અમેરિકામાં તીવ્ર બરફના તોફાનની આગાહી: 6 કરોડ લોકોના જીવન પર અસર, એલર્ટ જાહેર

અમેરિકામાં તીવ્ર બરફના તોફાનની આગાહી

અમેરિકામાં લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. સમગ્ર અમેરિકામાં ઠંડીએ હાહાકાર મચાવી દીધો છે.

આ દરમિયાન હવામાન વિભાગે અમેરિકનોને સાવચેત રહેવાની સલાહ આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બરફનું તોફાન આવી રહ્યું છે.

જેના કારણે અમેરિકાના 1,300 માઈલ વિસ્તારમાં ખતરનાક હિમવર્ષા, વરસાદ અને ભારે પવન સાથે તોફાનની સંભાવના છે.

હવામાન વિભાગ અનુસાર, આર્કટિકની આસપાસ ફરતી ઠંડી હવાનું ધ્રુવીય વમળ આ ગંભીર હવામાન પરિસ્થિતિઓનું કારણ છે.

અમેરિકાના રહેણાંક વિસ્તારો અને વાહનવ્યવહાર માર્ગો પર ભારે હિમવર્ષા અને ઠંડા પવનોએ લોકો પરેશાનીમાં છે.

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

દેશના ઉત્તર-પશ્ચિમમાં રોકી પર્વતોમાં સ્થિત મોન્ટાનાથી મેરીલેન્ડ, ડેલાવેર અને વર્જિનિયાના દરિયાકાંઠાના રાજ્યોમાં શિયાળુ તોફાનની

ચેતવણી જાહેર કરવામાં આવી છે.

 

READ MORE :

ફ્રાંસ: સંસદમાં અવિશ્વાસની દરખાસ્તમાં વડાપ્રધાન માઈકલ બર્નીયર પરાજિત

7000 વિદ્યાર્થીઓ કેનેડાથી ડિપોર્ટ: વિઝા માટે અરજી કરતી વખતે થતી સામાન્ય ભૂલોથી સાવધ રહો

 

અમેરિકામાં તીવ્ર બરફના તોફાનની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાને કારણે રસ્તાઓ પર ભારે બરફ જામી શકે છે.

આ સિવાય વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં વીજળી ડુલ થઈ શકે છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

નેશનલ વેધર સર્વિસ અનુસાર, આ શક્તિશાળી તોફાન મધ્ય અમેરિકામાં શરૂ થયું છે.

અને આગામી થોડા દિવસોમાં પૂર્વ તરફ આગળ વધશે.

આ તોફાનથી 6 કરોડથી વધુ લોકો પ્રભાવિત થઈ શકે છે.

યુ.એસ. હવામાન સેવાએ પશ્ચિમી કેન્સાસથી મેરીલેન્ડ, ડેલવેર અને વર્જિનિયાના દરિયાકાંઠાના રાજ્યોમાં શિયાળુ તોફાનની ચેતવણી આપી છે.

જે 1,500 માઇલ (2,400 કિલોમીટર)ના વિસ્તારને તાત્કાલિક જોખમમાં મૂકે છે.

નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને કહ્યું કે અમેરિકાના ઘણા વિસ્તારોમાં એક દાયકામાં સૌથી મોટી હિમવર્ષા અને તોફાન

જોવા મળી શકે છે.

યુએસ માટે 2011 પછીની આ સૌથી ઠંડી જાન્યુઆરી હોઈ શકે છે.

 

READ  MORE  :

 

“ટિમ કૂકનું 1 મિલિયન ડૉલરનું દાન: ટ્રમ્પના ઇનોગ્યુરેશન માટે મહત્વપૂર્ણ સહયોગ”

શટડાઉનનો ભય: અમેરિકનોમાં પગાર વગર કામ કરવા અને સરકારી સેવાઓ બંધ થવાની ચિંતા !

અમેરિકામાં સ્કેન્ડિનેવિયાનો સ્વાદ લાવવા માગતા યુરોપિયન સમાજવાદી

Cold wave in North India : ઉત્તર ભારતમાં શીત લહેરનો કહેર, ગાઝિયાબાદમાં શાળાઓ 30મી સુધી બંધ

 

Share This Article