Surat
સુરતનાં હજીરાના AMNS કંપનીમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી.
આગમાં ચાર કર્મચારીઓનાં મોત નિપજ્યાનાં પણ સમાચાર મળી રહ્યા છે.
કોરેક્સ-2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયા પછી આગ લાગી હતી. પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે.
આગ લીફ્ટ સુધી પહોંચી ગઈ હતી. આગનાં કારણે કર્મચારીઓ લીફ્ટમાં ફસાયા હતા.
આ ઘટનામાં AMNSના પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો છે. AMNSના કોરેક્સ પ્લાન્ટને બંધ કરાવી દેવાયો હતો.
જેમાં ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ દ્વારા ક્લોઝર અપાયુ હતું.
READ MORE :
ખેડૂતો માટે નવા વર્ષની ભેટ : સરકાર દ્રારા ફર્ટિલાઈઝર પર સબસિડી આપવાની જાહેરાત
Bigg Boss 18 : સલમાન ખાને બિગ બોસ 18 હોસ્ટ કરતી વખતે તેણે અંગત તણાવ વ્યક્ત કર્યો હતો
Surat
આ ઉપરાંત સુરક્ષાની વ્યવસ્થા પુર્ણ ન થાય ત્યા સુધી પ્લાન્ટ બંધ રહેશે તેમ જાણવા મળ્યું હતું.
અમુક કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા છે. ત્યારે દાઝેલા કર્મચારીઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
તેમજ હજીરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તેમજ આગનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં દોડઘામ મચી જવા પામી હતી.
આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, સુરતનાં હજીરામાં થયેલ બ્લાસ્ટ મામલે મહત્વનાં સમાચાર મળ્યા છે.
મટીરીયલ લઈ જતી પાઈપ છૂટી પડી જતા લીફ્ટની સાઈડ ફેંકાયું હતું. લિફ્ટમાં ચાર વ્યક્તિઓ હાજર હતા.
જે વ્યક્તિઓ પર મટીરીયલ પડતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
તેમજ અન્ય કોઈ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા નથી. તેમજ પ્લાન્ટની વિઝીટ કરવામાં આવી છે. ત્યાં કોઈ મળી આવ્યું નથી.
તેમજ આ ઘટના સાંજે 5.30 થી 6.30 વાગ્યા આસપાસ બની હતી. કંપની દ્વારા 7.30 આસપાસ પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી.
આ મામલે હાલ અમારી તપાસ ચાલી રહી છે. તેમજ હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા એડી દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
READ MORE :
વર્ષના અંતે 240 ASIને PSI તરીકે પ્રમોશન, 2024માં ગુજરાત પોલીસમાં બઢતી પામતા કર્મચારીઓની સંખ્યા જાહેર
થર્ટી ફર્સ્ટની ‘ટેક્નો પાર્ટી’માં નશાનો ઉછાળ, અંધારાનો લાભ લઈને ડ્રગ્સ વેપારીઓ ચમકી રહ્યાં છે
નાણાં મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય: ડી ગુકેશને ટેક્સમાંથી મળી મુક્તિ, કરોડો રૂપિયાની બચત