હવામાન Update
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ-તેમ ખેડૂતો ઉપર કુદરતી આફતના વાદળો સતત ઘેરાઈ રહ્યાં છે.
તાજેતરમાં વરસેલા વરસાદના કારણે મગફળી, કપાસનો પાક ભીંજાઈ જતાં ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાના ખેડૂતોના બેહાલ થયા છે અને
3 દિવસ રાજ્ય સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસે તો અન્ય પાકમાં પણ નુકસાનની સંભાવના છે.
દિવાળીના તહેવાર પહેલાં ખેડૂતોની ઉંઘ હરામ થઈ જાય તે રીતે હવામાન પલટો આવી રહ્યો છે.
શુક્રવાર સમી સાંજથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
ફરી એકવાર વરસાદ વરસાવે તેવા વાદળોની આકાશમાં ઘેરાબંધી જોવા મળી છે.
છેલ્લા 2 દિવસથી સાંજના સમયે સર્જાતા વાતાવરણને જોઇને વડીલ ખેડૂતોએ હજુ પણ જિલ્લામાં વરસાદ વરસશે તેવી દહેશત વ્યક્ત કરી છે.
ત્યારે જિલ્લાના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં આજથી 3 દિવસ માટે 30 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયા પછી
વીજળીના કડાકા-ભડાકા સાથે મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકાથી પણ વધુ હોવાના કારણે વરસાદ વરસવાની સંભાવના વધી ગઈ છે.
જો કે હવામાન વિભાગનું માનીએ તો ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની
સંભાવના કેટલાક તાલુકાઓ પૂરતી છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન શાસ્ત્રીઓએ લક્ષદ્રીપ નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન આકાર લઈ રહ્યું છે અને
તેના કારણે બંગાળની ખાડીના મધ્યભાગમાં તા.22 ઓક્ટોબરથી લો-પ્રેશર ઉભું થશે
જેના કારણે ફરી એકવાર ગુજરાતમાં આવતા સપ્તાહે પણ વરસાદ વરસવાની સંભાવના વધી ગઈ છે.
રાજ્યમાં આજથી 3 દિવસ હવામાન કથળવાની સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ઉત્તર ગુજરાતમાં સોયાબીન પકવતા ખેડૂતો વરસાદ વરસે તેની પૂર્વ સંધ્યાએ
સોયાબીનનો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે આધુનિક મશીનરીઓના ઉપયોગ કર્યો હતો.