સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ
અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર આપવાના આદેશનો અમલ કરવામાં મોડુ થવા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી.
સાથે જ સુપ્રીમ કોર્ટે રોડ પરિવહન મંત્રાલયના સચિવને વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્પષ્ટીકરણ કરવા માટે નોટિસ પાઠવી છે.
સુપ્રીમે કહ્યું હતું કે અમારો આદેશ છતા કેન્દ્ર સરકાર દ્વારા કેશલેસ સારવારને લઇને યોગ્ય પગલા લેવામાં નિષ્ફળ રહી છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ. ઓકા અને ઉજ્જલ ભુઇયાંની બેંચ દ્વારા મામલાની સુનાવણી કરવામાં આવી હતી.
અકસ્માત સમયે પીડિતોને કેશલેસ સારવારની સુવિધા મળી રહે તે માટે સુપ્રીમ કોર્ટે આ વર્ષે જ જાન્યુઆરીમાં આદેશ આપ્યો હતો.
જોકે તેનો અમલ ના થતા સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ
સુપ્રીમે કહ્યું હતું કે 8 જાન્યુઆરીના અમે આદેશ આપ્યો હોવા છતા આ યોજનાને લાગુ નથી કરવામાં આવી.
જે ન માત્ર કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે સાથે સાથે એક લાભકારી કાયદાને લાગૂ કરવામા પણ મોડુ છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તરફથી હાજર એડિ. સોલિસિટર જનરલ વિક્રમજીત બનર્જીને કહ્યું હતું કે મોટર વહીકલ કાયદો સરકારનો જ છે.
જો કેશલેસ સારવાર સુવિધાની આ યોજનાનો અમલ ના થયો તો લોકો જીવ ગુમાવી શકે છે.
સુપ્રીમે રોડ પરિવહન મંત્રાલયના સચિવને 28મી એપ્રીલે હાજર થઇને સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો છે.
READ MORE :
ટ્ર્મ્પનો મોટો નિર્ણય : ભારત સહિત અનેક દેશોમા ટેરિફ ધટાડવા અંગેની ચર્ચા
આ પહેલા આઠ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો.
મોટર અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજના તૈયાર કરવામાં આવે.
જેથી અકસ્માતના શરૂઆતના મહત્વના સમય ગોલ્ડન સમયે પીડિતોને તાત્કાલીક સારવાર મળી રહે.
કોર્ટે સરકારને ૧૪ માર્ચ સુધી યોજનાનો અમલ કરવા કહ્યું હતું.
ગોલ્ડન સમય તેને માનવામાં આવે છે કે જ્યારે અકસ્માતના એક કલાકમાં જ પીડિતને સારવાર આપી શકાય કે જેથી તેનો જીવ બચાવી શકાય.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે સરકારને આ યોજના ઘડીને તેનો અમલ કરવા માટે પુરતો સમય આપ્યો છે.
આ સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટે મોટર વહીકલ કાયદાની કલમ 162(2) હેઠળ આ આદેશ આપ્યો હતો.
READ MORE :
સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો, સંતાનોને સંપત્તિમાંથી બેદખલ કરવા પર મોટી વાત
RBI નો મહત્વપૂર્ણ નિર્ણય : ATM થી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારાની મંજુરી આપી