ટ્રાફિક રૂલ તોડનારાઓ સાવધાન
અમદાાવાદ આરટીઓ દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
આરટીઓ દ્વારા 1360 લાયસન્સ સ્પેન્ડ કર્યા છે.
જ્યારે 1.22 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે.
અમદાવાદમાં વધતા જતા એક્સીડન્ટ કેસ તેમજ ટ્રાફિકનાં કાયદાનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ
તેમજ આરટીઓ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તેમજ નિયમનો ભંગ કરનાર સામે પણ કાયદાકીય પગલા ભરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ આરટીઓ દ્વારા નિયમોનો ભંગ કરનાર લોકોનાં લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમદાવાદીઓ ટ્રાફિકનાં નિયમો નેવે મુકીને વાહન ચલાવતા ચેતજો.
આરટીઓની ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનારા સામે એક મહિનામાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
એક મહિનામાં 1360 થી વધુ લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તેમજ ફેટલનાં 220 તથા રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારા 450 કેસનો સમાવેશ થાય છે.
હેલમેટના કેસ સૌથી વધુ છે. તેમજ એક વર્ષમાં 2200 થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જે 2200 કેસમાં ફેટલના 220 લાયસન્સ છે. જ્યારે રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર 450 કેસ છે.
પોલીસે કરેલી ડ્રાઈવ બાદ rto ખાતે મેમો ભરવાની સંખ્યામાં પણ વધારો થયો.
જ્યાં છેલ્લા એક મહિનામાં 3900 ચલણમાં 1 કરોડ 22 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
સૌથી પ્રથમ ઘટના છે. જેમાં એક મહિનામા 1360 વધુ લાયસન્સ સસ્પેન્ડ થયા છે.
READ MORE :
Surendranagar : સુરેન્દ્રનગરમાં અકસ્માતની હારમાળા: બે મહિલા સહિત પાંચના મૃત્યુ
2030 સુધીમાં ચીન પાસે 1000 પરમાણુ બોમ્બ હોવાનું અનુમાન, ભારત અને અમેરિકાને ડર !
રોકાણના નામે નિવૃત્ત બેંક અધિકારી સાથે ૮૭ લાખની છેતરપિંડી ,કેસમાં ચારની ધરપકડ !
જીમેલને ખતરો! એલન મસ્ક ટૂંક સમયમાં લોન્ચ કરશે Xmail, ટેક્નોલોજી ક્ષેત્રે ચર્ચા નો વિષય બન્યો !