દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાના સનસનીખેજ આરોપ લગાવાયા છે.
અમેરિકામાં બુધવારે દાખલ એક કેસમાં તેમના વિરુદ્ધ પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં ભારતીય અધિકારી
ઓને 25 કરોડ ડૉલર (આશરે 2236 કરોડ રૂપિયા)ની લાંચ આપવાની તૈયારી બતાવી હતી. હવે આ મામલે દેશભરમાં ચર્ચાનો
વિષય બની ગયો છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. વિપક્ષોનું કહેવું છે કે, ‘અદાણી
સામેના લાંચના આરોપોની CBI તપાસ થવી જોઈએ. તેમની ધરપકડ કરવામાં આવે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ
નિવેદન આપવું જોઈએ. આ ભારતની પ્રતિષ્ઠાનો મામલો છે.’ તો બીજીતરફ અદાણી ગ્રૂપે પણ આ મામલે નિવેદન આપ્યું છે.
વિપક્ષી પક્ષોએ ગુરુવારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામેના આરોપોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે અને
આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) તપાસની માંગ કરી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અદાણીની
તાત્કાલિક ધરપકડ કરવાની અને પૂછપરછ કરવાની માંગ કરી છે, તો બીજીતરફ અદાણી ગ્રૂqપે અમેરિકી અધિકારીઓ દ્વારા
કરાયેલા લાંચના આરોપો પાયાવિહોણા ગણાવ્યા છે, તેમણે ઉમેર્યું હતું કે જૂથ દ્વારા તમામ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે.
read more :
International News : ટ્રમ્પ અને મસ્કની પ્રતિબિંબિત કીર્તિનો લાભ લેતા ટ્રમ્પ
અમેરિકાના પ્રોસિક્યુટર અને SEC દ્વારા ગૌતમ અદાણી સહિત તેમની પેટા કંપની ગ્રીન એનર્જીના બોર્ડ સભ્યો
વિરુદ્ધ 250 મિલિયન ડૉલરની છેતરપિંડી અને લાંચના આરોપો પર કોંગ્રેસના અધ્યક્ષ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ
ગૌતમ અદાણીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા માંગ કરી છે. ગૌતમ અદાણીના રૂ. 2000 કરોડના કૌભાંડ અંગે
રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ‘હવે તો અમેરિકાએ પણ અદાણી વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. અદાણીએ
ભ્રષ્ટાચાર કરીને મિલકતો ઊભી કરી છે. તેઓ ભાજપનું સમર્થન કરે છે અને આ બધું જ જગજાહેર છે. આમ છતાં,
હિન્દુસ્તાનમાં અદાણી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય કારણ કે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે.
મોદીજી કહે છે કે, દેશમાં કોઈ ક્રાઇમ કરે તો જેલમાં ધકેલી દઈશું. હવે તો અમેરિકન એજન્સી કહે છે કે, અદાણીએ ગુનો કર્યો છે,
લાંચ આપી છે, ભારતમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે, અદાણીએ ઊંચા ભાવે વીજળી આપી છે. તો પણ તેમને કશું થતું નથી અને
વડાપ્રધાન ઇચ્છે તો પણ કંઈ કરી શકે એમ નથી કારણ કે, ભાજપનું સંપૂર્ણ ફંડિંગ અને ફંડિંગ સ્ટ્રક્ચર અદાણીના હાથમાં છે.
અદાણીએ હિંદુસ્તાનને હાઇજેક કરી લીધું છે, હિંદુસ્તાન અદાણીની પકડમાં છે.’અદાણી કેસમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન
ખડગેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે X પર પોસ્ટ કર્યું છે કે, ‘જ્યારે ટોચના ભારતીય ઉદ્યોગપતિ પર અન્ય દેશ આરોપ લગાવે છે,
ત્યારે તેના કારણે દેશની છબી બગડે છે. વડાપ્રધાન મોદી અને અદાણી દ્વારા ઉભી કરાયેલી મૂડીવાદીઓ, સમાધાનકારી
અમલદારો અને કેટલાક રાજકારણીઓની સાંઠગાંઠની તપાસ કરવી જોઈએ અને તેનો નાશ કરવો જોઈએ. આ સાંઠગાઠના
કારણે આપણા લોકો, ગરીબ અને મધ્યમ વર્ગ, મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો, MSME, સ્ટાર્ટઅપ્સ અને કરોડો નાના અને
મધ્યમ છૂટક રોકાણકારોને ગંભીર રીતે નુકસાન થાય છે, કારણ કે આવા લોકો બચત અને તકોને છીનવીને અસમાનતા વધારે છે.’
અદાણી ગ્રૂપે કહ્યું કે તે છેતરપિંડી સામે કાયદાકીય કાર્યવાહી કરશે
અદાણી ગ્રૂપની પેટા કંપની અદાણી ગ્રીન પર રૂ. 265 મિલિયન ડૉલરની લાંચ અને છેતરપિંડીના આરોપ અદાણી ગ્રૂપે
ફગાવી દીધા છે. અદાણી ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને SEC દ્વારા અદાણી
ગ્રીનના ડિરેક્ટર્સ વિરુદ્ધ મૂકાયેલા તમામ આરોપો પાયાવિહોણા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે લખ્યું છે કે, તમામ
આરોપો શંકાસ્પદ છે. આરોપીને ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે, જ્યાં સુધી તે દોષિત સાબિત ન થાય. હવે અમે
કાયદાકીય ઉકેલોના વિકલ્પના માર્ગે આગળ વધીશું. અદાણી ગ્રૂપે હંમેશા તમામ કાયદા અને નીતિનિયમોનું પાલન કર્યું છે.’
અદાણી ગ્રૂપે ખાતરી આપતાં કહ્યું છે કે, ‘અમે તમામ બિઝનેસ કામગીરીમાં પારદર્શકતા રાખી છે, નિયામકની
જોગવાઈઓના પાલન પ્રત્યે હંમેશા પ્રતિબદ્ધ છીએ. અમે અમારા તમામ સ્ટેકહોલ્ડર્સ, ભાગીદારો અને કર્મચારીઓને
ખાતરી આપીએ છીએ કે, અમે કાયદાનું પાલન કરતું ઑર્ગેનાઇઝેશન છીએ. અમે તમામ કાયદાને અનુસરીને જ કામગીરી કરીએ છીએ.’
યુએસ સિક્યોરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ તેમજ અમેરિકાના પ્રોસિક્યુટરે અદાણી ગ્રીનના બોર્ડ સભ્યો પર અમેરિકાના રોકાણકારો
સાથે 250 મિલિયન ડૉલરની છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. અદાણી ગ્રૂપ પર આરોપ છે કે, તેઓ 265 મિલિયન ડૉલરનો બૉન્ડ
ઇશ્યૂ લાવીને ફંડ ભેગું કરવા માંગતા હતા. આ ફંડનો ઉપયોગ તેઓ કથિત રીતે ભારતના અધિકારીઓને લાંચ આપવા કરવાના
હતા કારણ કે, અદાણી ગ્રીનને એક પ્રોજેક્ટ મેળવવો હતો. આ ફંડ ભેગું કરવામાં પણ અદાણી ગ્રૂપે નીતિનિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
અમેરિકામાં પોતાની કંપનીને સૌર એનર્જી પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ અપાવવા ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડૉલર(આશરે
રૂ. 2236 કરોડ)ની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. આ માટે અદાણી ગ્રૂપે અમેરિકાના રોકાણકારોને આ
કોન્ટ્રાક્ટના માધ્યમથી 20 વર્ષમાં બે અબજ ડૉલરથી વધુ નફાના વચન અને ખોટા દાવા કરીને લોન-બૉન્ડ્સ દ્વારા ફંડ ઉઘરાવ્યા હતાં.
read more :
AI જનરેટેડ ઑડિયો ટેપના આધારે ભાજપનો સુપ્રિયા સામે આક્ષેપ, ભડક્યા વિવાદો
‘રોકડ વહેંચવા હું અમૂર્ખ નથી’: કેશ ફૉર વોટ કાંડમાં ફસાયેલા વિનોદ તાવડેની દલીલ