25 દેશો
આતંકવાદ અને અન્ય પડકારોનો સામનો કરવા માટે 25થી વધુ મુસ્લિમ દેશો નાટો (NATO)ની તર્જ પર એક સંગઠન બનાવવાની તૈયારી કરી
રહ્યા છે.
તેનું નામ ઈસ્લામિક નાટો (Islamic NATO) અથવા મુસ્લિમ નાટો (Muslim NATO) હોઈ શકે છે.
તે નાટોની જેમ જ આતંકવાદ વિરોધી કામગીરી કરશે.
અહેવાલો અનુસાર, આ જૂથના સભ્ય દેશોની સંખ્યાને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.
પરંતુ એક અનુમાન મુજબ, એશિયા અને આફ્રિકાના 25 દેશો તેમાં સામેલ થઈ શકે છે.
આ પ્રસ્તાવિત જૂથના મુખ્ય સભ્યો સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત, સંયુક્ત આરબ અમીરાત, જોર્ડન, બહેરીન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને મલેશિયા હશે.
આ ઈસ્લામિક નાટોને ઘણાં ભાગીદાર દેશો પણ સમર્થન આપી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ડોનેશિયા, ઈરાન, ઈરાક, ઓમાન, કતાર, કુવૈત, મોરોક્કો, અલ્જીરિયા, ટ્યુનિશિયા અને લિબિયા ઈસ્લામિક
નાટોના ભાગીદાર બની શકે છે.
આ સિવાય અઝરબૈજાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને બ્રુનેઈએ સહયોગી સભ્યો તરીકે તેમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
અહેવાલો અનુસાર, નાટો જેવું સંગઠન બનાવવા પાછળનો હેતુ એ છે.
કે આ મુસ્લિમ દેશો સાથે મળીને આતંકવાદ વિરોધી કાર્યવાહી કરશે.
તેઓ પોતપોતાની સેનાઓને આધુનિકબનાવવા માટે એકબીજાને મદદ કરશે.
તેના સભ્ય દેશોની આંતરિક સ્થિરતા માટે બાહ્ય મુશ્કેલીઓ સામે લડશે.
read more :
Gujarat News : PM મોદીની સૌરાષ્ટ્રને ઉત્તમ ભેટ , રાજકોટ-મોરબી-જામનગરનો મિની જાપાન તરીકે વિકાસ !
જો આપણે નાટોની જેમ ઈસ્લામિક નાટો બનવાની ભારત પરની અસર જોઈએ તો કેટલાક એવા મુદ્દા છે જે સરકારની ચિંતા વધારી શકે છે.
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે જો ઈસ્લામિક નાટોની રચના થશે તો કાશ્મીર વિવાદ વધી શકે છે.
આ જૂથ ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી શકે છે. આ જૂથની રચના સાથે, પાકિસ્તાન વધુ મજબૂત બનશે.
અને સરહદ પર સુરક્ષાને લઈને સમસ્યાઓ આવી શકે છે.
સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાન સહિત અન્ય 11 દેશોના મુસાફરો માટે નવા વિઝા આપવા પર પ્રતિબંધ મૂક્યો છે.
યુએઈના અધિકારીઓએ લીધેલ નિર્ણય કોરોના વાયરસની બીજી લહેર સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે.
જો કે અગાઉ જારી કરાયેલા વિઝા પર કોઈ પ્રતિબંધ નથી.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા જાહિદ હાફિઝ ચૌધરીએ સ્વીકાર્યું છે
કે, UAEએ પાકિસ્તાનસહિત 12 દેશો માટે નવા મુસાફરી વિઝા આપવા પર અસ્થાયી ધોરણે રોક લગાવી દીધી છે.
UAE સરકારે નિર્ણય પાકિસ્તાનમાં વધતા કોવિડ -19 કેસોના કારણે લીધો છે.
UAE સરકારે પાકિસ્તાન સિવાય તુર્કી, ઈરાન, યમન, સીરિયા, ઇરાક, સોમાલિયા, લિબિયા, કેન્યા અને અફઘાનિસ્તાનમાં અન્ય દેશોના
યાત્રીઓને વિઝા આપવાનું સ્થગિત કર્યું છે.
સશક્તિકરણ રાષ્ટ્રો: આ દેશો પણ આપી શકે છે
છેલ્લા એક અઠવાડિયામાં UAEમાં કોરોના વાયરસના 2 હજાર નવા કેસ નોંધાયા છે.
જૂનના પ્રારંભમાં UAEએ કોરોનાના વધતા જતા કેસોને જોતાં પાકિસ્તાનમાં મુસાફરોની સેવાઓ હંગામી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કોવિડ 19ના કુલ 3,63,380 કેસ નોંધાયા છે, જે પૈકી હાલમાં સક્રિય કેસની સંખ્યા 30,362 છે.
વિઝા અટકાવવા પાછળ અન્ય કારણો પણ છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ઈઝરાઈલ સાથે UAEના દ્વિપક્ષીય સંબંધોની તીવ્ર ટીકા કરી હોવાનું કહેવાય છે.
UAE ઈમરાનખાનના નિવેદનોથી ખૂબ ગુસ્સે છે.
આ જ કારણ જવાબદાર જણાય છે કે તેણે પાકિસ્તાનીઓને વિઝા આપવામાં આનાકાની શરૂ કરી છે.
પાકિસ્તાનીઓને UAE માંથી પરત ભગાડવાનો ખતરો પણ છે.
Bigg Boss 18 : સલમાન ખાને બિગ બોસ 18 હોસ્ટ કરતી વખતે તેણે અંગત તણાવ વ્યક્ત કર્યો હતો
સોના-ચાંદીના ભાવનાં અગનથી ઘરેણાંની ઝાકઝમાળ ઝાંખી
આઈએમએફના રિપોર્ટમાં જણાવ્યું: ભારત વિશ્વમાં સૌથી મોટું વિકસતું અર્થતંત્ર, 7% વૃદ્ધિ દર સાથે !