CM પદ માટે દાવો ઠોકનારા ભાજપના કદાવર નેતા સાથે શું થયું?

21 04

 

 

હરિયાણામાં નવી સરકારની રચના બાદ મંત્રીઓના વિભાગોની વહેંચણી કરવામાં આવી છે.

પરંતુ વિભાગોની વહેંચણીમાં મુખ્યમંત્રી પદ માટે દાવેદારી ઠોકનારા ભાજપના કદાવર નેતા

અનિલ વિજનો ખેલ પાડી દેવાયો હોય તેવો આભાસ થાય છે. તેમણે પોતાનું જૂનું મંત્રાલય પણ ગુમાવી દીધું છે.

સૈનીની નવી સરકારમાં વિજને ત્રણ વિભાગોની જવાબદારી મળી છે, જેમાં ગૃહ મંત્રાલયની જવાબદારી તેમનાથી

છીનવી લેવામાં આવી છે. હવે સીએમ સૈનીએ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે. અનિલ વિજને ટ્રાન્સપોર્ટ, લેબર

અને એનર્જી મંત્રાલયની કમાન સોંપવામાં આવી છે.

વિજ પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરની સરકારમાં ગૃહમંત્રી હતા, પરંતુ જ્યારે ખટ્ટરે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું

ત્યારે નાયબ સિંહ સૈનીને હરિયાણાની કમાન સોંપવામાં આવી હતી. આ વાતથી વિજ ગુસ્સે થઈ ગયા.

તેમની ઈચ્છા હતી કે તેમને વરિષ્ઠતાના આધારે સીએમ પદની જવાબદારી મળવી જોઈએ.

પરંતુ ભાજપ હાઈકમાન્ડે આવું કર્યું ન હતું.

ત્યારપછી વિજ ધારાસભ્ય દળની બેઠકમાં પણ જોડાયા નહોતા અને ગૃહ મંત્રાલય પણ છોડી દીધું હતું

અને સૈની કેબિનેટમાં સામેલ ન થયા. ત્યારથી વિજ સતત ગુસ્સે દેખાય છે. તેમની ઈચ્છા હંમેશા સીએમ બનવાની હતી.

તેમણે સમયાંતરે આનો ઉલ્લેખ ઘણી વખત કર્યો હતો. તાજેતરમાં ચૂંટણી પહેલા તેમણે

મુખ્યમંત્રી પદ માટે દાવો પણ કર્યો હતો.

જ્યારે તેમને સીએમ પદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે હું પાર્ટીમાં સૌથી સિનિયર છું,

જો હાઈકમાન્ડ ઈચ્છશે તો આગામી બેઠક સીએમ આવાસ પર જ થશે. જોકે, એવું કંઈ થયું નથી.

 

 

raed more : 

Mahatma Gandhi Jayanti : બાપુ અને શાસ્ત્રીની જન્મજયંતિ પર શ્રધ્ધાંજલિ અર્પણ કરી, સ્વચ્છતા અભિયાનના 10 વર્ષ પુરા થયા પર PM મોદીએ ઝાડુ સાફ કર્યુ

Axis Bank Share Price : Q2 પરિણામો: નફો 7-14% વધી શકે છે, NIM 4% જોવા મળે છે , શેરમાં 4%નો વધારો થયો !

India News:શું સાઈબર ક્રાઈમથી ભારતીયો દરરોજ 60 કરોડની ઠગાઈનો સામનો કરી રહ્યા છે?

Baroda News :ગુજરાત હાઈકોર્ટે હરણી બોટકાંડમાં શું કહ્યું? ‘અદાલત સાથે રમત ના રમવાનો’

Junagadh News : રાજ્યકક્ષાની ગિરનાર સ્પર્ધા માં જોડાવા આગામી 04 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે;

 

Share This Article
Exit mobile version