મહાકુંભમાં ભીડ બાદ પરિવર્તન : VIP પાસ કેન્સલ, વન-વેનો અમલ, અને 5 મહત્વના નિયમો લાગુ

મહાકુંભમાં ભીડ બાદ પરિવર્તન

પ્રયાગરાજના મહાકુંભમાં સંગમ કિનારે નાસભાગની ઘટનામાં 30 શ્રદ્ધાળુઓના મોત બાદ સરકાર હવે કડકાઈ કરી રહી છે.

આ સાથે સરકારે પાંચ મોટા ફેરફાર કર્યા છે. હવે સંપૂર્ણ મેળાના ક્ષેત્રને નો-વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

જેનાથી કોઈપણ વાહનને અંદર જવાની પરવાનગી નહીં મળે. તમામ પ્રકારના વાહનોની એન્ટ્રી પ્રતિબંધિત રહેશે.

સીએમ યોગીએ તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી અને અધિકારીઓની તહેનાતી કરવા સાથે નવા નિર્દેશો પણ જાહેર કર્યા હતા.

આ ફેરફારનો ઉદ્દેશ્ય કુંભમાં ભીડને કાબૂમાં કરવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષિત સુનિશ્ચિત કરવાનો છે.

શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી રહી છે કે તે તંત્રના નિર્દેશોનું પાલન કરે અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થાથી બચવામાં સહયોગ કરે છે.

 

મહાકુંભમાં ભીડ બાદ પરિવર્તન 

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મૌની અમાવસ્યા અમૃત સ્નાન માટે મોડી રાતના થયેલી નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા હતા.

ઘટનાના લગભગ 20 કલાક બાદ વહીવટીતંત્રે ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો જાહેર કર્યો છે. 

પોલીસના ઉચ્ચ અધિકારી (ડીઆઈજી) દ્વારા આપેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં નાસભાગમાં 30 લોકોના મૃત્યુ થયા છે.

મૃતકોમાં 25 લોકોની ઓળખ થઈ ચૂકી છે, જ્યારે પાંચ જણની ઓળખ થઈ શકી નથી.

હાલના તબક્કે ઈજાગ્રસ્ત લોકોની સારવાર ચાલુ છે.

મોડી રાતથી લઈને સવારના અગિયાર વાગ્યા સુધી પરિસ્થિતિ શાંત થયા પછી સાધુસંતોએ સ્નાન કરવાનું શરુ કર્યું હતું.

જ્યારે સૌને ધીરજપૂર્વક સ્નાન કરવાની અપીલ કરી હતી.

સાધુસંતોએ કરેલી અપીલ દ્રારા હેલ્પલાઈન નંબર જારી કરાયો

ઘાયલોની માહિતી માટે વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર 1920 જારી કરવામાં આવ્યો છે.

પ્રયાગરાજ મા ચાલી રહેલા મહાકુંભમાંથી ભાગદોડભાગ ની ઘટના પર વડા પ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

અને તેઓ સતત મુખ્ય પ્રધાન યોગી સાથે સંપર્કમાં છે.

દરમિયાન બનાવ અંગે તમામ રાજકીય પક્ષોએ દુખ વ્યક્ત કર્યું હતું.

જ્યારે બુલંદશહેરમાં મુસ્લિમ સમુદાયના લોકોએ પીડિતો માટે વિશેષ દુઆ માગી હતી.

બન્ને શરીફની મજાર પર ચાદર ચઢાવીને મહાકુંભના પીડિતો અને પરિવારો માટે દુઆ માગી હતી.

દરમિયાન આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે કહ્યું હતું કે કુંભમાં આવનારા લોકોને ગભરાવવાની જરુરિયાત નથી.

થોડા સમય માટે ધીરજ રાખો અને કોઈ ઉતાવળ કરશો નહીં. સતર્ક રહીને આગળ વધો.

મહાકુંભ મા આ 5 મહત્વના ફેરફારો કરાયા છે.

1. નો વ્હિકલ ઝોન – હવે મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ રહેશે 

2. VVIP પાસ રદ –  કોઈ પણ પ્રકારના વિશેષ પાસની મદદથી વાહનને એન્ટ્રી નહીં મળે. 

3. વન-વે – શ્રદ્ધાળુઓની સુચારુ અવર-જવર માટે વન-વે રોડ પોલિસી લાગુ 

4. બોર્ડર પર નાકાબંધી – પ્રયાગરાજ સાથે સંકળાયેલા જિલ્લાઓથી આવતા વાહનોને સરહદે જ અટકાવી દેવાશે. 

5. ફોર વ્હિલર પર બૅન – શહેરમાં ફોર વ્હિલરની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે.

મહાકુંભ મા નાસભાગ બાદ મુખ્યમંત્રી આદિત્યનાથ એ ભીડ ને નિયંત્રણ કરવા માટે  9 વિભાગો વચ્ચે સંકલન જારી કર્યો હતો .

મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને મહા કુંભ મેળાની વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરવા જણાવ્યું છે.

તેમણે કહ્યું કે, બસંત પંચમી માટે એકીકૃત વ્યવસ્થા કરવા માટે દરેક પાસાઓની તપાસ કરવી જોઈએ.

પ્રયાગરાજના હાલના ADG અને DM એ ભક્તોની સુવિધાનું ધ્યાન રાખવું જોઈએ.

 

READ MORE :

અમદાવાદ : રમતગમતને પ્રોત્સાહન આપશે , મનપા દ્વારા 19 ક્રિકેટ મેદાનોનું નિર્માણ, અનેક લોકોની બેઠક વ્યવસ્થા

Business News : દિવાળી પહેલાં રિટેલ ઈન્વેસ્ટર્સ ડરેલા , શેરબજારમાં ધરખમ ઘટાડો, રૂ. 40 લાખ કરોડનું નુકસાન, શું છે કારણ ?

Share This Article