શ્રીલંકાથી પીએમ મોદીને મળ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકા સરકારે શ્રીલંકા મિત્ર વિભૂષણ સન્માનથી નવાજ્યા હતા.
શ્રીલંકાના જે દેશો સાથે સંબંધ સારા હોય તે દેશના વડાના આ સન્માન આપવામાં આવે છે.
ભારતના શ્રીલંકા સાથે સારા સંબંધ છે. પીએમ મોદીને વિદેશ દ્વારા એનાયત થયેલો આ 22મો પુરસ્કાર છે.
આના બાદ પીએમ મોદી અને શ્રીલંકાના રાષ્ટ્ર પ્રમુખ અનુરા દિસાનાયકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતુ.
તેમણે કહ્યું, આજે રાષ્ટ્રતિ દિસાનાયકે દ્વારા શ્રીલંકા મિત્ર વિભૂષણથી સન્માનિત કર્યા તે ગૌરવની વાત છે.
આ માત્ર ભારતનું જ નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ઐતિહાસિક સંબંધો અને ગાઢ મિત્રતાનું સન્માન છે.
ભારત એ શ્રીલંકા સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઉભું છે.
શ્રીલંકાથી પીએમ મોદીને મળ્યું
શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમાર દિસાનાયકે કહ્યું, ભારત અને શ્રીલંકા વચ્ચે ખૂબ ઊંડો સંબંધ છે.
બંને દેશો વચ્ચે ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધ છે અને લાંબા સમયથી આ સંબંધ ચાલ્યો આવે છે.
અમારા સંબંધો પરસ્પર સન્માન મૂલ્યો અને સમાન હિતો પર આધારિત છે.
સ્વતંત્રતા ચોક ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર અને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.
શ્રીલંકાની આ તેમની ચોથી મુલાકાત હતી.
આ વખતે પીએમ મોદીને શ્રીલંકા મિત્ર વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
ગુજરાતનો ઉલ્લેખ કર્યો
પીએમ મોદીએ કહ્યું કે ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓ જૂના આધ્યાત્મિક અને સ્નેહપૂર્ણ સંબંધો છે.
મને તમને જણાવતા આનંદ થાય છે કે 1960માં ગુજરાતના અરવલ્લીમાં મળેલા ભગવાન બુદ્ધના અવશેષોને જાહેર દર્શન માટે શ્રીલંકા મોકલવામાં
આવી રહ્યા છે.
ભારત ત્રિંકોમાલીમાં તિરુકોણેશ્વરમ મંદિરના જીર્ણોદ્ધારમાં મદદ કરશે.
ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો પરસ્પર વિશ્વાસ અને સદ્ભાવના પર આધારિત છે.
READ MORE :
RBI દ્વારા રૂ.10 અને 500ની નવી નોટોની જાહેરાત, તો જૂની નોટોનું શું થશે?
પીએમ મોદીને આટલા વિદેશી સન્માન મળેલા છે.
ગયા મહિને મોરેશિયસના વડા પ્રધાન નવીનચંદ્ર રામગુલામે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશનો સર્વોચ્ચ નાગરિક પુસ્કાર
‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ સ્ટાર એન્ડ કી ઓફ ઈન્ડિયન ઓશન’થી સન્માનિત કર્યાં હતા.
નરેન્દ્ર મોદી મોરેશિયસનું સર્વોચ્ચ સન્માન મેળવનાર પાંચમા વિદેશી નાગરિક હતા.
ડિસેમ્બર 2024 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કુવૈતે પોતાના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ મુબારક અલ-કબીરથી સન્માન કર્યું હતું.
નવેમ્બર 2024માં નાઇજીરીયાએ બીજા સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર’ થી નરેન્દ્ર મોદીને સન્માનિત કર્યાં હતાં.
ડોમિનિકાએ પણ 2024માં વડાપ્રધાન મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતાં
નવેમ્બર 2024 માં જ પીએમ મોદીને ગુયાનાના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ એક્સેલન્સ’ થી નવાજવામાં આવ્યા હતા.
આ સન્માન પીએમ મોદીને મહામારી દરમિયાન તેમના યોગદાન અને કેરેબિયન દેશો સાથેના સંબંધોને પ્રોત્સાહન આપવાના તેમના નેતૃત્વ
માટે આપવામાં આવ્યું હતું.
READ MORE :
PM મોદી BIMSTEC સમિટમાં ભાગ લેશે, ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી મજબૂત બનશે
શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર ટ્રમ્પની મોટી કાર્યવાહી, 10,000 કર્મચારીઓની છટણીની તૈયારી