મુસ્લિમ બહુમતી તરફ દોરી જઈ રહ્યું છે મમતા સરકારનું અલ્લાહનું કાવતરું?

કોલકાતા: પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી ફિરહાદ હકીમે કહ્યું હતું કે બંગાળમાં

મુસ્લિમોની સંખ્યા ૩૩ ટકા છે, રાષ્ટ્રીય સ્તરે આ સંખ્યા ૧૭ ટકા છે. આંકડાની

દ્રષ્ટીએ આપણે લઘુમતીમાં આવીએ પરંતુ અલ્લાહની ઇચ્છાથી આપણે એટલા

સશક્ત બની જઇશું કે ન્યાય માટે કેન્ડલ માર્ચ નહીં કાઢવી પડે. આપણે એ સ્થાન

સુધી પહોંચી જઇશું કે આપણો અવાજ આપોઆપ સંભળાવા લાગશે અને

ન્યાય માટેનો જવાબ મળશે. તેમના આ નિવેદન બાદ ભારે વિવાદ થયો હતો

અને ભાજપે મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.  

સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં મુસ્લિમ ન્યાયાધીશોની અછત મુદ્દે વાત કરતા

મમતા સરકારના મંત્રી હકીમે મુસ્લિમ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે

સશક્તિકરણ અને મહેનતથી આ અછતને પણ પુરી કરી શકાય. હકિમના

આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જોકે તેની

ખરાઇ નથી કરાઇ રહી. તેમણે કહ્યું હતું કે અમે માનીએ છીએ કે લઘુમતી

સમાજ અન્ય સમાજ સાથે હાથ મિલાવીને કામ કરી રહ્યો છે અને દેશના

વિકાસમાં સહભાગી થઇ રહ્યો છે. 

 

READ MORE : 

Singapore : ભારતનો ડી. ગુકેશ ચેસ જગતનો ‘રાજા’ : સૌથી નાની વયે વર્લ્ડ ચેમ્પિયન

મંત્રી શરિયા કાયદાનું સમર્થન કરીને મુસ્લિમોને પોતાની રીતે ન્યાય કરવા ભડકાવી રહ્યા છે

ભાજપના આઇટી સેલના ઇન્ચાર્જ અમિત માલવિયાએ હકિમનો વીડિયો શેર

કર્યો હતો અને દાવો કર્યો હતો કે હકિમ કહી રહ્યા છે કે બંગાળ અને ભારતમાં

ટૂંક સમયમાં મુસ્લિમો બહુમતમાં આવી જશે. તેવો દાલો પણ ભાજપના નેતાએ

કર્યો હતો. બીજી તરફ ભારે વિવાદ વચ્ચે મંત્રી ફિરદાહ હકિમે કહ્યું હતું કે હું

સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક અને દેશભક્ત ભારતીય છું. આ દેશ માટેના મારા

પ્રેમ પર કોઇ જ સવાલ ના ઉઠાવી શકે. જોકે હકીમના નિવેદનની ભારે ટિકા

થઇ રહી છે. ભારત સેવાશ્રમ સંઘના પુજારી કાર્તિક મહારાજે કહ્યું હતું કે હકીમ

મુસ્લિમોને શિક્ષિત અને સક્ષત બનાવવાને બદલે સંખ્યા વધારવા માટે ભડકાવી

રહ્યા છે. જ્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે ભાજપ

અને ટીએમસી બન્ને ધર્મ આધારિત ખતરનાક રાજનીતિ કરી રહ્યા છે. ભાજપ

હિન્દુ કટ્ટરવાદીઓને જ્યારે ટીએમસી હિન્દુ અને મુસ્લિમ બન્ને ધર્મના

કટ્ટરવાદીઓને ભડકાવી રહી છે. કોલકાતાના મેયર અને તૃણમૂલ કોંગ્રેસ

સરકારમાં મંત્રી ફિરહાદ હકીમ દ્વારા આપવામાં આવેલા તાજેતરના વિવાદાસ્પદ

નિવેદન પર તૃણમૂલ નેતા કુણાલ ઘોષે કહ્યું કે, CM મમતા બેનર્જીની સરકારમાં

પશ્ચિમ બંગાળમાં તમામ ધર્મના લોકો સન્માન સાથે રહે છે. કુણાલ ઘોષે કહ્યું કે,

‘ફિરહાદ હકીમે અત્યાર સુધી શું કહ્યું છે તેની સંપૂર્ણ વિગતો અમારી પાસે નથી.

તેથી તેમણે જે કહ્યું તેમાંથી એક-બે વાક્યો પસંદ કરીને તેના પર ટિપ્પણી કરવી

યોગ્ય રહેશે નહીં.

CM મમતા બેનર્જીની સરકાર સહિત તમામ ધર્મના લોકો

હિન્દુઓ, મુસ્લિમો અને અન્ય ધર્મો એક જ પ્રકારના સન્માન સાથે રહે છે

અને અમે બધા ધર્મો અને સમુદાયો પ્રત્યે આદર અને સન્માનભાવ રાખીએ છીએ.

અમે હમણાં તેના પર ટિપ્પણી કરીશું નહીં.’કોલકાતાના મેયર ફિરહાદ હકીમ

બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના સૌથી અગ્રણી લઘુમતી નેતાઓમાંના

એક છે. તેઓ CM મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ નેતા પણ માનવામાં આવે છે.

તેઓ વિધાનસભામાં કોલકાતા પોર્ટ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને છેલ્લા ઘણા

સમયથી આ લઘુમતી પ્રભુત્વવાળી બેઠક પરથી સતત જીતી રહ્યા છે. 2011માં

બંગાળમાં પહેલીવાર CM મમતા બેનર્જી સત્તા પર આવ્યા ત્યારથી તેઓ

સતત મંત્રી પદ સંભાળી રહ્યા છે.CM મમતા બેનર્જીના નેતૃત્વમાં સતત ત્રીજી

વખત બનેલી સરકારમાં પણ તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા અને હાલમાં

તેઓ પશ્ચિમ બંગાળ સરકારમાં શહેરી વિકાસ અને મ્યુનિસિપલ અફેર્સ અને

હાઉસિંગના કેબિનેટ મંત્રી તરીકે પણ કામ કરી રહ્યા છે. તેઓ કોલકાતા પોર્ટથી

તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય છે. જ્યારે, CM મમતા બેનર્જી સાથે મતભેદોને

પગલે નવેમ્બર 2018માં કોલકાતાના મેયર પદ પરથી ભૂતપૂર્વ પ્રધાન શોભન

ચેટર્જીએ રાજીનામું આપ્યા પછી, CM મમતાએ મેયરની જવાબદારી ફિરહાદને

સોંપી દીધી હતી. ત્યારથી તેઓ કોલકાતાના 38માં મેયર તરીકે સેવા આપી રહ્યા છે.

READ MORE : 

Hamps Bio IPO Day 1 : નવીનતમ GMP અને સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ

BJPના ‘ED’ સોપ ઓપેરામાં AAPની નવી ‘ટ્વિસ્ટ’: ‘આ રહી બીજી બાજુ’!

 
 
Share This Article
Exit mobile version