સ્વ-પરિવર્તન દ્વારા
એમ.એસ.યુનિવર્સિટીનો ૭૩મો પદવીદાન સમારોહ આજે ચીફ ગેસ્ટ વગર યોજવામાં આવ્યો હતો.
પૂર્વ પીએમ મનમોહનસિંહના નિધનના પગલે રાજકીય શોકના કારણે સમારોહમાં હાજર નહીં રહેનાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની જગ્યાએ
આજે ચાન્સેલર શુભાંગિનીદેવી ગાયકવાડે દિક્ષાંત પ્રવચન કર્યું હતું.તેમણે મહારાજા સયાજીરાવના શબ્દોને ટાંકીને કહ્યું હતું કે,
તમામ સફળતાના પાયામાં શિક્ષણ રહેલું છે અને આજે અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓને જોઈને આ વાત કેટલી મહત્વની છે તે સમજી શકાય છે.
જોકે વિદ્યાર્થીઓએ સફળતાને બીજી રીતે પણ મૂલવવાની છે. સંપત્તિ પ્રાપ્ત કરવી જ સફળતા નથી.
પરંતુ બીજાના જીવનમાં તમારા કાર્યોથી સકારાત્મક બદલાવ લાવવો પણ સફળતા છે.
વ્યક્તિગત રીતે સફળ થવાની સાથે સાથે સમાજનું ભલું પણ કરવું જોઈએ.
તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપતા કહ્યું હતું કે, અત્યારનો સમય શિક્ષણ જગત માટે બદલાવનો સમય છે.
શિક્ષણમાં ભારતીયતાને પાછી લાવવા માટે કામ થઈ રહ્યું છે.
ત્યારે આપણે તમામ પ્રકારના મતભેદો ભુલીને દેશ હિતને સૌથી પહેલા પ્રાથમિકતા આપવી પડશે.
તમારી શીખવાની સફર અહીંયા પૂરી નથી થતી. શિક્ષણનો અર્થ માત્ર ડિગ્રી લેવાનો નથી.
શિક્ષણનો અર્થ આખી જિંદગી સતત શીખતા રહેવાની પ્રક્રિયા છે.
આશા છે કે, તમે જ્યાં પણ જશો ત્યાં એમ.એસ.યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસેડર બનીને રહેશો.
સ્વ-પરિવર્તન દ્વારા
READ MORE :
દરમિયાન આજના પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના ૧૩૬૮૨ વિદ્યાર્થીઓને ડિગ્રી અને ૧૯૫ વિદ્યાર્થીઓને ગોલ્ડે મેડલ એનાયત કરવામાં
આવ્યા હતા.
વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ૨૦૨૫થી ટેકનોલોજી ફેકલ્ટીમાં એવિએશન એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ શરુ કરવામાં આવશે.
સાથે સાથે બાયોકેેમેસ્ટ્રી વિભાગમાં આંતરરાષ્ટ્રીય સ્તરની એક લેબોરેટરી શરુ કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.
આગામી દિવસોમાં ફાર્મસી ફેકલ્ટીના નવા બિલ્ડિંગનુ લોકાર્પણ થશે.
સાથે સાથે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને હવે દર વર્ષે તા.૫ સપ્ટેમ્બરે શિક્ષક દિવસે પદવીદાન સમારોહનું આયોજન કરવાનો નિર્ણય
લેવાયો છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પાંચ સપ્ટેમ્બરે પદવીદાન સમારોહ યોજવાનો ઠરાવ સિન્ડિકેટમાં થયેલો છે.
પણ આ નિર્ણય અમલ કરવામાં સત્તાધીશો હજી સુધી સફળ થયા નથી.
READ MORE :
Cold wave in North India : ઉત્તર ભારતમાં શીત લહેરનો કહેર, ગાઝિયાબાદમાં શાળાઓ 30મી સુધી બંધ
ભાજપના ધારાસભ્યએ મંડલ પ્રમુખની નિમણૂકમાં નિયમોના ભંગની રજૂઆત કરી