ઇઝરાયેલ-ઇરાન
બીજી તરફ, હોંગકોંગનો હેંગસેંગ ૧૦.૨ ટકા અને ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં ૮.૧ ટકાનો વધારો થયો
વોલેટિલિટી ઈન્ડેક્સ VIX ૭.૩ ટકા વધીને ૧૪.૧ થયો
ઇઝરાયેલ-ઇરાન તણાવ વચ્ચે છેલ્લા બે વર્ષમાં ભારતીય શેરબજારના સૂચકાંકોની કામગીરીની
દ્રષ્ટિએ આ સૌથી ખરાબ સપ્તાહ પુરવાર થયું હતું.
જેમ જેમ પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધતો જાય છે અને ક્રૂડ તેલની કિંમતો વધી રહી છે
તેમ તેમ વૈશ્વિક રોકાણકારો જોખમી અસ્કયામતો વેચી રહ્યા છે
દરમિયાન ચીનમાં સરકારી રાહત પેકેજના આધારે બજાર વધવાને કારણે વિદેશી રોકાણકારોનું ચીન તરફ વળવાનું વલણ વધ્યું છે.
સેન્સેક્સ અને નિફ્ટી આ અઠવાડિયે લગભગ ૪.૫ ટકાના નુકસાન સાથે બંધ થયા છે,
જે જૂન ૨૦૨૨ પછીના એક સપ્તાહમાં બેન્ચમાર્ક સૂચકાંકોમાં સૌથી મોટો ઘટાડો છે.
આ સપ્તાહે માર્કેટ કેપિટલાઇઝેશનમાં કુલ રૂ. ૧૭ લાખ કરોડનો ઘટાડો થયો છે.
ઇઝરાયેલ-ઇરાન
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે રોકાણકારો ક્રૂડ
ઈન્ડિયા VIX, બજારની અસ્થિરતાને માપતો ઈન્ડેક્સ ૭.૩ ટકા વધીને ૧૪.૧ થયો. બીજી તરફ,
આ જ સપ્તાહમાં હોંગકોંગનો હેંગસેંગ ૧૦.૨ ટકાના વધારા સાથે અને
ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ૮.૧ ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે રોકાણકારો ક્રૂડ ઓઈલના ભાવને લઈને ચિંતિત છે.
ભારતના કુલ આયાત ખર્ચમાં ક્રૂડ ઓઈલનો મોટો હિસ્સો છે.
જો ઈઝરાયેલ ઈરાનના ઓઈલ પ્લાન્ટ પર હુમલો કરશે તો દરરોજ ૧.૫ મિલિયન બેરલ ઓછુ તેલ બજારમાં પહોંચશે.
રોકાણકારોને ડર છે કે જો આવું થશે તો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સુધી પહોંચવા પર રોક લગાવી શકે છે.
વિશ્વમાં લગભગ એક તૃતીયાંશ તેલ આ માર્ગ પરથી પસાર થાય છે.
વધતા તણાવ સાથે, ક્રૂડ ઓઇલ છેલ્લા છ દિવસમાં ૧૧.૬ ટકા વધીને બેરલ દીઠ ૮૦ ડોલર નજીક પહોંચી ગયું છે.