માઉન્ટ આબુમાં દારૂ પર પ્રતિબંધ
ગુજરાતીઓનું મનપસંદ રાજસ્થાનના પ્રખ્યાત પર્યટન સ્થળ માઉન્ટ આબુ ચર્ચાનો વિષય બન્યું છે.
મંગળવારે 11 માર્ચ એ વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
ગુજરાતની નજીક આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ બદલવાની વિધાનસભામાં માંગ કરવામાં આવી છે.
રાજસ્થાન વિધાનસભામાં મંત્રી ઓટારામ દેવાસીએ આ માંગ કરી છે.
માઉન્ટ આબુમાં દારૂ પર પ્રતિબંધ આ સાથે જ મંત્રીએ માંસ-દારૂના વેચાણ પર પણ રોક લગાવવાની અપીલ કરી છે.
રાજસ્થાન રાજ્ય સરકારના મંત્રી ઓતારામ દેવાસીએ વિધાનસભા ગૃહમાં માઉન્ટ આબુનું નામ બદલીને ‘આબુ રાજ તીર્થ’ કરવાની માંગ કરી હતી.
આ ઉપરાંત તેને પવિત્ર તીર્થસ્થાન ગણાવીને ત્યાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની પણ અપીલ કરી હતી.
આ માંગણી બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
માઉન્ટ આબુનુ ધાર્મિક મહત્વ
રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાતું માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણ છે.
દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે.
આ દરમિયાન મંત્રી ઓતારામ દેવાસીએ વિધાનસભામાં નામ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
અને કહ્યું કે, સિરોહી જિલ્લાનો આ પર્વત પ્રાચીન સમયથી સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર રહ્યો છે.
પહેલા આ સ્થળ ‘આબુ રાજ તીર્થ’ તરીકે જાણીતું હતું. પરંતુ, પાછળથી તેનું નામ બદલીને માઉન્ટ આબુ રાખવામાં આવ્યું હતું.
અબુ રાજ તીર્થ એક પવિત્ર સ્થળ છે જ્યાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. તેથી તેને ફરીથી તેના પ્રાચીન નામથી ઓળખવું જોઈએ.
READ MORE :
માઉન્ટ આબુમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ
ગૃહ મંત્રી ઓતારામ દેવાસીએ આબુનું નામ બદલવાની સાથે ત્યાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે.
તેમણે કહ્યું કે ગુરુ શિખર, દેલવારા જૈન મંદિર, અર્બુદા માતા મંદિર, ભગવાન દત્તાત્રેય મંદિર સહિત ઘણા ધાર્મિક સ્થળો અહીં આવેલા છે.
આવી સ્થિતિમાં આ સ્થળને પવિત્ર તીર્થસ્થાન જાહેર કરવું જોઈએ.
મંત્રીએ કહ્યું કે માઉન્ટ આબુમાં ખુલ્લેઆમ દારૂ અને માંસ વેચાય છે, જે ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.
આવી પ્રવૃત્તિઓ પર સખત પ્રતિબંધ મૂકવો જોઈએ.
માઉન્ટ આબુનું નામ બદલવા અને દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ પર હવે સરકારના પ્રતિભાવની રાહ જોવાઈ રહી છે.