ટેકનિકલ ખામીઓના કારણે સુનીતા વિલિયમ્સના પરત મિશનનું લોન્ચ સ્થગિત

By dolly gohel - author
ટેકનિકલ ખામીઓના કારણે સુનીતા વિલિયમ્સના પરત મિશનનું લોન્ચ સ્થગિત

ટેકનિકલ ખામીઓના કારણે

અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની ધરતી પર વાપસી ફરી એકવાર અટકી ગઈ છે.

અંતરિક્ષમાં 9 મહિનાથી ફસાયેલી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીને લઈને મોટી આશા હતી.

અમેરિકાની સ્પેસ એજન્સી નાસ સુનીતાની વાપસી સુનિશ્ચિત કરવા માટે ક્રૂ-10 નામનું સ્પેસશિપ લોન્ચ કરવાનું હતું.

પરંતુ, ટેક્નિકલ ખામીના કારણે ક્રૂ-10 નું લૉન્ચિંગ ટાળવું પડયુ છે.

NASA એ કહ્યું કે, ક્રૂ-10માં હાઇડ્રોલિક સિસ્ટમમમાં તકલીફના કારણે લૉન્ચિંગ રોકવું પડયુ છે.

ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી સુનીતાની વાપસી માટે ક્રૂ-10 મહત્ત્વપૂર્ણ છે ,કારણકે તેનો હેતુ ક્રૂ-9 ની જગ્યા લેવાનું છે.

ક્રૂ-9 દ્વારા જ અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસમાં ગયા હતાં.

નાસાએ પહેલાં જ કહ્યું હતું કે, ક્રૂ-9 આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) થી ત્યારે જ પરત આવી શકે છે, જ્યારે ક્રૂ-10 અંતરિક્ષમાં લૉન્ચ થઈ જાય. 

ટેકનિકલ ખામીઓના કારણે સુનીતા વિલિયમ્સના પરત મિશનનું લોન્ચ સ્થગિત
ટેકનિકલ ખામીઓના કારણે સુનીતા વિલિયમ્સના પરત મિશનનું લોન્ચ સ્થગિત

ઈલોન મસ્કને આ જવાબદારી સોંપાઈ હતી.

સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીમાં ખુદ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રસ લઈ રહ્યાં છે.

તેમણે સ્પેસ એક્સના માલિક ઈલોન મસ્કને આ જવાબદારી સોંપી છે.

ટ્રમ્પે થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે, બાઈડેને સુનીતા અને બુચ વિલ્મોરને અંતરિક્ષમાં જ છોડી દીધાં છે.

પરંતુ, મેં તેમને પરત લાવવા માટે ઈલોન મસ્ક સાથે વાત કરી છે અને મસ્કે આ માટે પોતાની સંમતિ પણ આપી છે.

ત્યારબાદ મસ્કની કંપની સ્પેસ એક્સે આ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને ક્રૂ-10 લૉન્ચ કરવાનું હતું.

પરંતુ, હવે તેનું લૉન્ચિંગ પણ ટાળવામાં આવ્યું છે.

 

READ MORE :

NASAએ જાહેર કરી સુનીતા વિલિયમ્સની અવકાશમાંથી પૃથ્વી પર પરત આવવાની તારીખ

ટેકનિકલ ખામીઓના કારણે

ટેકનિકલ ખામીઓના કારણે સુનીતા વિલિયમ્સના પરત મિશનનું લોન્ચ સ્થગિત
ટેકનિકલ ખામીઓના કારણે સુનીતા વિલિયમ્સના પરત મિશનનું લોન્ચ સ્થગિત

ક્રૂ-10 એ હવે ક્યારે લૉન્ચ થશે ?

NASA અનુસાર, હવે ક્રૂ-10 ગુરૂવારે 17 માર્ચ લૉન્ચ થઈ શકે છે.

જોકે, આ તારીખ પણ નક્કી નથી અને હવામાન સહિત અન્ય પાસાઓ પર ધ્યાન આપવું જરૂરી છે.

ક્રૂ-10, સ્પેસએક્સની હ્યુમન સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનું 10મું ક્રૂ રોટેશન મિશન છે.

સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગત 5 જૂને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગયા હતાં.

તેમણે એક અઠવાડિયા બાદ પરત ફરવાનું હતું.

પરંતુ, બોઇંગ સ્ટારલાઇનરમાં ગડબડના કારણે તે બંને ત્યાં ફસાઈ ગયા છે.

બંને એસ્ટ્રોનૉટ્સ બોઇંગ અને નાસાના જોઇન્ટ ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર અંતરિક્ષમાં ગયા હતાં.

ત્યારબાદ તેમને પરત લાવવાનો પ્રયાસ શરૂ છે. 

 

READ MORE :

એક દિવસમાં ‘X’ સર્વિસ ત્રણ વખત ડાઉન, યુક્રેનમાથી સાયબર હુમલો થયાનો આરોપ

લલિત મોદી સામે સખત કાર્યવાહી વનુઆતુના PM એ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.