સળંગ પાંચમા દિવસે માર્કેટમાં ઘટાડાનું કારણ , કયા કારણે રોકાણકારો એ બજારમાં 7 લાખ કરોડ ગુમાવ્યા
શેરબજારમાં આ સપ્તાહે વેચવાલીનું પ્રેશર વધુ જોવા મળતાં સળંગ પાંચમા દિવસે કડાકો નોંધાયો છે.
સેન્સેક્સે આજે વધુ 600 પોઈન્ટના ઘટાડા સાથે 81000નું લેવલ પણ ગુમાવ્યું છે.
રોકાણકારોએ સળંગ પાંચ દિવસના કરેક્શનમાં રૂ. 6.99 લાખ કરોડની મૂડી ગુમાવી છે.
સેન્સેક્સ આજે ઘટાડે ખૂલ્યા બાદ 10.00 વાગ્યા સુધીમાં 597.36 પોઈન્ટ તૂટ્યો હતો.
જે 10.34 વાગ્યે 101.61 પોઈન્ટના ઘટાડે 80904.99ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટી પણ 24567.65ના લેવલે પહોંચ્યો હતો. જે 10.35 વાગ્યે ફ્લેટ 8.10 પોઈન્ટના ઘટાડે 24741.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટી 50 ખાતે 29 શેર્સ સુધારા તરફી અને 21 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા.
સેન્સેક્સ પેક ખાતે 16 શેર્સ સુધારા તરફી અને 14 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. એક્સિસ બેન્ક 4.77 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
જ્યારે ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.86 ટકાથી 1.65 ટકા ઉછાળે ટ્રેડેડ હતા.
ઈન્ફોસિસનો શેર 3.72 ટકા ઘટાડે, આઈટીસી 1.79 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.
આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધ્યું છે.
ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા આઈટી કંપનીઓની આવક પર અસર થવાની ભીતિ વચ્ચે આજે આઈટી ઈન્ડેક્સ 1.86 ટકા અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.57 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો