લવ જેહાદ
સુરતમાં મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતી સાથે બાંધ્યો શારીરિક સંબંધ, રાંદેર પોલીસે પતિ યુસુફ મંડપવાલા અને તેની પત્ની
હબીબા વિરૂદ્ધ ગુનો નોંધ્યો.
સુરતમાં ફરી એકવાર લવ જેહાદની ઘટના સામે આવી છે.
મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો,
યુવતીને ગર્ભ રહી જતા તેણે યુવતીનો ગર્ભપાત પણ કરાવ્યો હતો.
યુસુફ મંડપવાલાએ કમલસિંહ બનીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
ત્યારે યુવતીને ગર્ભ રહી જતા તેણે ગર્ભપાત પણ કરાવ્યો હતો.
યુસુફ મંડપવાલા પરિણીત પણ હતો છતા પણ તેણે યુવતીને જાણ બહાર રાખી તેને વિવિધ લાલચો આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
યુસુફ મંડપવાલાની અન્ય યુવતી સાથે અફેર હોવાની માહિતી તેની પત્નીને હતી.
જો કે, સમગ્ર મામલે યુવતી રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાંદેર પોલીસે પતિ યુસુફ મંડપવાલા અને તેની પત્ની હબીબા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read More : મહેશગીરી બાપુના આકરા પ્રહાર : પૂર્વ ડે.મેયર ગિરીશ કોટેચા કૌભાંડોની યાદીમાં