કોલિંગનો નવો અવતાર
વોટ્સએપ દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેંજિંગ પ્લેટફોર્મ છે.
આ એપ્લિકેશન પર યુઝર્સની સુવિધા માટે અવાર-નવાર વિવિધ અપડેટ્સ લાવવામાં આવે છે.
જેની મદદથી યુઝર્સનો એપ્લિકેશનનો અનુભવ વધુ સારો બને છે.
META એ વોટ્સએપની પેરેન્ટ કંપની છે અને હાલ મેટાએ આ વોટ્સએપ પર ચાર નવા ફીચર્સ ઉમેર્યા છે.
આ ફીચર્સ વોટ્સએપ કોલિંગ માટેના છે. કંપનીએ જણાવ્યું કે, આ પ્લેટફોર્મ પર દુનિયાભરમાંથી દરરોજ 2 અબજથી વધારે કોલ્સ કરવામાં આવે છે.
જેથી, કંપનીએ વોટ્સએપ મોબાઈલ અને ડેસ્કટોપ વર્ઝન માટે નવા ફીચર્સ જોડ્યા છે.
આ ફીચર્સ વીડિયો અને વૉઇસ કોલિંગ માટે આપવામાં આવ્યા છે.
કોલિંગનો નવો અવતાર
ગ્રુપ કૉલ માટે પાર્ટિસિપેન્ટ્સ પસંદ કરી શકાશે
WhatsApp Group Calling માં યુઝર્સને હવે પાર્ટિસિપેન્ટ્સ પસંદ કરવાની તક મળશે.
અત્યાર સુધી ગ્રુપ કૉલ કરવા પર તમામ પાર્ટિસિપેન્ટ્સને કૉલ લાગી જતો હતો.
પરંતુ, હવે તમે પસંદ કરી શકશો કે, આ કૉલ ગ્રુપમાંથી કેટલાં લોકોને કરવો છે.
જેના કારણે તમારા કૉલથી બીજા લોકોને મુશ્કેલી ન થાય.
આ સિવાય તમને WhatsApp Call પર 10 ઇફેક્ટસનો વિકલ્પ મળશે.
જેનાથી કોલિંગમાં તમે ઘણાં પ્રકારના ફિલ્ટરનો ઉપયોગ કરી શકશો.
ફીચર્સ થી વીડિયોની ક્વૉલિટીમાં સુધારો થશે
આ પ્રકારના ફીચર્સ ઇન્સ્ટાગ્રામ પર પહેલાંથી જ મળતા હતાં. જેને કંપનીએ હવે વોટ્સએપમાં પણ જોડી દીધું છે.
સાથે જ કૉલિંગને પણ વધારે સારૂ બનાવી શકાશે. હવે વોટ્સએપ ડેસ્કટોપ પર તમને કૉલિંગ ટેબ મળશે.
એક ક્લિકમાં તમે આ ટેબમાં ડાયલર અને કૉલ લિંક ક્રિએટ કરી શકશો.
આ સિવાય વોટ્સએપ કૉલ પર તમને વધુ સારી વીડિયો ક્વૉલિટી મળશે. તમે 1:1 રેશિયોમાં કૉલ કરી શકશો.
કમ્યુનિટિઝ ફીચર (WhatsApp Communities Features)
માર્ક ઝુકરબર્ગ (Mark Zukerburg)એ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘ઓનલાઇન સંવાદ કરવાની રીત બદલાઈ રહી છે.
આપણામાંથી મોટાભાગના લોકો રસપ્રદ કન્ટેન્ટ શોધવા માટે અને અપડેટ રહેવા માટે સોશિયલ નેટવર્ક તથા ફીડનો ઉપયોગ કરે છે.
સિક્યોરિટી તથા સુરક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે અમે વોટ્સએપ અને મેસેન્જર ઉપર વીડિયો ચેટ, વોઇસ મેસેજ, સ્ટોરી તથા પેમેન્ટ
જેવા ફીચર્સ જોડ્યા છે.
WhatsApp એ કમ્યુનિટીનું નિર્માણ કર્યું છે જેથી બધી ગ્રુપ ચેટને વ્યવસ્થિત કરવાનું તથા જાણકારી પ્રાપ્ત કરવાનું સરળ થઈ શકે.
તમે એક કમ્યુનિટીમાં જુદા જુદા ગ્રુપને એકસાથે લાવી શકો છો. તેમાં સ્કૂલ ગ્રુપ, ધાર્મિક ગ્રુપ, બિઝનેસ કે ઓફિસ ગ્રુપ પણ હોઈ શકે છે.
આના થકી તમને તમારી વાતચીત ઓર્ગેનાઇઝ અને મેનેજ કરવામાં મદદ મળશે.
Privacy Extension For WhatsApp Web એક્સ્ટેંશન સાથે, તમે જરૂરિયાત મુજબ ટૉગલ ચાલુ અથવા બંધ કરી શકો છો.
જો તમને સંપૂર્ણ પ્રાઈવસી જોઈતી હોય, તો બધા ટૉગલ ચાલુ કરો.
નહિંતર, તમે ફક્ત પ્રોફાઇલ ચિત્ર, સંદેશાઓ અને અન્ય વસ્તુઓ માટે પ્રાઈવસી સેટિંગ ચાલુ રાખી શકો છો.
તમે એક્સ્ટેંશન સ્ટોરની મુલાકાત લઈને તમારા PC ના બ્રાઉઝર પર WhatsApp વેબ માટે આ પ્રાઈવસી એક્સ્ટેંશન ઇન્સ્ટોલ કરી શકો છો.
તે WhatsApp પર વધારાનું પ્રાઈવસી સ્તર ઉમેરે છે. આ માટે, તે સંદેશને અસ્પષ્ટ અથવા છુપાવે છે.
જેના કારણે તમારી બાજુમાં કે પાછળ બેઠેલી વ્યક્તિ તમારી વોટ્સએપ ચેટ જોઈ શકતી નથી
આ એક્સટેન્શન્સ એ WhatsApp વેબ માટે કામ કરે છે.
એટલે કે, તમે ડેસ્કટૉપ પર WhatsApp પર લૉગિન કરીને આ એક્સટેન્શનનો ઉપયોગ કરી શકો છો.
આજે આપણે અહીં WhatsApp વેબ એક્સ્ટેંશન માટે પ્રાઈવસી એક્સટેન્શન વિશે વાત કરી રહ્યા છીએ.
આ ક્રોમ અને ફાયરફોક્સ બ્રાઉઝર બંને માટે કામ કરે છે.
READ MORE :
એસિડ અને પામ ઓઈલથી બનતું નકલી પનીર: પનીરપ્રેમીઓ માટે ચેતવણી
વિશ્વની સૌથી સુરક્ષિત આશ્રયસ્થાન, પરમાણુ યુદ્ધ પણ થઈ જાય તો પણ અસર નહિ!
માં અંબાના પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી થશે પોષી પૂનમે, ભક્તો માટે વ્યવસ્થા કેવી રહેશે ? તે જાણો !