અમેરિકાના ભાવી કોંગ્રેસમેને કર્યો ટ્રમ્પનો વિરોધ, કહ્યું – ભારત પર ટેરિફ લગાવવાથી વેપાર યુદ્ધ થશે

By dolly gohel - author

અમેરિકાના ભાવી

ફરી એકવાર રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ચીન પાસે સામાન આયાત કરવા પર ટેરિફ

વધારી શકે તેવી સંભાવના છે.

એવામાં અમેરિકાની નવા ચૂંટાયેલા સાંસદ તરીકે ચૂંટાયેલા ભારતીય મૂળના સુહાસ સુબ્રમણ્યમનું કહેવું છે.

કે અમેરિકા ભારત પર ટેરિફ લગાવે તેનો હું વિરોધ કરું છું. કારણકે જો આવું થશે તો બંને દેશો વચ્ચે ટ્રેડ વોર થઈ જશે.

સુહાસ સુબ્રમણ્યમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે .

જ્યારે ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારતીય નિકાસ પર વધુ ટેરિફ લાદવાની સંભાવના છે.

સુબ્રમણ્યમે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, હું ભારત પર ટેરિફ લાદવાનું સમર્થન કરતો નથી.

મને લાગે છે કે તે ખરેખર ખરાબ હશે. આ નિર્ણય ટ્રેડ વોર તરફ દોરી જશે. મને નથી લાગતું કે આ બંને  દેશ માટે સારું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ટેરિફ સ્ટ્રકચર પર નિશાન સાધ્યું હતું.

જેમાં ભારત અને ચીન પર ટેરિફ લાદવાની વાત કરવામાં આવી હતી.

આથી એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પ અમેરિકી પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતાની સાથે જ ભારતીય નિકાસ પર વધુ ટેરિફ લગાવી શકે છે.

 

 

read more :

શું ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનું બંધારણ બદલી શકે છે? જાણો અમેરિકાનો કાયદો શું કહે છે

અમેરિકાના ભાવી

સાથે મળીને સફળતાની ઓરમાં પાર

સુબ્રમણ્યમે કહ્યું, ‘ભારતમાં ઘણા બધા વ્યવસાયો છે જે ખૂબ સારી રીતે થઈ રહ્યા છે .

અને ઘણી ભારતીય કંપનીઓ યુએસમાં પોતાનું કામ વધારી રહી છે.

આથી આ બંને દેશો આર્થિક રીતે જેટલા વધુ સાથે મળીને કામ કરશે તેટલા વધુ મજબૂત બનશે.

આ બાબતે સાંસદે વધુમાં કહ્યું કે, ‘હું એક એવી વ્યક્તિ બનવા ઈચ્છું છું જે દુનિયાભરમાં લોકશાહીને પ્રોત્સાહન આપે.

જણાવી દઈએ કે, અમેરિકાની વિદેશ નીતિને આકાર આપવામાં હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ પદ પર તેમના આરોહણ બાદ માત્ર અમેરિકા જ નહીં.

પરંતુ દુનિયામાં પણ ઘણા પરિવર્તન જોવા મળી શકે છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ ચીન અને અમેરિકાનો તહેવાર હશે.

જે આનાથી પણ વધુ ઉગ્રતા હોઈ શકે છે, જેને બિડેન યુગ દરમિયાન શાંતિથી આવરી લેવામાં આવી હતી.

ફરી એક વાર ટ્રમ્પ પ્રશાસન ચીન સાથે ટ્રેડ વોર શરૂ કરી શકે છે. જેનો ફાયદો ભારતને મળતો જોવા મળી શકે છે.

એપલ હાલમાં ભારતમાં વાર્ષિક આશરે 15-16 અબજ ડોલરના આઇફોનનું ઉત્પાદન કરે છે.

ટ્રમ્પે પોતાના પ્રચાર અભિયાન દરમિયાન ચીનથી આયાતી સામાન પર 60-100 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી હતી.

પોતાના પહેલા કાર્યકાળમાં ટ્રમ્પે ચીનની આયાત પર વિવિધ પ્રકારના ટેરિફ લગાવ્યા હતા.

તેમના બીજા કાર્યકાળમાં પણ આવી જ વ્યૂહરચના એપલને ભારતની ટોચની મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાંની એક બનાવી શકે છે. 

 

અમેરિકાના ભાવી

સુબ્રમણ્યમ માટે ઇમિગ્રેશન નીતિઓનું પરિવર્તન

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ચૂંટાયેલા 38 વર્ષીય સુબ્રમણ્યમ, છઠ્ઠા ભારતીય-અમેરિકન છે.

તેઓ વર્જિનિયાના 10મા કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી તેમની જીત જાહેર થઈ હતી.

તેમજ તેઓ ઇસ્ટ કોસ્ટમાંથી ચૂંટાયેલા પ્રથમ ભારતીય-અમેરિકન છે.

તેમણે અમેરિકન ઈમિગ્રેશન સિસ્ટમમાં પરિવર્તનની પણ હિમાયત કરી હતી.

સુબ્રમણ્યમે કહ્યું કે હું ઇમિગ્રેશન વિશે ઘણું સાંભળી રહ્યો છું.

ખાસ કરીને H-1B વિઝા ધરાવતા લોકો નાગરિકતા અને ગ્રીન કાર્ડ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

સુબ્રમણ્યમે કહ્યું કે આપણે અમેરિકામાં ઈમિગ્રેશન સિસ્ટમમાં આમૂલ પરિવર્તનની જરૂર છે.

તેમજ કાનૂની ઇમિગ્રેશન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. દસ્તાવેજ વગરના ઇમિગ્રન્ટ્સ વિશે પણ ઘણી બધી વાતો થઈ રહી છે.

અને હું ચોક્કસપણે અમારી સરહદને સુરક્ષિત કરવાને સમર્થન આપું છું, પરંતુ આપણે તેના કરતાં વધુ કરવાની જરૂર છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ટ્રમ્પની વાપસીની અસર ભારત-અમેરિકાના સંબંધો પર પડે તેવી શક્યતા છે.

જેમાં વ્યૂહાત્મક અને સંરક્ષણ સંબંધોનો પણ સમાવેશ થાય છે. વ્યવસાયિક સંબંધોને પણ વિવિધ સ્તરે અસર થઈ શકે છે.

 

read more :

મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ સરકારને ભારત માતાની પ્રતિમા પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો

ત્રણ મતની બાજીમાં આપનો જયજયકાર, ભાજપને પરાજિત કરી શેલી ઓબેરોય બન્યા મેયર

 
 

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.