National Film Awards 2024
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આ એવોર્ડ સમારોહમાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજી (IICT)ના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી.
વિજય કિરાગન્દુર અને ચલુવે ગૌડા દ્વારા સ્થપાયેલ હોમ્બલે ફિલ્મ્સ, કર્ણાટકમાં એક અગ્રણી પ્રોડક્શન હાઉસ છે.
KGF અને કંટારા જેવી હિટ ફિલ્મો માટે જાણીતો, સ્ટુડિયો વધુ ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઉજવણી કરે છે.
કંતારાએ શ્રેષ્ઠ અભિનેતા અને આરોગ્યપ્રદ મનોરંજન પ્રદાન કરતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ મેળવ્યો,
જ્યારે કેજીએફ ચેપ્ટર 2 એ શ્રેષ્ઠ કનન્ડ ફિલ્મ અને શ્રેષ્ઠ સ્ટંટ ની કોરિયોગ્રાફી મેળવી.
National Film Awards 2024
આ એવોર્ડસ મા મિથુન ચક્રવર્તી, કરણ જોહર, એઆર રહેમાન, નીના ગુપ્તા સહિત ઘણા કલાકારે નેશનલ ફિલ્મ એવોર્ડમાં હાજરી આપી.
ઈજાગ્રસ્ત હોવાના કારણે મિથુન ચક્રવતી એ હાથ પર પટ્ટી બાંધીને સમારોહમાં આવ્યા હતા
જેમણે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવતી વખતે પોતાના જીવનના સંઘર્ષ અંગે વાતચીત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે તેમણે ડાન્સને પોતાની મુખ્ય કળા બનાવીને ફિલ્મોમાં કામ કર્યું
અને દેખાવથી ઉપરવટ વધુને વધુ ફિલ્મોમાં કામ કરીને અભિનય ક્ષેત્રમાં કાઠું કાઢ્યું.
ગુલમહોરને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવૉર્ડ મળ્યો હતો જે સ્વીકારવા માટે ડાયરેક્ટર અને અભિનેતા રિષભ શેટ્ટી આવ્યા હતા.
ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન 2’ ને બેસ્ટ તમિલ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
આ એવોર્ડ મેળવવા માટે દિગ્દર્શક મણિરત્નમ આવ્યા હતા.
વિશાલ ભારદ્વાજને ફિલ્મ ‘ફુરસત’ માટે શ્રેષ્ઠ મ્યુઝિક ડાયરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
એ આર રહેમાનને નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ એ આર રહેમાન નો સાતમો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે.
સન્માનિત થનાર ફિલ્મો અને કલાકારોની યાદી નીચે મુજબ છે
અત્તમ”ને હિન્દી ફિલ્મ “ગુલમોહર” સાથે સંયુક્ત રીતે એડિટિંગ કેટેગરીમાં અને પટકથા આનંદ એકર્શી માં શ્રેષ્ઠ હોવા બદલ પણ પુરસ્કાર
આપવામાં આવ્યો હતો.
અને બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ સતીશ કૃષ્ણનને “થિરુચિત્રમ્બલમ”માં તેમના કામ માટે આપવામાં આવ્યો હતો.
“ગુલમહોર” ને બેસ્ટ હિન્દી ફિલ્મ નો એવોર્ડ પણ મળ્યો, જ્યારે નિકી જોશી ને “કચ્છ એક્સપ્રેસ” માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડીઝાઈનર નો એવોર્ડ મળ્યો.
પવન રાજ મલ્હોત્રાને ફીચર ફિલ્મ્સ કેટેગરીમાં “ફૌજા” માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા અને નીના ગુપ્તાને “ઉંચાઈ: ઝેનિથ” (હિન્દી) માટે શ્રેષ્ઠ
સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.
“ફૌજા” ને પણ ડેબ્યુ ફિલ્મ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ જાહેર કરવામાં આવી હતી.
એવોર્ડ સમારોહ મા મિથુન ચક્રવર્તીની ભાવનાત્મક પ્રતિક્રિયા
અભિનેતા મિથુન ચક્રવર્તીએ પત્રકારો સાથે મુલાકાત કરતાં તેમણે કહ્યું હતું કે, ‘આ બહુ મોટું સન્માન છે.
ભગવાનનો આભાર. મને ગમે તેટલી તકલીફો સહન કરવી પડી, એવું લાગે છે કે ભગવાને મને વ્યાજ સાથે પાછું આપ્યું છે.’
આ વખતે વર્ષ 2022ની ફિલ્મો માટે એવોર્ડ આપવામાં આવ્યા હતા.
આ વખતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં પ્રાદેશિક સિનેમાનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું.
મલયાલમ ફિલ્મ અટ્ટમને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
READ MORE :