IT દરોડા
IT વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડ્યાં છે. જેમાં ગુજરાતના મોટા મોટા શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ, મહેસાણા, મોરબી સહિતના શહેરોમાં IT વિભાગે તવાઈ બોલાવી હતી.
અમદાવાદના વૈષ્ણોદેવી ખાતે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.
મહેસાણાના રાધે ગ્રુપ સાથે કનેકશન હોવાથી ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
બિલ્ડર મહેન્દ્ર પટેલ અને ભાગીદારોને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આશરે 2 ડઝનથી પણ વધુ સ્થળોએ IT વિભાગના કર્મચારીઓ ત્રાટક્યા હતા.
મોરબીમાં 2 સિરામિક કંપનીને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.રાજ્યભરમાં કેટલાક બિલ્ડરોની ઓફિસમાં દરોડા પાડ્યાં છે.
મહેસાણાના રાધે ગ્રુપ પર ઈન્કમટેક્સનું સર્ચ હાથ ધરવામાં આવ્યુ છે.
રાધે ગ્રુપના મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારોના ઘરે આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
read more :મહેશગીરી બાપુના આકરા પ્રહાર : પૂર્વ ડે.મેયર ગિરીશ કોટેચા કૌભાંડોની યાદીમાં
મહેસાણાના રાધે ગ્રુપ સાથેના કનેક્શનને લઈ દરોડા પાડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
મોરબીની પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઇટીના દરોડા પાડવામાં આવ્યા છે.
મોરબીની નામચીન તીર્થક ગ્રુપ પર વહેલી સવારે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મોટી માત્રામાં બે નામી વ્યવહાર હાથે લાગે તેવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
70 જેટલી ટીમ આ દરોડાની કામગીરીમાં જોડાઇ હોવાની માહિતી મળી છે. પોલીસ બંદોબસ્ત
સાથે આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ઓફિસ, કારખાના તેમજ તીર્થક
ગ્રુપના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર તપાસ હાથ ધરવામાં આવી છે.
read more :Enviro Infra Engineers IPO તારાઓનો ઉદય! કિંમત કરતાં 49% પ્રીમિયમ સાથે ₹220માં શેર કરે છે