ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડા સરકાર હવે બેકફૂટ પર છે. કેનેડાની સરકારે એક નિવેદન જાહેર કર્યું છે.
જેમાં કહ્યું કે, ‘ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સહિત કેનેડામાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં ભારતના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા હોવાના કોઈ પુરાવા નથી.’કેનેડા સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે,
‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની દેશમાં કોઈપણ પ્રકારની
ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈ ભૂમિકા નથી.’ આ સ્પષ્ટતા કેનેડાના એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ કરવામાં આવી છે.
જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે નિજ્જરની હત્યાનું કથિત કાવતરું ઘડ્યું હતું. પરંતુ હવે કેનેડાની સરકારે આ આરોપોથી
પોતાને દૂર રાખ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેને આ આરોપો અંગે કોઈ પુરાવા મળ્યા નથી. આ સંબંધમાં મીડિયા રિપોર્ટ સંપૂર્ણપણે ખોટો અને શંકાસ્પદ છે.
કેનેડાની સંસદે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને તેની હત્યાના એક વર્ષ પૂર્ણ થવા પર શ્રદ્ધાંજલિ આપી હતી.
આ માટે સંસદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
આ અહેવાલને પણ ભારતે નકારી કાઢ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જમાવ્યું હતું કે, ‘અમે સામાન્ય રીતે
મીડિયાના અહેવાલો પર ટિપ્પણી કરતા નથી. જો કે, કેનેડાના સરકારી સ્ત્રોત દ્વારા અખબારને આપવામાં આવેલા આવા હાસ્યાસ્પદ
નિવેદનોને તે જ તિરસ્કાર સાથે બરતરફ કરવા જોઈએ. અમારા પહેલેથી જ વણસેલા સંબંધોને વધુ નુકસાન પહોંચાડે છે.’
ભારત સરકારે કેનેડિયન અખબાર ધ ગ્લોબ એન્ડ મેલના અહેવાલને સંપૂર્ણપણે ફગાવ્યા છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યા
હતા કે ભારતના વડાપ્રધાન મોદીને હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાના પ્લાન વિશે અગાઉથી જાણકારી હતી. આ અંગે
ભારતે કહ્યું કે આ અમને બદનામ કરવાની ઝુંબેશ છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે સામાન્ય
રીતે મીડિયા રિપોર્ટ્સ પર ટિપ્પણી કરતા નથી. જો કે, આવાં ‘વાહિયાત’ અને હાસ્યાસ્પદ નિવેદનોને નકારીએ છીએ.
રણધીર જયસ્વાલે વધુમાં કહ્યું કે, આવાં ખોટાં નિવેદન આપણા પહેલાંથી જ વણસેલા સંબંધોને વધુ નુકસાન પહોંચાડે છે.
18 જૂન, 2023ની સાંજે, સરે જાહેરમાં ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ ભારત સરકાર પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યા હતા, જેને ભારતે ફગાવી દીધા હતા.
આ પછી બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે આરોપ લગાવ્યો હતો કે કેનેડા ભારતમાં વોન્ટેડ
લોકોને વિઝા આપે છે. તેમણે કહ્યું હતું કે, ‘પંજાબમાં સંગઠિત અપરાધો સાથે જોડાયેલા લોકોનું કેનેડામાં સ્વાગત કરાય છે.’
કંપણીને નિજરના હત્યાની સમસ્યા?
હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. જેની 18મી જૂન 2023ના રોજ કેનેડામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને
હત્યા કરવામાં આવી હતી. કેનેડાએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો, જો કે તે કોઈ પુરાવા આપવામાં નિષ્ફળ
રહ્યું હતું. નિજ્જર મૂળ પંજાબના જલંધરના ભર સિંહ પુરા ગામનો રહેવાસી હતો. NIAએ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.
તેના આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે પણ સંબંધો હતા.કેનેડાના અખબારના અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે
કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ ષડ્યંત્રથી વાકેફ હતા.
નિજ્જરની હત્યાકેસમાં આ પહેલીવાર છે જ્યારે પીએમ મોદી પર સીધા આરોપો લગાવવામાં આવ્યા છે. જો કે રિપોર્ટમાં એવો પણ દાવો
આ પહેલાં બ્રાઝિલમાં G20 સમિટ દરમિયાન પીએમ મોદી અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની એક તસવીર સામે આવી હતી, જે
બાદ માનવામાં આવી રહ્યું હતું કે આ બંને વચ્ચેના સંબંધોમાં જામેલા બરફની પીગળવાની શરૂઆત હોઈ શકે છે.
કરવામાં આવ્યો છે કે કેનેડા સરકાર પાસે આ અંગે કોઈ નક્કર પુરાવા નથી.જો કે, આ મુલાકાતના બીજા જ દિવસે ટ્રુડો સરકારે
ભારતથી આવતા મુસાફરોની સુરક્ષા તપાસ વધારી દીધી હતી. જેના કારણે મુસાફરોને એરપોર્ટ પર કડક સુરક્ષા તપાસમાંથી
પસાર થવું પડે છે. કેનેડિયન ન્યૂઝ એજન્સી સીબીસી અનુસાર, અધિકારીઓએ સુરક્ષા તપાસ વધારવાનું કોઈ કારણ આપ્યું નથી.
READ MORE :
અદાણી ભાઈબંધીના કોન્ટ્રાક્ટ જે રાજ્યોમાં તે રાજ્યોમાં વિપક્ષની સરકાર કેમ છે? રાહુલ ગાંધીએ કર્યો સવાલ
Lamosaic India IPO Day 1 : સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ, GMP, કી તારીખો, આવશ્યક જાણકારી!