અમદાવાદના કૂતરાઓ માટે 1.80 કરોડની યોજના, વિઝ્યુઅલ ઈયર ટેગથી ઓળખ થશે

By dolly gohel - author
24 07

અમદાવાદના કૂતરાઓ માટે

અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી પકડાયેલા પાલતુ અને રખડતા કૂતરાંની ઓળખ પ્રસ્થાપિત

કરવા મ્યુનિસિપલ તંત્ર રેડીયો ફ્રીકવન્સી આઈડેન્ટીફીકેશન ડેટા ટેગ અને ચીપ લગાવશે.

આર.એફ.આઈ.ડી.ટેગ અને વિઝયુલ ઈયર ટેગ લગાવવા રુપિયા 1.80 કરોડની મર્યાદામાં બે

વર્ષ માટે મે.બીઝ ઓરબીટ ટેકનોલોજી નામની સંસ્થાને કામગીરી અપાશે. રખડતા પશુઓ બાદ

હવે શહેરમાં રાખવામાં આવતા પાલતુ કૂતરાંનું રજિસ્ટ્રેશન કરી તેના માલિક સાથે ઓળખ આપવામાં આવશે.

અમદાવાદમાં એક અંદાજ મુજબ બે લાખ જેટલી કૂતરાંની વસ્તી છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો અમલ કરાવવા

શહેરમાં પાલતુ તેમજ રખડતા કૂતરાંને તેનુ ખસીકરણ કરવામાં આવ્યા બાદ તેની ઓળખ ઉભી કરવા આર.

એફ.આઈ.ડી.ચીપ તેમજ વિઝયુલ ઈયર ટેગ લગાવવા મંજુરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામાં આવી છે

મ્યુનિ.ના સી.એન.સી.ડી.વિભાગના વડા નરેશ રાજપૂતે કહ્યું, વિભાગ તરફથી પશુ ત્રાસ અટકાવ પોલીસી

તથા એબીસી ડોગ રુલ્સ-2023 મુજબ રખડતા કૂતરાંની સાથે પાલતુ કૂતરાંને આર.એફ.આઈ.ડી.ચીપ લગાવવાની સાથે

કૂતરાંના માલિક તથા કૂતરાંનું રજિસ્ટ્રેશન કરી ઓળખ આપવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રખડતા કૂતરાંને પકડી તેનુ ખસીકરણ કરવામાં આવે છે.

હવે રખડતા અને પાલતુ કૂતરાંની ઓળખ ઉભી કરવા આર.એફ.આઈ.ડી.માઈક્રો ચીપ લગાવવા કૂતરાં દીઠ

રુપિયા 285 વિઝયુઅલ ઈયર ટેગ લગાવવા કૂતરાં દીઠ રુપિયા 30નો ભાવ એજન્સી તરફથી આપવામાં આવ્યો છે.

 

read more : 

ભારત-ચીન સરહદ યુદ્ધવિરામ બાદ, બ્રિક્સ શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક

Gujarat News : પાકના નુકશાન માટે ખેડૂતો ને 1418 કરોડની સહાય જાહેર, 33 ટકાથી વધુ નુકસાન હશે તેમને જ મદદ મળશે .

Junagadh News : રાજ્યકક્ષાની ગિરનાર સ્પર્ધા માં જોડાવા આગામી 04 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે;

સુરત : સ્કૂલ વેન પલટી ખાતાં વિદ્યાર્થીઓ ઘાયલ, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.