International News
દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્કે દાવો કર્યો છે કે આગામી ચૂંટણીમાં ટ્રૂડો હારી જશે.
તાજેતરમાં જ અમેરિકામાં પૂરી થયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના ઐતિહાસિક વિજયમાં મસ્કે પ્રચાર અભિયાનમાં વિશેષ ભૂમિકા
ભજવી હતી.
કેનેડામાં ડિસેમ્બર ૨૦૨૫ પહેલાં ફેડરલ ચૂંટણી થવાની છે અને હાલ ટ્રુડોના નેતૃત્વવાળી લિબરલ પાર્ટીમાં તેમણે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
અમેરિકામાં ચૂંટણી પૂરી થયા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરે મસ્કને ટેગ કરીને લખ્યું હતું કે,
ઈલોન મસ્ક અમને ટ્રુડોથી છૂટકારો મેળવવામાં તમારી મદદ જોઈએ છે. મસ્કે જવાબ આપ્યો, આગામી ચૂંટણીમાં તેઓ હારી જશે.
દરમિયાન અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી દુનિયાના અનેક દેશોમાં આનંદ છવાયો છે તો કેનેડા જેવા કેટલાક દેશોમાં તણાવ સ્પષ્ટરૂપે જોવા મળી રહ્યો છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગુરુવારે ટ્રમ્પને વિજયના અભિનંદન આપ્યા હતા.
ત્યાર બાદ ટ્રુડોએ કેનેડા-અમેરિકાના સંબંધો પરની ચિંતાઓ દૂર કરવા માટે એક વિશેષ કેબિનેટ સમિતિની સ્થાપના કરી હતી.
નાયબ વડાપ્રધાન અને નાણાં મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડના નેતૃત્વમાં આ વિશેષ સમિતિમાં વિદેશી બાબતો, જાહેર સુરક્ષા અને ઉદ્યોગોના
મંત્રીઓ સહિત અન્ય ટોચના અધિકારીઓનો સમાવેશ કરાયો છે. આ સમિતિ કેનેડા અને અમેરિકાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આમ પણ અગાઉ ટ્રમ્પ પ્રમુખપદે હતા ત્યારે ટ્રુડોની ટીકા કરી ચૂક્યા છે.
READ MORE :
મસ્કની ટ્વીટ પછી ટ્રુડો વિરુદ્ધ ટ્વીટનું પૂર આવ્યું છે.
ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનું નામ સંડોવવાના પગલે કેનેડા અને ભારતના સંબંધો એકદમ તળીયે ગયા છે.
આવા સમયે ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી કે ટ્રુડો આગામી ચૂંટણીમાં હારી જવાના છે.
ત્યાર પછી માત્ર ભારત જ નહીં કેનેડામાં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ જસ્ટિન ટ્રુડો વિરુદ્ધ ટ્વીટ્સનું જાણે પૂર આવ્યું છે.
યુઝર્સ એ ટ્રુડોની ભારે ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા છે. મસ્કીની ટ્વીટ પછી કેનેડાના અનેક યુઝર્સે તાત્કાલિક ચૂંટણી કરાવવાની માગણી કરી
તો કેટલાક યુઝર્સે મસ્કને કેનેડા ખરીદી લેવાની સલાહ આપી. કેટલાક લોકો એવા પણ હતા જે કહેતા હતા કે તેઓ ચૂંટણીમાં
પીએમ જસ્ટિન ટ્રુડોની વિદાય માટે ૧૧ મહિના સુધી રાહ જોઈ શકે તેમ નથી.
ટ્રુડો સરકારથી જનતા નારાજ, ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે
કેનેડામાં આગામી ચૂંટણી ઓક્ટોબર 2025માં યોજાઈ શકે છે. આમાં ટ્રુડોની લિબરલ પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટી, ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી,
બ્લોક ક્યુબ કોઈન્સ સાથે સ્પર્ધા કરશે અને ગ્રીન પાર્ટી પણ ચૂંટણી લડશે.
બીબીસીના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં મોંઘવારી અને હાઉસિંગ સંબંધિત મુદ્દાઓને લઈને લોકોમાં હતાશા વધી છે.
તેની ઝલક ચૂંટણી સર્વેમાં પણ જોવા મળી છે. ટ્રુડોની લિબરલ પાર્ટીની લોકપ્રિયતા સતત ઘટી રહી છે.
જસ્ટિન ટ્રુડોની સરકારની કામગીરીથી કેનેડિયનો નાખુશ છે. 10 માંથી 7 થી વધુ કેનેડિયન (68%) અસંતુષ્ટ છે.
જ્યારે માત્ર 27% લોકો કહે છે કે તેઓ સરકારની કામગીરીથી સંતુષ્ટ છે. માત્ર 5% લોકોએ કહ્યું કે તેઓ ટ્રુડો સરકારથી ખૂબ સંતુષ્ટ છે.
ટ્રુડો કેનેડામાં આવનારી ચૂંટણીમાં ઘણી મોટી પાર્ટીઓનો સામનો કરશે. જોકે ટ્રુડો લિબરલ પાર્ટી પોતાના નેતૃત્વમાં ચૂંટણી લડવાના પક્ષમાં છે.
તેમાં વિપક્ષી નેતા પિયર પોલિવિયરની કન્ઝર્વેટિવ પાર્ટી અને જગમીત સિંહની આગેવાનીવાળી NDP એટલે કે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નામ સામેલ છે.
તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે, લિબરલ પાર્ટીના ઘણા સાંસદોએ ટ્રુડોને પદ પરથી હટાવવા માટે હસ્તાક્ષર કર્યા હતા.
READ MORE :
International News : ઈઝરાયલને મળ્યો હિઝબુલ્લાહનો ખજાનો , આ ખજાના થી ઈઝરાયલને કઈ રીતે ફાયદો થશે ?
World News : ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં સફળતા કોને મળશે ?, મુસ્લિમ દેશો આપે યહૂદી દેશ સામર્થ્ય