માર્ક ઝકરબર્ગે
માર્ક ઝકરબર્ગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો વિવાદ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહ્યો છે.
આ તમામ વિવાદ વચ્ચે મેટા કંપનીએ એક મિલિયન અમેરિકન ડોલર ડોનેટ કર્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ઇલેક્શન જીતતાની સાથે જ મેટા કંપની અને ગૂગલ પર તવાઈ આવી હતી.
ઇલેક્શન જીત્યા બાદથી મેટા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહ્યું છે.
બે અઠવાડિયા પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ અને માર્ક ઝકરબર્ગે એક મીટિંગ કરી હતી.
READ MORE : દ્વારકામાં પાસપોર્ટ-વિઝા કૌભાંડનો પર્દાફાશ, તલાટી મંત્રી સહિત 9ની ધરપકડ
ત્યાર બાદ આ પૈસા ડોનેટ કર્યા હોવાની ચર્ચા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાલમાં જ એક ફોટો શેર કરવામાં આવ્યો છે.
આ ફોટોમાં તેઓ બન્ને હાથ મિલાવતા જોવા મળી રહ્યાં છે, પરંતુ એ વિશેની કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી.
હાલમાં જ એક રિપોર્ટ મુજબ એવી ચર્ચા છે કે અમેરિકામાં ટેક કંપનીઓ વિશે પોલિસી કેવી હોવી જોઈએ .
એ માટેના એડમિનિસ્ટ્રેશનમાં માર્ક ઝકરબર્ગ પણ ભૂમિકા ભજવશે એવી ચર્ચા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની પ્રાઇવેટ મીટિંગ બાદ આ ચર્ચા ચાલી રહી છે.
તેમ જ એ મીટિંગના થોડા દિવસ બાદ માર્ક ઝકરબર્ગની કંપનીએ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના ફંડમાં એક મિલિયન ડોલર ડોનેટ કર્યા છે.
READ MORE :
Surat : સુરતની 6 વર્ષની મીરાને 12 ટેકનિકથી પેઇન્ટિંગના માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં નોંધ
AHMEDABAD NEWS: ગુજરાત ભાજપમાં ભડકો: દિલ્હીથી નિયમો પર આવ્યો મોટો આદેશ