ઉત્તર ભારતના પહાડી વિસ્તારો હિમવર્ષાની ઝપેટમાં, Videosમાં જુઓ અદભુત નજારો

By dolly gohel - author

ઉત્તર ભારતના પહાડી વિસ્તારો 

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હાલ થઈ રહેલ હિમવર્ષાનો એક ડ્રોન વિડીયો સામે આવ્યો છે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના શહેરોમાં કેદારનાથ-બદ્રીનાથથી લઈને શિમલા સુધી સિઝનની પ્રથમ હિમવર્ષા જોવા મળી છે.

પહાડી વિસ્તારોમાં બધે જ બરફની સફેદ ચાદર જોવા મળે છે.

રસ્તાઓથી માંડીને વૃક્ષો, છોડ અને મકાનો બધું જ સુંદર લાગે છે કારણ કે તે બરફથી ઢંકાયેલું છે.

કેદારનાથમાં હિમવર્ષાની તસવીર સામે આવી છે. જેમાં કેદારનાથ મંદિર સંપૂર્ણપણે બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું છે.

પહાડો પર થઈ રહેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં જોવા મળશે.

ઠંડીમાં વધારો થતાં તાપમાનનો પારો વધુ નીચે જવાની શક્યતા છે.

ચમોલી, ઔલી, જોશીમઠ, બદ્રીનાથ સહિત અનેક ઊંચાઈવાળા સ્થળોએ મોસમની

પ્રથમ હિમવર્ષાથી પર્વતો ગુંજી ઉઠ્યા છે. પ્રવાસીઓના ચહેરા પણ ચમકી ઉઠ્યા છે.

 

ઉત્તર ભારતના પહાડી વિસ્તારો

READ MORE : 

ઊંઝા એપીએમસી ચૂંટણીની દિશામાં 100થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા, આજે થશે ચકાસણી

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા બાદ રસ્તાઓ બરફથી ઢંકાઈ જવાની આગાહી કરી છે

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે અને મેદાની વિસ્તારોમાં હળવા વાદળો જોવા મળી રહ્યા છે.

ઉધમ સિંહ નગર સહિત પહાડોના ઘણા વિસ્તારોમાં બે થી ચાર ઈંચ હિમવર્ષા નોંધાઈ છે.

કેદારનાથ ધામમાં ભારે  હિમવર્ષા બાદ ધામમાં ચાલી રહેલ કામ પણ હાલ પુરતું બંધ કરી દેવામાં આવ્યું છે.

વધુ ઊંચાઈએ હિમવર્ષાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવા સાથે તીવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. 

વાહનો પર બરફના પડ પણ દેખાય છે. આ  સાથે હળવો ઝરમર વરસાદ પણ જોવા મળ્યો હતો.

જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવા  વાદળો અને ઝરમર વરસાદ જોવા મળ્યો હતો.

હિમવર્ષા બાદ ગંગોત્રી ધામમાં બરફના  પડ દેખાય છે. સિમલામાં સિઝનની પ્રથમ હિમવર્ષા પણ જોવા મળી હતી.

શિમલામાં હિમવર્ષા દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.

READ MORE :

Surat : હજીરા-ઘોઘા ફેરીમાંથી કાપડ વેપારી દરિયામાં પડ્યો, બચાવ કરવામાં આવ્યો

ગુજરાતમાં દવા વેચાણમાં અનિયમિતતા: 50% દુકાનોમાં ફાર્માસિસ્ટ વિના જ દોડધામ

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબરી : ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર નોંધણીમાં પ્રથમ સ્થાને, ફાર્મર પોર્ટલ લક્ષ્ય 50% સુધી પહોંચ્યું

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.