અદાણી ભાઈબંધીના કોન્ટ્રાક્ટ જે રાજ્યોમાં તે રાજ્યોમાં વિપક્ષની સરકાર કેમ છે? રાહુલ ગાંધીએ કર્યો સવાલ

By dolly gohel - author

અદાણી ભાઈબંધીના કોન્ટ્રાક્ટ 

અમેરિકાના પ્રોસિક્યુટર અને SEC દ્વારા ગૌતમ અદાણી સહિત તેમની પેટા કંપની ગ્રીન એનર્જીના બોર્ડ સભ્યો

સામે 250 મિલિયન ડોલરની છેતરપિંડી અને લાંચના આરોપ લગાવ્યા છે. જેને લઈને કોંગ્રેસના અધ્યક્ષ અને વિપક્ષ

નેતા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા માગ કરી છે. હવે આ મામલે ભાજપે પોતાનો

જવાબ આપ્યો છે. ભાજપ સાંસદ સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર અનેક સવાલો ઊઠાવ્યા છે.

તેમણે કહ્યું કે, ‘આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે અને તેઓએ ત્યાં અદાણી ગ્રૂપ સાથે મહત્તમ વ્યવહારો કર્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે સંબિત પાત્રાએ કહ્યું કે, ‘જો કોંગ્રેસને લાગે છે કે કંઈક ખોટું થયું છે તો તે કોર્ટમાં કેમ નથી

જતા. કોંગ્રેસ એકલી મીડિયા અને ન્યાયતંત્રનું કામ કરી રહી છે. માં અને પુત્ર જામીન પર બહાર છે અને તેઓ કહે છે કે

તેઓ ન્યાયતંત્રનું કામ પણ કરી રહ્યા છે. રાહુલ ગાંધી ભારતના શેરબજારને નીચે લાવવા માંગે છે. રોકાણકારોને કરોડોનું

નુકસાન રાહુલ ગાંધીને કારણે થયું છે.’રાહુલ ગાંધી અને ઠાકરેએ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો.

જોકે પવારે તેમના દાવાઓની હવા કાઠી નાખી છે.

કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે પણ ધારાવી પ્રોજેક્ટના નામે અદાણીને ફાયદો કરાવવા બદલ મહાયુતિ સરકારની ટીકા કરતી પ્રેસ રિલીઝ જારી

કરી હતી.

સોમવારે ગાંધીએ પીએમ મોદી સાથે અદાણીની તસવીર બતાવી હતી.

ભાજપે રાહુલ ગાંધીના સાળા રોબર્ટ વાડ્રા અને કોંગ્રેસના સાંસદ શશિ થરૂર સાથે અદાણીની તસવીરો જાહેર કરીને વળતો જવાબ આપ્યો હતો.

 

 
 
 

read more :

Microsoft Teams : માઇક્રોસોફ્ટ ટીમ્સમાં અનુવાદક ટૂલ આવ્યું જે તમારા અવાજને ક્લોન કરીને, વિદેશી ભાષા બોલવામાં તમને AI ની મદદ કરશે

કોંગ્રેસને અદાણી ભ્રષ્ટી વિરુદ્ધ કેવી રીતે લડવું ચાહે?

છત્તીસગઢનો ઉલ્લેખ કરતા ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું કે, ‘જ્યારે ભૂપેશ બઘેલ છત્તીસગઢના સીએમ હતા

ત્યારે અદાણીએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. અદાણીએ અશોક ગેહલોતની સરકાર વખતે પણ રોકાણ કર્યું હતું.

જો તે ભ્રષ્ટ છે તો તેણે આટલું રોકાણ કેમ કર્યું. કર્ણાટક સરકારે અદાણીને રાજ્યમાં રોકાણ કરવાની મંજૂરી કેમ આપી?’

ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું કે, ‘અમેરિકાની તપાસ દરમિયાન જે ચાર રાજ્યોના નામ સામે આવ્યા છે, તે સમયે

કોંગ્રેસ અથવા તેના સહયોગીઓની સરકાર હતી. તામિલનાડુ હોય કે આંધ્રપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ દરેક જગ્યાએ કોંગ્રેસની સરકાર હતી.’

મહારાષ્ટ્ર વિધાનસભાની નિર્ણાયક ચૂંટણીની પૂર્વસંધ્યાએ એનસીપી (SP)ના નેતા શરદ પવારે (Sharad Pawar) કોંગ્રેસ નેતા રાહુલ
 
ગાંધી (Rahul Gandhi) અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) મોટો ઝટકો આપ્યો છે. શરદ પવારે
 
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) વિરુદ્ધ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Dharavi redevelopment project) અંગે આ
 
બે નેતાઓ અને તેમના પક્ષ દ્વારા લગાવાયેલા આરોપોને ફગાવ્યા હતા.
 

અદાણી ભાઈબંધીના કોન્ટ્રાક્ટ

રાહુલ ગાંધી અદાણી અને ભ્રષ્ટાચાર: સફળ મિલકતો ઊભી કરી છે

અમેરિકાના પ્રોસિક્યુટર અને SEC દ્વારા ગૌતમ અદાણી સહિત તેમની પેટા કંપની ગ્રીન એનર્જીના બોર્ડ સભ્યો વિરૂદ્ધ 250

મિલિયન ડોલરની છેતરપિંડી અને લાંચના આરોપો પર કોંગ્રેસના અધ્યક્ષ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીની

તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા માગ કરી છે.ગૌતમ અદાણીના રૂ. 2000 કરોડના કૌભાંડ અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે,

હવે તો અમેરિકાએ પણ અદાણી વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. અદાણીએ ભ્રષ્ટાચાર કરીને મિલકતો ઊભી કરી છે.

તેઓ ભાજપનું સમર્થન કરે છે અને આ બધું જ જગજાહેર છે. આમ છતાં, હિન્દુસ્તાનમાં અદાણી વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય

કારણ કે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે.પવારની ટિપ્પણી એ હકીકતના સંદર્ભમાં મહત્વના

છે કે ગાંધી અને ઠાકરે બંને ભારપૂર્વક કહેતા હતા કે જો તેઓ સત્તામાં આવશે તો ધારાવી પ્રોજેક્ટને રદ કરી દેશે. પવારની

પાર્ટી કોંગ્રેસ અને શિવસેના (UBT) સાથે મહા વિકાસ આઘાડી (MVA) નો એક ભાગ છે. જોકે પવારના નિવેદનથી કોંગ્રેસ

અને શિવસેના (UBT)  ભારે ક્ષોભ અને અસંમજસની સ્થિતિમાં મુકાયા છે.પવારે એક પોર્ટલને જણાવ્યું કે અદાણી ગ્રુપને (Adani Group)

ધારાવી પ્રોજેક્ટમાં અગાઉ રસ નહોતો. યુએઈની કંપનીએ મેગા પ્રોજેક્ટમાં રસ દર્શાવ્યો હતો. અદાણી ખૂબ પાછળથી ચિત્રમાં આવ્યા હતા

ભાજપના સોશિયલ મીડિયા સેલના વડા અમિત માલવિયાએ તરત જ પવારના ઈન્ટરવ્યુને ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ અને રાહુલ

મુંબઈ અને મહારાષ્ટ્રને ગેરમાર્ગે દોરવા માટે જૂઠું બોલી રહ્યા છે. હકીકતમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની એમવીએ સરકારે અદાણી ગ્રુપ

સાથે ધારાવી પ્રોજેક્ટ અંગે હસ્તાક્ષર કર્યા હતા.

 

read more :

Mangal Compusolution share price : શેરનું નબળું પ્રદર્શન; BSE SME પર ₹45ના ભાવે ડેબ્યૂ થયું

Aura લાઇટ સિરીઝના સ્માર્ટફોનની ભવ્ય એન્ટ્રી; જાણો આવતીકાલે લોન્ચ થનારા ફોનની 5 ખાસ વાતો

 
 
 
 

 

 

 

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.