Panchmahal News
વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા પવિત્ર યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરીની ઘટના થઇ હતી.
જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સીની મદદથી વિદુર ચંદ્રસિંહ વસાવા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.
જે મુળ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુરનો વતની છે.
તેની પાસેથી 78 લાખની રકમના સોનાના છ હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ પણ જપ્ત કરાયા છે.
આ ઘટનાને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ચોરીની ઘટના બાદ મંદિરના વહિવટી તંત્ર દ્વારા મંદિરના શુદ્ધિકરણ માટે મંદિરના દ્વાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચોરીની ઘટના બાદ તંત્ર દ્વારા મંદિરના શુદ્ધિકરણનો લેવામાં આવ્યો છે.
જેથી આવતીકાલે (8 નવેમ્બર) સાંજના 4 વાગ્યાથી 9 નવેમ્બર સવારે 6 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.
આ દરમિયાન પૂજારીઓ દ્વારા મંદિરના શુદ્ધિકરણ માટે પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પ્રક્ષાલન વિધિમાં મંદિરની સંપૂર્ણ સાફ-સફાઇ કરવામાં આવે છે.
માતાજીની પૂજા અર્ચનામાં જે સોના-ચાંદીના વાસણો વપરાય છે તેની પણ સાફ સફાઇ કરવામાં આવે છે.
પ્રક્ષાલન વિધિમાં મંદિર પરિસરને નદીઓના નીરથી ધોવામાં આવે છે.
માતાજીના શણગારના સોના-ચાંદીના દાગીઓને મંદિરના પવિત્ર જળથી ધોવામાં આવે છે.
જોકે આરતી અને મંદિરના સમય ફેરફારને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ નથી.
READ MORE :
Ahmedabad News:ચીફ જસ્ટિસના નામે ખેલ, વૃદ્ધને ડિજિટલી બંધક બનાવ્યો, 1.26 કરોડની છેતરપિંડી
વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરી થઈ હતી.
મંદિરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. આ મામલે પાવાગઢ પોલીસે તપાસ હાથ ધરી હતી.
તપાસનેઅંતે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સીની મદદથી વિદુર ચંદ્રસિંહ વસાવાની ધરપકડ કરવામાં આવી છે.
જે મુળ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુરનો વતની છે.
તેની પાસેથી 78 લાખની રકમના સોનાના છ હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ પણ જપ્ત કરાયા છે.
આરોપીએ ચોરી કરેલો સામાન એક ટ્રકમાં સંતાડ્યો હતો તેવો ખુલાસો થયો છે.
પોલીસ પુછપરછમાં આરોપીએ દાવો કર્યો છે કે તેણે પહેલીવાર જ ચોરી કરી છે.
આ તમામ મુદ્દે સવાલ એ થાય છે કે, મંદિરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા છે.
સીસીટીવી કેમેરા અને પોલીસનો બંદોબસ્ત હોવા છતાં ચોર મંદિરમાં પ્રવેશ્યો કેવી રીતે?
અને ચોરીને અંજામ આપી ભાગવામાં પણ સફળ કેવી રીતે થયો? આ સમગ્ર ઘટના મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા કરે છે.
પાવગઢ મંદિર ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે.
પાવગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરવા જતા યાત્રાળુઓની સુવિધા માટે રોપ-વે ઉપલબ્ધ છે.
આ રોપ-વેની સમય-સમય પર મેન્ટેનન્સી કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે આ
વખતે 6 દિવસ સુધી મેન્ટેનન્સી કામગીરી હાથ ધરાશે. જેથી 10 ઓગસ્ટ સુધી રોપવે સેવા બંધ રહેશે.
પાવાગઢ ખાતે તારીખ 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી
માટે પાવગઢમાં 6 દિવસ સુધી રોપ-વે સેવા બંધ રાખવાનું ઉષા બ્રેકો કંપની દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ રોપ-વે સેવા રાબેતા મુજબ ચાલું થઈ જશે. જોકે, આ દરમિયાન
ભક્તો ડુંગર ચડીને માતાજીના દર્શન કરવા જઈ શકશે.
READ MORE :
ટ્રમ્પે જીતતાં યુદ્ધમાં જોડાયેલા દેશના રાષ્ટ્રપતિને ચિંતાના ઓથાર, સૈન્ય મદદ બંધ થઈ તો રમત પતી!
International News : ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાહનો સફાયો કરવા પુતિનની યુક્તિઓમાંથી શીખી શકે છે!