નવમા ધોરણના ભારતીય મૂળના વિદ્યાર્થીએ AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવીન શોધ કરી, અમેરિકાના યુવા વિજ્ઞાનિકોમાં અગ્રેસર બન્યા !

15 11 04

નવમા ધોરણના ભારતીય મૂળના વિદ્યાર્થીએ AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવીન શોધ કરી અમેરિકાના યુવા વિજ્ઞાનિકોમાં અગ્રેસર બન્યા આપણા ભોજન,

ફળ અથવા ફૂડ પ્રોડક્ટમાં ઘણીવાર ખતરનાક જંતુનાશકના અંશ હાજર હોય છે. જેની શોધી કાઢવા માટે 14 વર્ષના સિરીશ સુભાષે એક મશીન બનાવ્યું છે.

પોતાની આ શોધ માટે સુભાષને અમેરિકાના ટોપ યુવા વિજ્ઞાનીનો ખિતાબ મેળવ્યો છે. જ્યોર્જિયા દેશના સ્નેલવિલામાં રહેતા ભારતીય મૂળનો

સુભાષ નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે મલ્ટીનેશનલ કંપની 3M અને ડિસ્કવરી એજ્યુકેશનના મિનેસોટાના સેન્ટ પૉલમાં આયોજિત

પ્રમુખ મિડલ સ્કૂલ વિજ્ઞાન સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બન્યો છે.  સુભાષે બનાવેલું આ નાનકડું ડિવાઇસ આપણાં ફળ, શાકભાજી અથવા અન્ય ફૂડ પ્રોડક્ટમાં જંતુનાશકના અંશ છે કે નહીં તેની જાણકારી આપશે.  જ્યોર્જિયામાં રહેતા ભારતીય મૂળના 14 વર્ષીય સિરીશ સુભાષે PestiSCAND નામથી ડિવાઇસ બનાવ્યું છે,

જે જંતુનાશકોને શોધવામાં સક્ષમ છે. સુભાષે પોતાની ટેકનિક માટે ખાદ્ય તેમજચ ઔષધિ પ્રશાસન (FDA)ના ડેટાનો ઉપયોગ કર્યો,

જેમાં કહેવામાં આવ્યું કે, 70.6 ટકા ઉત્પાદન ખોરાકમાં જંતુનાશકના અવશેષો હોય છે. 

 

88

 

અલ્ઝાઇમર અને પાર્કિસન્સ રોગથી બચાવશે

મળતી માહિતી મુજબ, જ્યોર્જિયાના સ્નેલવિલેમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતાં સિરીશ સુભાષે મિનેસોટાના સેન્ટ પૉલમાં દેશની

પ્રમુખ મિડલ સ્કૂલ વિજ્ઞાન સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બન્યો હતો.

સુભાષે કહ્યું કે, જંતુનાશકના અંશ મસ્તિષ્ક કેન્સર, લ્યુકેમિયા, અલ્ઝાઇમર અને પાર્કિસંસ જેવા રોગોનું કારણ બની શકે છે. 

આ પ્રોજેકટ મા  ડિવાઈઝ ની એક્યૂરેસી   85 ટકાથી પણ વધુ આવી હતી .

સિરીશ સુભાષે જણાવ્યું કે, મારા પ્રોજેક્ટનું નામ પેસ્ટીસ્કેન્ડ (PestiSCAND) છે. આ એક એવું ડિવાઇસ છે.

જે તમામ લોકોને ઘરે પોતાની ખાદ્ય ચીજવસ્તુઓ પરં જંતુનાશકનો અંશ છે કે નહીં તે જણાવે છે.

જંતુનાશકના અવશેષ સામાન્ય રીતે ફૂડ પ્રોડક્ટને ખરાબ કરી દે છે, જે સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે.

પેસ્ટીસ્કેન્ડની એક્યૂરેસીની તપાસ કરવા માટે સુભાષે પાલક અને ટામેટા પર જંતુનાશકના અવશેષની ઓળખ કરનવા માટે એઆઈ બેઝ્ડ હેન્ડ હેલ્ડ જંતુનાશક ડિટેક્ટરનો ઉપયોગ કર્યો. ડિવાઇઝની એક્યૂરેસી 85 ટકાથી વધુ આવી.

87

READ  MORE  :

 

International News : ઈઝરાયેલના હુમલાની સંભાવનાથી આખી દુનિયામાં ભયનું વાતાવરણ સર્જાશે તેવી અપેક્ષા છે !

City Union Bank Share : બેન્કનો ચોખ્ખો નફામાં 1.6% નો અંદાજીત વધારા સાથે રૂ. 285 કરોડ, આવકમાં 8% નો વધારો થયો છે !

International News : કેનેડાની આગામી ચૂંટણીમાં ટ્રુડો સરકારના પરાજયની આગાહી એલન મસ્ક દ્વારા કરવામાં આવી છે !

 

આ સ્પર્ધા  એ  યુવા ટેલેન્ટ માટે 17 વર્ષથી ચાલે છે 

સાઇન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM)ના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટને સામે લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા

માટે છેલ્લા 17 વર્ષથી અમેરિકામાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

સ્પર્ધા કરાવનાર કંપની 3M ના ઈવીપી અને ચીફ પબ્લિક અફેર્સ ઓફિસર ટોરી ક્લાર્કે જણાવ્યું કે, 3M આવા ટેલેન્ટને શોધી તેમને પ્રોત્સાહન આપે છે. 

આ સ્પર્ધા મા વિજેતા થનાર ને 25  હજાર ડોલર આપવામા આવે છે .

14 અને 15 ઓક્ટોબરે આયોજિત આ સ્પર્ધામાં સિરીશ સુભાષે અમેરિકાના ટોપ યુવા વિજ્ઞાનીનો ખિતાબ જીત્યો છે.

તેને પોતાની જીત માટે 25 હજાર ડોલર રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.

બીજા નંબર પર ઓરગૉનના મિનુલા વીરસેકરા અને ન્યૂયોર્કથી આઠમાં ધોરણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી વિલિયમ ટેને ત્રીજો નંબર મેળવ્યો છે.

બીજો અને ત્રીજો નંબર મેળવનાર વિજેતાને 2 હજાર ડોલરનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

 

READ MORE :

 

International News : ઈરાનના સુપ્રીમ લીડરની ધમકી , જો ઈઝરાયેલ હુમલો કરશે તો તેના પર હજારો મિસાઈલો છોડી ને તબાહી મચાવીશુ !

કેનેડાના PM જસ્ટિન ટ્રુડો રાજકીય સંકટની ચપેટમાં આવ્યા, 10 વર્ષ માટે પ્રવાસી વિઝા રદ કર્યા !

 
Share This Article
Exit mobile version