અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ વિરોધ કરી રજીસ્ટ્રાર
કચેરીનો ઘેરાવ કર્યો હતો. જોબ ટ્રેનીની ભરતીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેનીની ભરતીમાં ગેરરીતિને લઈને એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીનાં વિભાગીય વડા અને અધિકારીઓનાં સગા-વ્હાલાની
નિમણૂંક કરાતી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. વિવિધ વિભાગમાં 300 જેટલા
મળતિયાઓ કામ કરી રહ્યા હોવાનો આરોપ છે. કલ્પેન્દ્ર વોરા, રાજુ ડામોર ભરતીમાં
પોતાના મળતિયાને જ લેતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
છેલ્લા 3 વર્ષથી કોઈ નવા ફોર્મ સ્વીકારાતા ન હોવાનો ખુલાસો કર્યો છે. તેમજ એનએસયુઆઈ
નાં કાર્યકર્તાઓએ રજિસ્ટ્રાર કચેરીનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો છે. આગામી 7 દિવસમાં
જોબ ટ્રેનીની જાહેરાત બહાર પાડવાની માંગ કરી છે. જાહેરાત બહાર નહી પડાય તો
એનએસયુઆઈની ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
READ MORE :
મહારાષ્ટ્રમાં 170 કરોડથી બનેલા ઇસ્કોન મંદિરનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન !
આ બાબતે એનએસયુઆઈ ગુજરાત પ્રદેશ મંત્રી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,
ગુજરાત યુનિવર્સિટીમાં 300 થી વધારે જોબ ટ્રેની તરીકે નોકરી કરે છે. હિમાંશુ
પંડ્યા જ્યારે વાઈસ ચાન્સેલર હતા ત્યારે કાયમી ભરતી કરવામાં આવી હતી.
પરંતું તે રદ્દ કરી દેવામા આવી હતી. ત્યાર બાદ આજ સુધી જોબ ટ્રેનીમાં 300
માણસો લેવામાં આવે છે. તે ભાજપનાં સિન્ડીકેટ મેમ્બરનાં મળતીયા હોય, કલ્પેન્દ્ર
વોરા હોય કે ડામોર હોય. આ બે ત્રણ અધિકારીઓ નિયુકત કરે છે. તેમના જ લોકો
હોય છે. બીજા કોઈ હોતા નથી. કેમ બીજા કોઈ હોતા નથી. કારણ કે તેમને જે જોબ
ટ્રેનીંગ હોય ત્યાંથી ફંડ આપવામાં આવે છે. કે અડધો પગાર આપવામાં આવે છે. તે
પણ ચિંતાનો વિષય છે. એનએસયુઆઈ દ્વારા રજીસ્ટ્રારને માંગ કરવામાં આવી છે કે
સાત દિવસની અંદર જોબ ટ્રેનીંગ ઉપર કોઈ નિર્ણય લેવામાં નહી આવે તો ક્યાં અધિકારીનાં
ક્યાં સિન્ડીકેટ મેમ્બરનાં કેટલા લોકો અહીંયા નોકરી કરે છે એ નામ પણ એનએસયુઆઈ
દ્વારા જાહેર કરશે. જો આ નિર્ણય નહી લેવામાં આવે તો આગામી દિવસોમાં અમારે
ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે તો પણ કરીશું.
READ MORE :
ટ્રુડો સરકારને આંચકો: ડેપ્યુટી PMના રાજીનામાં બાદ હવે ‘મિત્ર’એ પણ આપ્યો સાથ છોડીને જવાનો સંકેત !
મહારાષ્ટ્રમાં 170 કરોડથી બનેલા ઇસ્કોન મંદિરનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન !