દેશમાં પ્રદૂષણનો કહેર : દાયકામાં 38 લાખ ભારતીયોના મૃત્યુ, રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો

દેશમાં પ્રદૂષણનો કહેર

ભારતમાં હવામાં રહેલા પીએમ 2.5 કણની માત્રા વધતા મૃત્યુદરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

લાંબા સમય સુધી પ્રદૂષિત હવાના સંપર્કમાં રહેવાથી ભારતમાં લાખો લોકો જીવ ગુમાવી રહ્યા છે.

આ બાબતનો ઘટસ્ફોટ સ્વિડનની કેરોલિન્સ્કા ઈન્સ્ટિટયૂટના સંશોધનમાં કરાયો છે.

આ રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ 2009 થી 2019 સુધીમાં હવાના પ્રદૂષણના કારણે 38 લાખ લોકોનાં મોત થયા હતા. 

સ્વિડનની કેરાલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટનું આ સંશોધન લેન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પણ પ્રકાશિત થયું છે.

સંશોધનમાં જણાવાયું છે કે વાયુ પ્રદૂષણ સંબંધિત મોતનો આંકડો 2009માં 45 લાખથી વધીને 2019માં 73 લાખ થઈ ગયો હતો.

આ સંશોધનમાં ભારતમાં હવાની ગુણવત્તા સંબંધિત નિયમો અંગે આકરું વલણ અપનાવવાની માગ કરાઈ છે.

આ રિસર્ચ પીએમ 2.5 નામના નાના વાયુ પ્રદૂષણના કણો પર આધારિત છે.

 કણ એ  ફેફસાં અને બ્લડ સ્ટ્રીમમાં ઊંડે સુધી જઈ શકે છે, જેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ સર્જાવાની સંભાવના છે.

 

દેશમાં પ્રદૂષણનો કહેર

વાયુ પ્રદૂષણને ધટાડવા માટે શુ કરી શકાય  ? 

વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે ઘણા પગલાં લઈ શકાય છે. સૌથી મહત્વપૂર્ણ છે.

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) ને અપનાવવું, જેનો હેતુ વાયુ પ્રદૂષણ ઘટાડવાનો છે.

 ઉપરાંત, પાણી અને સ્વચ્છતાની સ્થિતિ સુધારવા અને બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો કરવો પણ મહત્વપૂર્ણ છે.

આ સાથે, જળવાયુ પરિવર્તનને રિવર્સ કરવા માટે પગલાં લેવા પણ મહત્વપૂર્ણ છે.

આવનારી પેઢીઓ સ્વસ્થ જીવન જીવી શકે તે માટે સરકાર અને નાગરિક સમાજે સાથે મળીને પ્રદૂષણને અંકુશમાં લેવા માટે કામ કરવું પડશે.

 

READ  MORE  :

Indian Hotels : સ્ટોક ઓલ ટાઈમ હાઇ પર, જેફરીઝના ભાવ લક્ષ્ય વધારાથી તેજીની ગતિ વધી

Baby John’: દિલજીત દોસાંઝ, વરુણ ધવન, કીર્તિ સુરેશના ‘નૈન મટક્કા’ ગીત પર થિરકવાની તૈયારી કરો!

 

ભારતમાં મૃત્યુનો ચોંકાવનારો આંકડો

વર્ષ 2009થી 2019ના સમયગાળા વચ્ચે ભારતના 655 જિલ્લાના ડેટાના આધારે આ સંશોધન કરાયું છે.

જેમાં પીએમ 2.5ના સ્તરને મૃત્યુ દર સાથે જોડવામાં આવ્યો છે.

સંશોધનમાં જણાયું છે કે પીએમ 2.5ના સ્તરમાં પ્રતિ ક્યુબિક મીટર 10 માઈક્રોગ્રામ વધારો થાય છે ત્યારે મૃત્યુદર પણ 8.6 ટકા વધી જાય છે. 

 દેશની 1.1 અબજ વસતી અંદાજે 82 ટકા લોકો એવા વિસ્તારોમાં રહે છે .

જ્યાં પીએમ 2.5 સ્તર ભારતના રાષ્ટ્રીય પર્યાવરણગુણવત્તા માપદંડ કરતાં પણ વધુ છે.

 ભારતમાં ખરાબ હવાના માપદંડ પ્રતિક્યુબિક મીટર 40 માઈક્રોગ્રામ મુજબ છેલ્લા 10 વર્ષમાં લગભગ 38 લાખ લોકોનાં મોત ખરાબ હવાના

કારણે થયા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ અને માર્ગદર્શિક સાથે ભારત માપદંડોની સરખામણી કરવામાં આવે ત્યારે આ આંકડા વધુ ખતરનાક બની જાય છે. 

 

પરાળ સળગાવવાથી  પ્રદૂષણ વધે છે.

દિલ્હી તેમજ ઉત્તર ભારતમાં આજુબાજુનાં ખેતરોમાં પડેલા પરાળ બાળવાની પ્રથા પ્રદૂષણ માટે મુખ્યત્વે જવાબદાર ગણવામાં આવે છે.

પાકની કાપણી કર્યા પછી, ખેડૂતો માટે નવા પાક માટે જમીન તૈયાર કરવાનો શ્રેષ્ઠ અને સસ્તો રસ્તો એ છે કે ખેતરોમાં પડેલા પરાળને બાળી નાખવી.

સમસ્યા એ છે કે પશ્ચિમી પવનો પરાળ સળગાવવાથી પેદા થતા ધુમાડાને દિલ્હી તરફ લઈ જાય છે.

જેના કારણે દર વર્ષે આ સમયે દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી જાય છે.

પરાળ સળગાવવાની આ પ્રથાને ઘટાડવાના સરકારના પ્રયાસો સફળ થઈ રહ્યા નથી.

કારણ કે આ સંદર્ભે બનાવેલા નિયમોનું યોગ્ય રીતે પાલન થતું નથી.

આ સિવાય સરકાર પાસે તેનો નિવેડો લાવવા માટેનો કોઈ અસરકારક વિકલ્પ પણ નથી.

ભારત એક ખેતી આધારિત અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. અહીં, પાકની લણણી કર્યા પછી, મોટા પાયે તેમની પરાળને સળગાવવામાં આવે છે.

ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવાં રાજ્યોમાં એનું ચલણ વધારે છે જે દિલ્હી સિવાય દેશના સૌથી પ્રદૂષિત વિસ્તારોમાં સામેલ છે.

સુપ્રીમ કોર્ટે આ અઠવાડિયે પાક સળગાવવાની પ્રથા પર પ્રતિબંધની જાહેરાત કરતા કહ્યું હતું

કે, પ્રદૂષણ ઘટાડવાના નામે સત્તાવાળાઓને નક્કર પગલાં લેવાને બદલે માત્ર ‘તમાશો’ કરવામાં રસ છે.

 

READ   MORE  :

 

રશિયા-યુક્રેન તણાવમાં નવો વળાંક, દેશે કરી દખલ, 10,000 સૈનિક મોકલ્યાનો દાવો

સોશિયલ મીડિયા અને AI પ્લેટફોર્મ ડાઉન : ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ઉપરાંત હવે ChatGPT પણ ડાઉન યુઝર્સને કરવો પડશે સમસ્યાનો સામનો !

Share This Article