મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના સાંસદ દીકરા શ્રીકાંત શિંદે ચૂંટણીની ઠીક પહેલાં એક મુશ્કેલીમાં ફસાઈ ગયાં છે.
તેમના પર મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં બનેલા મહાકાલ મંદિરના નિયમ તોડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મંદિરનો નિયમ છે કે,
કોઈ શ્રદ્ધાળુ ગર્ભગૃહની અંદર નહીં જઈ શકે અને ન તો અંદર જઈને પૂજા કરી શકે છે,
પરંતુ શ્રીકાંત શિંદેએ આ નિયમ તોડ્યો છે.
શ્રીકાંત શિંદેએ પોતાની પત્ની અને 2 અન્ય લોકોની સાથે ગર્ભગૃહની અંદર જઈને પૂજા કરી.
આ મામલે તેમની સામે કાર્યવાહી પણ થઈ શકે છે. મંદિર પ્રશાસને આ મામલે તપાસ કરવા અને
દોષિત સાબિત થતાં તેમની સામે મોટી કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, ઉજ્જૈન મહાકાલના દર્શન કરતાં સમયે શ્રીકાંત શિંદે,
તેમની પત્ની અને તેમના બે સાથીઓના ફોટો અને વીડિયો વાઈરલ થયા છે.
વીડિયોમાં ચારેય સાંજે 5 વાગ્યે 38 મિનિટ પર મંદિરના ગર્ભગૃહમાં એન્ટ્રી કરતા જોવા મળે છે.
અને મંદિરમાં મહાકાલનો શૃંગાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેઓ શિવલિંગની પાસે બેસીને પૂજા કરતાં જોવા મળે છે.
વીડિયોના આધારે શ્રીકાંત શિંદે પર મંદિરનો નિયમ તોડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
જણાવી દઈએ કે, ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ફક્ત પૂજારી જ એન્ટ્રી કરી શકે છે.
સિવાય કોઈપણ અન્ય વ્યક્તિને ગર્ભગૃહમાં જવાની મંજૂરી નથી. છેલ્લાં એક વર્ષથી આ નિયમ લાગૂ કરવામાં આવ્યો છે
અને તેનું ઉલ્લંઘન કરવા પર કાર્યવાહી કરવામાં આવે છે.
નિયમ મુજબ મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગને 50 ફૂટની દૂરી બનાવીને લોકો દર્શન કરી શકે છે,
પરંતુ ગયા મહિનામાં આ ચોથીવાર થયું છે, જ્યારે કોઈએ આ નિયમ તોડ્યો હોય.
આદેશ છતાં નિયમનું પાલન ન થતાં મંદિરનું પ્રશાસન કડક બન્યું છે.
Read More :
Gold And Silver Prices : સોના અને ચાંદીના ભાવ સોમવારે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો
Gujarat Weather News : ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદ પડશે? જાણો આજનું હવામાન રિપોર્ટ