કાંકરિયાની મજા લેવાની તક પાછી ફરી, અટલ એક્સપ્રેસ પણ દોડતી થઈ, જાણો ટિકિટના દર!

કાંકરિયાની મજા લેવાની તક પાછી ફરી

અમદાવાદમાં ફરવા લાયક સ્થળમાં સૌથી પહેલું નામ જો કોઈ મોઢે આવે તો તે કાંકરિયા તળાવ છે.

પરંતુ, છેલ્લા ઘણાં સમયથી કાંકરિયાની રોનક ગણાતી અટલ સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન બંધ હતી.

25 પરંતુ હવે પ્રવાસીઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે.

25 ડિસેમ્બરે શરૂ થતાં કાર્નિવલ ફેસ્ટિવલ પહેલાં પ્રવાસીઓ માટે આ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે.  

નાતાલના દિવસથી શરૂ થતા પાંચ દિવસના કાર્નિવલ ફેસ્ટિવલમાં દૂર-દૂરથી લોકો ઉજવણી માટે આવે છે

 ત્યારે લોક ચાહનાને ધ્યાને રાખીને કાંકરિયામાં ફરી અટલ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

મેયર પ્રતિભા જૈન સહિત શાસક પક્ષના હોદ્દેદારોએ અટલ એક્સપ્રેસને લીલી ઝંડી આપીને કાંકરિયાની રોનકને પરત લાવવામાં આવી છે.

આ ટ્રેનની મુસાફરી કરવા માટે 12 વર્ષથી વધુ વયના વ્યક્તિ માટે ટિકિટનો દર રૂપિયા 30 રૂપિયા રાખવામાં આવ્યો છે.

તેમજ 3 થી 12 વર્ષના બાળકો માટે 12 રૂપિયા ટિકિટનો ભાવ રાખવામાં આવ્યો છે.

આ સિવાય પ્રવાસ માટે બાળક દીઠ 12 રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી છે. 

 રાજકોટ અગ્નિકાંડ બાદથી ગુજરાત રાજ્ય સરકારે ગુજરાતના તમામ અમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરી દીધાં હતાં.

જેના પગલે કાંકરિયા પરિસરમાં ટાલતી અટલ એક્સ્પ્રેસ ટ્રેનને પણ બંધ કરી દેવાઈ હતી.

જેને હવે કાર્નિવલ ફેસ્ટિવલ પહેલાં ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.

જેનો તમામ પ્રવાસીઓ આનંદ માણી શકશે.

 

 

READ   MORE   :

 

Rajkot : ગોપાલ સ્નેક્સમાં આગની તપાસ ચાલુ, ઉત્પાદન સ્થગિત

અમદાવાદ એરપોર્ટ પરથી 5.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, કિમીયો જોઇને તમારું માથું ફરી જશે

Travel agent fraud : ટ્રાવેલ એજન્ટના છેતરપિંડીના જાળમાં ફસાઈ, પાકિસ્તાનનાં સળિયા પાછળ 22 વર્ષ વિતાવ્યાં; કેવી રીતે થઈ મુક્તિ?

નોકરી ટ્રેનિની ભરતી વિરુદ્ધ NSUIનો ગુજરાત યુનિ.માં ઉગ્ર પ્રદર્શન, આંદોલનની ચીમકી

Share This Article
Exit mobile version