આ વર્ષે દિવાળી ‘ગરમ’ કેમ રહેશે
રાજ્યમાં ગરમી વધવાનું પ્રમાણ યથાવત્ રહેતાં 24મી ઓક્ટોબરે અમદાવાદ સહિત 8 શહેરમાં
36 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું હતું. હજુ આગામી એક સપ્તાહ તાપમાન 37 ડિગ્રીની
આસપાસ જ રહે તેવી સંભાવના છે. ગુરૂવારે (24મી ઓક્ટોબર) અમદાવાદમાં 37.1 ડિગ્રી સાથે
સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.9 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
છેલ્લા 5 દિવસમાં અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 3 ડિગ્રી જેટલું વધ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસમાં અમદાવાદનું તાપમાન 38 ડિગ્રી સુધી જઈ શકે છે.
બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં એક સપ્તાહ તાપમાન 36થી વધુ રહેતા ગરમી અનુભવાશે.
બુધવારે (23મી ઓક્ટબર) રાત્રે અમદાવાદમાં 24 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.2 ડિગ્રીનો વધારો થયો હતો.
આ દરમિયાન રાજ્યમાંથી અન્યત્ર ગુરૂવારે દિવસ દરમિયાન વડોદરા-ભાવનગરમાં 35, અમરેલી,
છોટા ઉદેપુર અને ડાંગમાં 35.2 ડિગ્રી, સુરત અને પોરબંદરમાં 35.8 ડિગ્રી, જામનગરમાં 35.9
ડિગ્રી, રાજકોટમાં 36.2 ડિગ્રી, દ્વારકામાં 36.3 ડિગ્રી, ગાંધીનગરમાં 36.8 ડિગ્રી, ભુજમાં 37.4 ડિગ્રી,
ડીસામાં 37. 6 ડિગ્રી, કંડલામાં 38 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે અમદાવાદના હવામાન અંગે જણાવતા કહ્યુ.
કે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
આગામી સમયમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના
વ્યક્ત કરવામાં આવી છે.
read more :
આ વર્ષે દિવાળી ‘ગરમ’ કેમ રહેશે
છેલ્લા થોડો દિવસથી પડેલા માવઠાને કારણે જગતના તાતની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના ખેડૂતોના તૈયાર કપાસ, મગફળી, સોયાબીન સહિતાના પાક ધોવાઇ ગયા છે.
આપણે વાવાઝોડા દાનાની ગુજરાત પર અસરની વાત કરીએ તો, ભારતમાં અરબી સમુદ્ર અને બંગાળની
ખાડી એમ બે દરિયામાં આવનારા વાવાઝોડાંની અસર કરતાં હોય છે. ગુજરાત પર અરબી સમુદ્રમાં
સર્જાયેલા વાવાઝોડાંની સીધી અસર થતી હોય છે. બંગાળની ખાડીમાં બનનારા વાવાઝોડાંની સીધી
અસર ગુજરાત પર થતી નથી. ત્યાં બનનારા વાવાઝોડાની સીધી અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુને થતી હોય છે.
કોઇકવાર એવું પણ બનતું હોય છે કે, બંગાળની ખાડીમાંથી વાવાઝોડું પૂર્વના કિનારે ત્રાટક્યા બાદ
તેની નબળી પડેલી સિસ્ટમ ગુજરાત તરફ આવે અને તેના કારણે રાજ્યમાં વરસાદ થતો હોય છે.
પરંતુ આ દાના વાવાઝોડાની ગતિ હાલ ગુજરાત તરફની નથી. જેના કારણે આ વાવાઝોડાની સીધી ગુજરાતને થવાની નથી.
અમદાવાદ: ગુજરાતમાં વરસાદે માંડ વિરામ લીધો છે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં આગામી દિવાળી સુધી
સુકુ અને ગરમ હવામાન રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે બીજી
તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડુ ‘દાના ‘ પ્રચંડ રીતે આગળ વધી રહ્યુ છે.
દિવાળી
દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ” તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે,
“મનના પ્રકાશની જાગૃતિ”.સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે
અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને
ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને
છે(તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે), વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે,
શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે.
આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની
જાગૃતિ (ઉચ્ચ જ્ઞાન) આવે છે. આનાથી આનંદ (આંતરિક ઉલ્લાસ અથવા શાંતિ) આવે છે. દિવાળી
ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા
અલગ છે ત્યારે આ તમામનો સાર એકસરખો છે – આંતરિક પ્રકાશનો આનંદ લેવો (આત્મા) અથવા તમામ વસ્તુઓનું પાયારૂપ સત્ય (બ્રાહ્મણ).
read more :
પાર્ટી વિરોધી પ્રવૃત્તિમાં સંડોવણી બદલ પાટનગરના પૂર્વ ડેપ્યુટી મેયરને ભાજપમાંથી બરતરફ કરાશે
Waree Energies IPO : Waree Energies ના IPO નું નવીનતમ GMP અને એલોટમેન્ટ સ્ટેટસ
World News : ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં સફળતા કોને મળશે ?, મુસ્લિમ દેશો આપે યહૂદી દેશ સામર્થ્ય