નેશનલ અને સ્ટેટ હાઇવે પર
જી.એસ.આર.ટી.સી દ્વારા બસના ભાડાના ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ત્યારબાદ હવે નેશનલ હાઇવે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં રૂ. પાંચ થી 40 સુધીનો વધારો કરાયો
છે.
આ ભાવ વધારો પહેલી એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગૂ કરાશે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, અમદાવાદ-વડોદરા વચ્ચે નેશનલ હાઇવે 48, પાલનપુર નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે.
જે 31 માર્ચે રાતે 12 વાગ્યે દિવસ પૂરો થતાં જ એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે.
1 એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર ટોલના ભાવમાં વધારો થવાથી વાહનચાલકોના મુસાફરી ખર્ચમાં વધારો થશે.
જે મોંઘવારીના સમયમાં તેમના માટે વધુ એક બોજ સાબિત થઈ શકે છે.
નેશનલ અને સ્ટેટ હાઇવે પર
આ નવા ટોલના દર આગામી નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ લાગુ થઈ જશે
અમદાવાદ – વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વે ટોલ ટેક્સમાં વધારો થતાં હવે કાર-જીપ ચાલકે રૂપિયા 135ના બદલે 140 રૂપિયા ચૂકવવા પડશે.
રિટર્નમાં રૂપિયા 205ના બદલે રૂપિયા 215, એલસીવીના રૂપિયા 220ના બદલે 230, રિટર્નમાં રૂપિયા 330ના બદલે રૂપિયા 345
અને બસ-ટ્રકના ચાલકે રૂપિયા 465ના બદલે રૂપિયા 480 અને રિટર્નમાં 720ના બદલ 760 રૂપિયા પડશે.
વડોદરાથી આણંદના કારના રૂ.50ના બદલે હવે રૂ.55 અને નડિયાદના રૂ.70ના બદલે રૂ.75 ચૂકવવા પડશે.
નેશનલ હાઇવે 48 ઉપર રઘવાણજ ટોલ પ્લાઝા ખાતે કાર – જીપના હવે રૂ.110 અને એલસીવીના રૂ.175 અને બસ ટ્રકના રૂ.360 ચૂકવવા પડશે.
જ્યારે વાસદથી વડોદરાના કાર – જીપના રૂ.160, એલસીવીના રૂ.245 અને બસ ટ્રકના રૂ.505 ચૂકવવા પડશે.
પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઇવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે.
જે 31 માર્ચે રાતે 12 વાગ્યે દિવસ પૂરો થતાં જ એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે.
RBI નો મહત્વપૂર્ણ નિર્ણય : ATM થી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારાની મંજુરી આપી
અન્ય કઈ જગ્યાએ ટોલ ટેક્સમાં વધારો થયો
કરનાલના ઘરૌંડા ટોલ પ્લાઝામા વધારો થશે.અહીં ટોલના ભાવમાં 5 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
નવા દર મુજબ, હવે કાર, જીપ અને વેન માટે એક તરફનો ટોલ 195 રૂપિયા હશે, જ્યારે આવવા-જવાનો ટોલ 290 રૂપિયા રહેશે.
આ ઉપરાંત, માસિક પાસ માટે તમારે હવે 6425 રૂપિયા ચૂકવવા પડશે.
ઘરૌંડા ટોલના દરમાં વધારો થવાથી દિલ્હીથી ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર તરફ જતા વાહનોને સીધી અસર થશે.