પીએમ મોદી આજે ઓટો એક્સપોનું ઉદ્ઘાટન કરશે, 100થી વધુ વાહનોના લોન્ચનો ઉત્સવ

પીએમ મોદી

ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025 ની બીજી આવૃત્તિ 17 જાન્યુઆરીથી શરૂ થશે, જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે.

આ એક્સ્પો દેશના ઓટોમોબાઈલ અને મોબિલિટી ઉદ્યોગને નવી દિશા આપવાનું વચન આપે છે.

ઓટોમોબાઇલ્સ, કમ્પોનન્ટ પ્રોડક્ટ્સ અને અત્યાધુનિક ટેકનોલોજીમાં 100 થી વધુ નવા લોન્ચ થવાની અપેક્ષા છે.

આ કાર્યક્રમ ૧૭ થી ૨૨ જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હી, દ્વારકા અને ગ્રેટર નોઈડાના વિવિધ સ્થળોએ યોજાશે.

૧૯ થી ૨૨ જાન્યુઆરી દરમિયાન, ઇન્ડિયા કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એક્સ્પો ૨૦૨૫ ની પ્રથમ આવૃત્તિ પણ ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટ

ખાતે યોજાશે.

બાંધકામ સાધનો, ટેકનોલોજી અને ધિરાણ સંબંધિત ઉદ્યોગો માટે આ એક મુખ્ય પ્લેટફોર્મ હશે.

આ એક્સ્પો ભારતના ગતિશીલતા અને ઓટોમોટિવ ક્ષેત્રને એક નવું પરિમાણ આપશે.

એટલું જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની ટેકનોલોજીકલ અને નવીનતા ક્ષમતાઓનું પ્રદર્શન પણ કરશે.

આ મોબિલિટી એક્સપો એ કયા યોજાઈ રહયો છે ?

આ વખતે એક્સ્પો ત્રણ મુખ્ય સ્થળોએ નવી દિલ્હી મા ભારત મંડપમ , દિલ્હી મા દ્રારકા યશોભૂમિ અને ગ્રેટર નોઈડામા ઈન્ડિયા એક્સ્પો સેન્ટર

અને માર્ટ ખાતે યોજાશે.

ભારતનો પ્રીમિયર મોટર શો, દ્રિવાર્ષિક ઓટો એકસપો એ હવે ઈન્ડિયા મોબિલિટી એકસપો સાથે જોડાયો છે.

ગ્રેટર નોઈડામા ઈન્ડિયા એકસપો સેન્ટર અને માર્ટ મા એક દાયકા થી વધુ સમય પછી તેના મૂળ સ્થાન અગાઉ પ્રગતિ મેદાન પર પાછા ફરશે.

વાણિજય અને ઉધોગ મંત્રાલય ના સમર્થન થી આ એકસપો નુ આયોજન એ ઉધોગ સંગઠનો દ્રારા કરવામા આવી રહયુ છે.

આ એકસપો મા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ , ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેકચરર્સ એસોસિયશન ઓફ ઈન્ડિયા ,

ઈન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સ , ઓટોમોટિવ ટાયર મેન્યુફેકચરર્સ એસોસિયશન , ઈન્ડિયન સ્ટીલ એસોસિયશન , મટીરિયલ રિસાયકલિગ

એસોસિયશન ઓફ ઈન્ડિયા અને CII નો સમાવેશ થાય છે.

આ એકસપો મા 5100 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ ભાગ લેશે અને વિશ્રવભર માથી પાંચ લાખ થી વધુ લોકો ભાગ લે તેવી શકયતા છે.

ટાટા મોટર્સ પર  નજર રહેશે

ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025માં આજે રજૂ થનારા તમામ નવા ઉત્પાદનોમાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર મારુતિ સુઝુકીની

ઈ વિટારા, હુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રિક, એમજી સાઇબરસ્ટર અને સુઝુકી ઈ એક્સેસ હોઈ શકે છે.

આ ઉપરાંત લક્ઝરી કાર બનાવતી કંપનીઓ મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયા, બીએમડબલ્યુ ઈન્ડિયા, પોર્શ ઈન્ડિયા પણ તેમની પ્રોડક્ટ રજૂ કરશે.

ટાટા મોટર્સ અને વીઈ કોમર્શિયલ વ્હીકલ્સ તેમના વ્હીકલ લાવશે. ટુ વ્હીલર સેગમેન્ટમાં હીરો મોટોકોર્પ અને સુઝુકી ઈન્ડિયા પર નજર રહેશે.

 

પીએમ મોદી

READ  MORE  :

લાખો ઉમેદવારો માટે રાહત: ગૌણ સેવા પસંદગી મંડળ ટૂંક સમયમાં કરશે મહત્વની જાહેરાત

 

આ એકસપો  મા ઈલેકટ્રીક વાહનો એ લોકપ્રિય બનશે 

પેસેન્જર વ્હીકલ માર્કેટ લીડર એ મારુતિ સુઝુકી તેની પહેલી ઈલેકટ્રીક વ્હીકલ SUV E VITARA  નુ અનાવરણ કરશે .

અને હરીફ હયુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ પહેલા  દિવસે ક્રેટા EV લોન્ચ કરશે.

મર્સિડીઝ-બેન્ઝ તેની EQS મેબેક SUV અને ક્લાસિક EV મોડેલ રજૂ કરશે.

BMW તેની i7 ઇલેક્ટ્રિક કાર સાથે નવી ટેકનોલોજીનું પ્રદર્શન કરશે..

દેશબંધુ એ BME  અને BMW X3 લોન્ચ કરવા અને ઓલ ઈલેકટ્રીક  BMW I7  નુ પ્રદર્શન કરશે .

ભારત મોબિલિટી ગ્લોબલ એકસપો 2025 એ  40 થી વધુ ઇલેક્ટ્રિક અને અન્ય વાહનોનું લોન્ચ થવાની અપેક્ષા છે.

 

READ  MORE  :

 

મહાકુંભમાં મૌની અમાવસ્યા : 10 કરોડ ભક્તોની ભવ્ય આગમનની આશા , CM યોગી દ્વારા વ્યવસ્થાઓ પર નજર

Uttar Pradesh : CM યોગી આદિત્યનાથ દ્વારા 46 IAS અધિકારીઓની બદલી, સંજય પ્રસાદને ગૃહ વિભાગનું જવાબદારી સોંપાયું

ટૂંક સમયમાં દેશને વધુ એક એક્સપ્રેસવેની ગિફ્ટ મળશે, જે ત્રણ રાજ્યોને જોડશે

Share This Article