India News
કર્ણાટક હાઈકોર્ટે મસ્જિદની અંદર કથિતરૂપે ‘જય શ્રી રામ’નો સૂત્રોચ્ચાર કરવા મામલે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો.
કોર્ટે બે લોકો સામે પોલીસ દ્વારા દાખલ એફઆઈઆર પણ રદ કરી દીધી.
હાઈકોર્ટે કહ્યું કે મસ્જિદમાં જય શ્રી રામનો સૂત્રોચ્ચાર કરવો એ ખોટું નથી.
જસ્ટિસ એમ. નાગપ્રસન્નાના નેતૃત્વ હેઠળની બેન્ચે આરોપી વ્યક્તિઓની અપીલ પર સુનાવણી કરતાં આદેશ આપ્યો કે મને એ નથી
સમજાતું કે ‘જય શ્રી રામ’નો સૂત્રોચ્ચાર કરવાથી કોઈ સમુદાયની ધાર્મિક લાગણી કેવી રીતે દુભાશે.
મસ્જિદમાં કથિતરૂપે જય શ્રી રામની નારેબાજી કરવાના આરોપમાં આરોપીઓ સામે આઈપીસીની કલમ 295એ હેઠળ આરોપ લગાવાયા હતા.
આ સાથે આઈપીસીની કલમ 447, 505, 506, 34 અને 295એ (ધાર્મિક લાગણી દુભાવવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
હાઈકોર્ટની બેન્ચે તેના ચુકાદામાં કહ્યું કે ફરિયાદી જ કહે છે કે સંબંધિત ક્ષેત્રમાં હિન્દુ અને મસ્લિમો સદભાવના સાથે રહે છે.
બેન્ચે ધ્યાન દોરતાં કહ્યું કે અરજદારો વિરુદ્ધ આગળની કાર્યવાહીની મંજૂરી આપવી એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે.
સુપ્રીમકોર્ટના આદેશનો હવાલો આપતાં બેન્ચે કહ્યું કે કોઈ પણ અને દરેક કાર્ય આઈપીસીની કલમ 295 એ હેઠળ ગુનો નહીં ગણાય.
કર્ણાટક પોલીસે પણ આરોપ મૂક્યો હતો કે આરોપી વ્યક્તિ 24 સપ્ટેમ્બર 2023ની રાત્રે મસ્જિદની અંદર ઘૂસ્યો.
અને જય શ્રી રામની નારેબાજી કરવા લાગ્યો હતો
India News
મસ્જિદોમાં રામ જાપની અસર: એક કાનૂની પરિપ્રેક્ષ્ય
દક્ષિણ કન્નડના રહેવાસી બે વ્યક્તિઓ વિરુદ્ધ ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક સ્થાનિક મસ્જિદમાં ધૂસ્યા.
અને જય શ્રી રામના નારા લગાવ્યા હતાં.
ત્યારે આ ઘટનાને પગેલ પોલીસે તેમની વિરુદ્ધ કેસ દાખલ કરીને Karnataka High Court માં અરજી દાખલ કરી હતી.
ત્યારે તાજેતરમાં Karnataka High Court એ આ અંગે સુનાવણી હાથ ધરી હતી.
તે દરમિયાન Karnataka High Court એ આ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
Karnataka High Court માં સુનાવાણી દરમિયાન આરોપીઓના વકીલે કલમ 295એ મુજબ
જય શ્રી રામના નારા લગાવવા અપરાધિક માનવામાં નથી આવતું,
કારણ કે… કલમ 295એ ઈરાદાપૂર્વક કોઈપણ વર્ગ અને ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલી ભાવનાઓને નુકસાન પહોંચાડતા કૃત્યને
અનુલક્ષે છે.
Karnataka High Court એ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટનું માનવું છે
કે કોઈપણ અને દરેક કૃત્ય આઈપીસીની કલમ 295A હેઠળ ગુનો ગણાશે નહીં.
આ અરજદારો સામે આગળની કાર્યવાહીને મંજૂરી આપવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ અને ન્યાયની કસુવાવડ હશે.