PM મોદીએ સંસદના શિયાળુ સત્ર પહેલાં જણાવ્યું હતું કે અમુક લોકો રાજકીય સ્વાર્થ માટે હોબાળો કરે છે…

લોકસભા ચૂંટણી બાદથી અત્યાર સુધી દેશનો રાજકીય માહોલ ઘણો બદલાઈ ગયો છે. પરંતુ તેમ છતાં વિપક્ષી પાર્ટીના જે પ્રકારના તેવર છે,

તેનાથી સ્પષ્ટ છે કે સોમવાર એટલે કે આજથી શરૂ થતું શિયાળુ સત્ર પણ હંગામેદાર રહેશે. આ શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા વડાપ્રધાન

મોદી સંસદની બહાર પહોંચ્યા ત્યારે તેમણે પત્રકારોને સંબોધ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે આ વખતે સંસદનું શિયાળું સત્ર ઠંડુ જ રહેશે.

તેમણે વિપક્ષ સામે આરોપ મૂક્યો કે અમુક લોકો તેમના રાજકીય સ્વાર્થ માટે સંસદમાં હોબાળો કરે છે અને સંસદની કાર્યવાહીમાં

અવરોધ પેદા કરે છે. તેઓ સંસદને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. પ્રજા આવા હોબાળો કરનારા લોકોને નકારી રહી છે.

સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં મીડિયા સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને સંસદમાં સ્વસ્થ ચર્ચા

કરવાની અપીલ કરી હતી. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે સંસદમાં ચર્ચા ન થવા દેવાનો આરોપ લગાવ્યો. વડાપ્રધાને કહ્યું કે ‘

આ વર્ષ 2024નો છેલ્લો સમયગાળો છે.’ દેશ 2025ને પૂરા જોશ અને ઉત્સાહ સાથે આવકારવાની તૈયારી કરી રહ્યો છે. સંસદનું

આ સત્ર ઘણી રીતે ખાસ છે.

 

 

read more :

ઇમરાનની પ્રતિષેધ રેલી પહેલા ઇસ્લામાબાદ “તાળાબંધ”; સત્તાવાળાઓએ ચુસ્ત પગલાં લીધાં

લોકોનું સંસદને નિયંત્રણ: સંપૂર્ણ અવલંબ ટીમ

વડાપ્રધાને કહ્યું, ‘આવતીકાલે બંધારણ સભામાં દરેક લોકો આ બંધારણના 75મા વર્ષની ઉજવણીની શરૂઆત કરવા માટે

એકસાથે આવશે. બંધારણ ઘડતી વખતે, બંધારણના ઘડવૈયાઓએ દરેક મુદ્દા પર ખૂબ જ વિગતવાર ચર્ચા કરી, ત્યારે જ

આપણને આવો ઉત્તમ દસ્તાવેજ મળ્યો છે. તેનું મહત્ત્વનું એકમ આપણા સાંસદો અને આપણી સંસદ પણ છે. સંસદમાં

તંદુરસ્ત ચર્ચા થવી જોઈએ, વધુને વધુ લોકોએ ચર્ચામાં સહયોગ આપવો જોઈએ. પરંતુ, કમનસીબે અમુક લોકોએ પોતાના

રાજકીય સ્વાર્થ મુઠ્ઠીભર લોકો સંસદને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે. જેને પહેલાથી જ જનતાએ નકારી દીધા છે. તેમનો હેતુ

તો સંસદની ગતિવિધિ રોકવાથી વધારે સફળ નથી થતો અને દેશની જનતા તેમના વ્યવહારને જુએ છે અને જ્યારે સમય આવે છે,

ત્યારે સજા રપણ આપે છે. સૌથી વધુ દુઃખની વાત છે કે, જે નવા સાંસદ નવા વિચાર અને નવી ઉર્જા લઈને આવે છે, તેમના

અધિકારોને અમુક લોકો ગબોચી દે છે. ગૃહમાં તેમને બોલવાની તક નથી મળતી.’વડાપ્રધાને વિપક્ષ પર વધુ પ્રહાર કરતાં કહ્યું

કે, લોકતાંત્રિક પરંપરામાં દરેક પેઢીનું કામ આગામી પેઢીને તૈયાર કરવાનું હોય છે, પરંતુ જે લોકોને 80-90 વખત જનતા દ્વારા

સતત નકારવામાં આવ્યા છે, તેઓ ન તો સંસદમાં ચર્ચા થવા દે છે અને ન તો લોકશાહીની ભાવનાનું સન્માન કરે છે. તેઓ

લોકોની આકાંક્ષાઓને સમજી શકતા નથી. પરિણામ એ છે કે તેઓ ક્યારેય જાહેર જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરતા

નથી. આ કારણે જનતાએ તેમને વારંવાર નકારી દે છે.

 

 

સંભવિતને અનલૉક કરવું: વક્ફ સંશોધન બિલની અંદરના 16 બિલ

હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી અને ઘણા રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ બાદ,

સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે, જે 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ રાજ્યોના ચૂંટણી પરિણામોની અસર

પણ સત્રમાં જોવા મળશે. સંસદ સત્રના સુચારૂ સંચાલન માટે રવિવારે મળેલી સર્વપક્ષીય બેઠકમાં સત્રની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, સરકારે સત્ર માટે લગભગ 16 બિલોને સૂચિબદ્ધ કર્યા છે. જેમાં વકફ સંશોધન બિલ

અને પંજાબ કોર્ટ સંશોધન બિલનો સમાવેશ થાય છે. આ સાથે સત્ર દરમિયાન એક રાષ્ટ્ર-એક ચૂંટણી સંબંધિત બિલ પણ લાવી શકાય છે.

આ અંગે સરકાર પહેલેથી જ સંકેત આપી ચૂકી છે.સત્રના સુચારૂ સંચાલન માટે રવિવારે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં

વિરોધી પાર્ટીઓએ જે પ્રકારે અદાણી અને મણિપુર હિંસા જેવા મુદ્દા પર ચર્ચાની માગ કરી છે, તેના પરથી કહી શકાય કે શિયાળુ સત્રમાં હોબાળો

જરૂર થશે. સરકારે પણ સત્ર દરમિયાન વક્ફ સંશોધન, એક રાષ્ટ્ર-એક ચૂંટણી જેવા આશરે 16 ખરડા લાવવાનો સંકેત આપી દીધો છે.

જેમાં વક્ફ સંશોધન અને એક રાષ્ટ્ર-એક ચૂંટણીને લઈને પહેલાંથી જ પ્રમુખ વિપક્ષી પાર્ટીઓ સાથે સંઘર્ષ થઈ રહ્યો છે.

રિજિજુએ કહ્યું કે, સરકાર નિયમો અનુસાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. તે નથી ઈચ્છતી કે ગૃહનો સમય જરાય વેડફાય.

આ દરમિયાન, વકફ સુધારા સંશોધન પર જગદંબિકા પાલના નેતૃત્વમાં રચાયેલ જેપીસી પણ સત્રના પ્રથમ અઠવાડિયાના છેલ્લા દિવસે પોતાનો રિપોર્ટ સોંપશે.

 

read more :

શાહરૂખ ખાન રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલના પ્રેમ અને યુદ્ધમાં કેમિયો કરશે

પાકિસ્તાનના શેરબજારનો ઈન્ડેક્સ 100000 ના આંકને સ્પર્શવાની નજીક

 

Share This Article
Exit mobile version