7000 વિદ્યાર્થીઓ કેનેડાથી ડિપોર્ટ
સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવા માટે વિદ્યાર્થીઓએ સબમિટ કરેલા એક્સેપ્ટન્સ લેટર બનાવટી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે.
આ લેટરમાંથી 80 ટકા લેટર ગુજરાત અને પંજાબના હોવાનું માનવામાં આવે છે.
પરિણામે કેનેડાથી 7000થી 8000 વિદ્યાર્થી ઓએ ડેલીએ હાથ દીધા બાદ પરત ફરવાની નોબત આવે તેવી સંભાવના હોવાનું
ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અંગેની બાબતોનો હવાલો સંભાળતા કેનેડાના ઇમિગ્રેશન વિભાગના ટોચના અધિકારીએ 15મી નવેમ્બરના જાહેર કર્યું છે.
ગુજરાતથી કેનેડા જવા માટે વિદ્યાર્થીના માતા-પિતા અંદાજે 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.
વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં આવે તો કરવામાં આવે તો તેમને ફરીથી વિઝા મળવાની શક્યતા પર પડદો પડી જશે.
આમ હજારો વિદ્યાર્થીઓનું ફોરેન જઈને સેટલ થવાનું સપનું રોળાઈ જશે.
અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં અત્યારે ભણવા જવાનો ક્રેઝ ચરમસીમા પર પહોંચી ગયો છે.
ભારતીય વિદ્યાર્થીઓ પણ હાયર એજ્યુકેશન માટે પોતાનુ ડેસ્ટિનેશન પસંદ કરીને વિઝા માટે અપ્લાય કરી દેતા હોય છે.
હવે વિદેશમાં અભ્યાસ કરવાના સપનાની વાત કરીએ તો એ સ્ટુડન્ટ વિઝા એપ્રૂવ કે રિજેક્ટ થયા એના પર આધાર રાખે છે.
આ એક ચેલેન્જિંગ સ્ટેપ પણ હોઈ શકે છે.
જોકે આમ જોવા જઈએ તો વિઝા મેળવવાનો માર્ગ વધુને વધુ અવરોધોથી ભરપૂર હોય છે.
RAED MORE :
બિશ્નોઈ જેલમાં છે ત્યાં સુધી સુરક્ષિત, બહાર આવ્યો તો જીવ જોખમમાં: રાજ શેખાવત
7000 વિદ્યાર્થીઓ કેનેડાથી ડિપોર્ટ
વિઝા એક્સપર્ટ પંકજ પટેલનું કહેવું કે, ‘વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા સ્વીકૃતિ પત્ર બોગસ
હોવાનું પ્રસ્થાપિત થશે તો તેમના એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે. તેમને ભારત પરત રવાના
કરી દેવામાં આવશે.’ કેનેડા સરકાર અને ભારત સરકાર વચ્ચેના કથળેલા સંબંધને પરિણામે કેનેડા
સરકાર આ મુદ્દે આકરુ વલણ અપનાવે તેવી સંભાવના છે. તેઓ તેમની સિસ્ટમ તિતરબિતર થઈ
વિઝા માટેની પ્રક્રિયા દરમિયાન કેનેડાની યુનિવર્સિટી તરફથી લેટર ઓફ એક્સેપ્ટન્સ માગવામાં આવે છે.
વાસ્તવમાં આ લેટર યુનિવર્સિટીમાંથી નહિ, પરંતુ વિઝા કન્સલ્ટન્ટ્સ તરફથી જ બનાવીને રજૂ કરી દેવામાં
આવ્યા છે. આ હકીકત તાજેતરમાં જ બહાર આવી છે. તેથી કેનેડાની સરકાર તરફથી 10,000 બનાવટી
એક્સેપ્ટન્સ લેટર રજૂ કરાયા હોવાનો ઘટસ્ફોટ પંદરમી નવેમ્બરના અરસામાં કરવામાં આવ્યો છે.
જાય તેવું પણ ઇચ્છતા નથી. તેથી ગુજરાત અને પંજાબથી ગયેલા ઘણાં વિદ્યાર્થીઓને પરત ફરવું પડે તેવી સંભાવના છે.
કારણ કે વિદેશમાંશિક્ષણની માગ પણ સતત વધતી રહે છે તેવામાં કોમ્પિટિશન વચ્ચે પોતાના મનપસંદ સ્થળે ભણવાનું સપનું
સાકાર કરતા પહેલા, સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ ન થાય એના માટે આ બાબતે કાળજી રાખજો.
કેનેડા કુદરતી સૌથી સુલભ વિદ્યાર્થી વીઝા પ્રોસેસ
પરિણામે ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓને કેનેડાથી પરત મોકલી દેવામાં આવે તેવી શક્યતા વધી ગઈ છે.
આ વિદ્યાર્થીઓએ કેનેડા જવાની પ્રોસેસ કરવા માટે કરેલો ખર્ચ માથે પડશે. ભવિષ્યમાં તેમને અરજી
કરવાની તક મળશે કે કેમ તે પણ એક સવાલ છે. કેનેડાના કાયમી નિવાસી બન્યા બાદ કેનેડામાં કે
અન્ય કોઈ દેશમાં સ્થાયી થવાના તેમના સપનાં પણ રોળાઈ જવાની શક્યતા નિર્માણ થઈ છે.
વિદેશ મંત્રાલયના અહેવાલમાં સામે આવ્યું કે કેનેડા, યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં ભારતીય
વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર જવા માટે આતુર હોય છે. સૌથી વધુ અરજીઓ પણ આ દેશોમાં જ ભારતીયો
ફાઈલ કરતા હોય છે. વર્ષ 2024ના આંકડાઓ પર નજર કરીએ તો વિદેશમાં કૂલ 13 લાખ 35 હજાર 030
ભારતીયો વસવાટ કરે છે જેમાંથી 11 લાખ 14 હજાર 829 ભારતીય વિદ્યાર્થીઓ ટોપ-5 દેશોમાં જ વસવાટ કરે છે.
એટલે ગ્લોબલી જોવા જઈએ તો ભારતીયોના હોટ ફેવરિટ પાંચ ડેસ્ટિનેશનોમાં જ હવે સ્ટુડન્ટ્સનો ધસારો
વધી રહ્યો છે. આના લીધે આ પાંચેય દેશોમાં સ્ટુડન્ટ વિઝા અપ્રૂવલ પોલિસીમાં પણ કડક ફેરફારો થઈ રહ્યા છે.
અહીં વિઝા અપ્રૂવલમાં પણ વાર થાય એવું હોવાથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ થવાનો રેટ પણ વધી શકે છે.
READ MORE :
બાઇડનના યુક્રેનને મિસાઇલ ઉપયોગની છૂટ આપવાના નિર્ણયથી ટ્રમ્પનું ટેન્શન વધ્યું