમા કંપનીઓ માટે મોટો ફટકો છે.
કોર્ટે વીમા કંપનીની દલીલોને ખુલાસો આપ્યો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લાખો લોકો આવા પરિવહન વાહનો ચલાવીને રોજગાર કમાઈ રહ્યા છે
જેનું વજન 7500 કિલોગ્રામથી ઓછું છે. LMV લાઇસન્સ ધરાવતા આવા ડ્રાઇવરો
ડ્રાઇવિંગમાં મહત્તમ સમય પસાર કરે છે. વીમા કંપનીઓ એ બતાવવામાં નિષ્ફળ રહી છે
કે LMV લાયસન્સ ધરાવતા ડ્રાઇવરો ભારે કોમર્શિયલ વાહનો ચલાવતા હોવાને કારણે
અકસ્માતો થઈ રહ્યા છે. કોર્ટે કહ્યું કે માર્ગ સુરક્ષા સમગ્ર વિશ્વ માટે ગંભીર વિષય છે.
ગયા વર્ષે ભારતમાં માર્ગ અકસ્માતમાં 1.7 લાખ લોકોના મોત થયા હતા, પરંતુ એવું ન
કહી શકાય કે માત્ર LMV લાઇસન્સ ધારકો જ આ માટે જવાબદાર છે. સીટ બેલ્ટ, હેલ્મેટ,
વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ, નશો જેવા નિયમોનું પાલન ન કરવું એ
ઘણા કારણો છે જેના કારણે માર્ગ અકસ્માતો થાય છે.સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું
કે, 7500 કિલો વજનના ખાનગી કે કોમર્શિયલ વાહનો વચ્ચે તફાવત કરવો યોગ્ય નથી.
આનાથી વધુ વજન ધરાવતા વાહનો માટે ખાસ લાયસન્સનો નિયમ હોવો જોઈએ.
જો કે, કોર્ટે એમ પણ કહ્યું છે કે લાયસન્સ ઓથોરિટીએ ડ્રાઇવિંગ લાઇસન્સ આપતી
વખતે દરેક નિયમનું પાલન કરવું જોઈએ. કોર્ટનો મતલબ હતો કે ઓથોરિટીએ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવો જ જોઇએ.
read more :
Sagility IPO Day 3 GMP : શું તમારે સેજીલિટીના IPOમાં રોકાણ કરવું જોઈએ?
છઠ પૂજા: આજે નદી કાંઠે સૂર્યાસ્તની થશે પૂજા સૌ પ્રથમ રામ અને સીતા કરી છઠ પૂજા
Hindustan Zinc Share : સરકારની OFSના 2.5% હિસ્સાની ખરીદીથી હિન્દુસ્તાન ઝિંકના શેરમાં 7.5%નો ઘટાડો !