અમેરિકા તરફથી
ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી બાદ અમેરિકામાં ઘણા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે.
ટેરિફ મુદ્દે ચાલી રહેલો હોબાળો હજુ સમાપ્ત થયો નથી ત્યાં ભારતમાં યુએસ એમ્બેસીએ 2000થી વધુ વિઝા ઍપોઇન્ટમેન્ટ રદ કરી છે.
તેની પાછળ છેતરપિંડીની પ્રવૃત્તિઓ હોવાનું કહેવાય છે. આ એપોઈન્ટમેન્ટસ ઓટોમેટિક ‘બોટ’ના માધ્યમથી કરવામાં આવી હતી.
વિઝા ની અરજીમાં કેટલીક અનિયમિતતાની ફરિયાદો મળતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારતમાં યુએસ એમ્બેસીએ બુધવારે જણાવ્યું હતું કે, ભારતીય કોન્સ્યુલર ટીમ બોટસ દ્રારા કરવામાં આવેલી આશરે 2,000 વિઝા
એપોઈન્ટમેન્ટસ રદ કરી રહી છે.
અમારી શેડ્યુલિંગ નીતિઓનું ઉલ્લંઘન કરનારા એજન્ટો અને ફિક્સર માટે અમે ઝીરો ટોલેરન્સ ધરાવીએ છીએ.
તાત્કાલિક અસરથી, અમે આ નિમણૂકોને રદ કરી રહ્યા છીએ અને પ્રશ્નમાં રહેલા એકાઉન્ટ્સના શેડ્યુલિંગ વિશેષાધિકારોને સ્થગિત કરી રહ્યા છીએ.
અમેરિકા તરફથી
એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ
યુએસ એમ્બેસીએ વિઝા ફ્રોડ ની જાણ કર્યા બાદ 27 ફેબ્રુઆરી એ દિલ્હી પોલીસે અનેક વિઝા અને પાસપોર્ટ એજન્ટ સામે કેસ નોંધ્યો હતો.
માહિતી મુજબ , આ એજન્ટો એ અરજદારોના વિઝા મેળવવા માટે નકલી ડૉક્યુમેન્ટ સબમિટ કરીને યુએસ સરકાર સાથે છેતરપિંડી કરી હતી.
ગયા વર્ષે મે અને ઑગસ્ટ વચ્ચે, એમ્બેસીએ આંતરિક તપાસ હાથ ધરી હતી.
અને બહુવિધ IP એડ્રેસ સાથે જોડાયેલા 30 એજન્ટોની યાદી તૈયાર કરી હતી.
READ MORE :
28 એપ્રિલે યોજાશે કેનેડાની સામાન્ય ચૂંટણી, નવા વડાપ્રધાન માર્ક કોર્નીએ કરી જાહેરાત
30 હજાર રુપિયામા એપોઈન્ટમેન્ટ મેળવી
એક વ્યકિતને નામ ન આપવાની શરતે જણાવ્યુ કે , અમે અમારા બાળક માટે વિઝા ઈન્ટરવ્યુ ની તારીખ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
જે ગયા વર્ષે યુએસ યુનિવર્સિટી મા દાખલ થવાનો હતો, પરંતુ તે કરવા માટે કોઈ ઍપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ ન હતી.
અમે એક એજન્ટને 30,000 રૂપિયા ચૂકવ્યા અને ઍપોઇન્ટમેન્ટ મળી ગઈ હતી.
એ જ રીતે, B1/B2 માટે વેઇટિંગ છ મહિના કરતાં વધુ છે.
પરંતુ રૂ. 30-35,000 ચૂકવવાનો અર્થ એ છે કે વ્યક્તિ એક મહિના કે તેનાથી ઓછા સમયમાં વિઝા મેળવી શકે છે.
READ MORE :
અમેરિકા ને ખુશ કરવા માટે ભારત લેશે મોટો નિર્ણય , આ નિર્ણય થી ગૂગલ અને મેટાને ખાસ ફાયદો થશે