BRICS સમિટ માટે વડા પ્રધાન મોદી રશિયા પહોંચ્યા,
વિશ્વના નેતાઓ સાથે મુલાકાતનું મહત્વ શુ છે
પીએમ મોદી આજે રશિયાના કઝાન શહેરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે.
પાંચ મહિનામાં બંને નેતાઓની આ બીજી મુલાકાત હશે.
જુલાઈ 2024 માં પણ પીએમ મોદીએ પુતિન સાથે ભારત-રશિયાની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરી હતી.
જેમાં પીએમ મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા ઘણા પ્રયાસો કર્યા હતા.
આ ઉપરાંત અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ મુલાકાતના થોડા દિવસો પછી, મોદીએ યુક્રેનની મુલાકાત લીધી અને તેના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી.
બ્રિક્સ સમિટ દરમિયાન પીએમ મોદી તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન અને જિનપિંગ સાથે પણ મુલાકાત થઈ શકે છે.
બ્રિક્સ સમિટ શું છે અને તેનું મહત્વ?
બ્રિક્સ સમિટ એ બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશો એક ગ્રુપ છે.
જેનો ઉદ્દેશ્ય વિકાસશીલ દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવા, સંકલન જાળવી રાખવા, એકબીજા સાથે રાજકીય સંબંધો સુધારવા અને પરસ્પર આર્થિક સહાયતામાં સહકાર આપવાનો છે.
આ વખતે રશિયા 16મી બ્રિક્સ સંમેલનનું આયોજન કરી રહ્યું છે.
READ MORE :
Gujarat News : ધો.10-12ની બોર્ડ પરીક્ષા : પરીક્ષાની ફી મા વધારો એ વાલીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે ?
Hyundai Listing Price : ડી-સ્ટ્રીટ પર હ્યુન્ડાઈ ઈન્ડિયા શેરની આજથી એન્ટ્રી, શું ચમકશે બજાર?
બ્રિક્સ સમિટ રશિયાના કઝાન શહેરમાં 22-23 ઓક્ટોબરે યોજાશે. સંસ્થાના વિસ્તરણ પછી આ પ્રથમ સમિટ છે.
BRICS એ વિશ્વની મુખ્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓને એકસાથે લાવવાનું મહત્વનું જૂથ છે.
આ વર્ષે ઈજિપ્ત, ઈરાન, ઈથોપિયા અને યુએઈ આ સંગઠનમાં જોડાયા છે.
ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું કે તેમનો દેશ બ્રિક્સ સમિટમાં અન્ય 40 નેતાઓ સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ બ્રિક્સ સમિટ માટે રશિયાનો પ્રવાસ રદ કર્યો હતો કારણ કે અકસ્માતમાં તેમની ગરદનમાં ઈજા પહોંચી હતી.
આર્જેન્ટિના અને સાઉદી અરેબિયાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ સરકાર બદલાયા બાદ નકારી કાઢવામાં આવી હતી.
જ્યારે સાઉદી અરેબિયાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન કઝાનમાં તેમના સમકક્ષો અને બ્રિક્સ સભ્ય દેશોના આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી અપેક્ષા છે.
રશિયન રાષ્ટ્રપતિના સહાયક યુરી ઉષાકોવના જણાવ્યા અનુસાર, કાઝાનમાં બ્રિક્સ સમિટમાં 24 દેશોના નેતાઓ અને કુલ 32 દેશોના પ્રતિનિધિમંડળો ભાગ લેશે.
જે તેને રશિયામાં આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી વિદેશ નીતિ ઈવેન્ટ બનાવશે.
પુતિન માટે આ કોન્ફરન્સ વ્યક્તિગત રીતે મહત્વપૂર્ણ છે
કાર્નેગી રશિયા યુરેશિયા સેન્ટરના ડિરેક્ટર એલેક્ઝાન્ડર ગાબુયેવે જણાવ્યું હતું કે, “બ્રિક્સની સુંદરતા એ છે કે તે તમારા પર વધુ પડતી જવાબદારીઓ મૂકતી નથી.”
તેમને તેમણે કહ્યું કે કોન્ફરન્સ દેશ અને વિદેશમાં દર્શાવશે કે “રશિયા ખરેખર એક નવા જૂથનું નેતૃત્વ કરનાર મુખ્ય ખેલાડી છે જે પશ્ચિમી આધિપત્યનો અંત લાવશે.”
રશિયા પશ્ચિમી પ્રતિબંધોને બાયપાસ કરશે
ગાબુયેવે કહ્યું કે રશિયા ભારત અને ચીન જેવા મહત્વના દેશો સાથે વેપાર વધારવા અને પશ્ચિમી પ્રતિબંધોને બાયપાસ કરવાની વાત કરશે.
તેમણે કહ્યું કે ભારત રશિયન માલસામાન માટે એક મહત્વપૂર્ણ બજાર છે.
રશિયા પણ ઇચ્છે છે કે વધુ દેશો પેમેન્ટ સિસ્ટમ પ્રોજેક્ટમાં જોડાય જે વૈશ્વિક બેંક મેસેજિંગ નેટવર્ક ‘સ્વીફ્ટ’નો વિકલ્પ છે
જેથી મોસ્કો પ્રતિબંધોની ચિંતા કર્યા વિના તેના ભાગીદારો સાથે વેપાર કરી શકે છે.
READ MORE :